ઉત્તર પ્રદેશમાં 100 દિવસમાં 10 હજારથી વધુ યુવાનોને સરકારી નોકરી (Government Job) આપવામાં આવશે. સીએમ યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath) આ અંગે તમામ સેવા પસંદગી બોર્ડને સૂચના આપી છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથે આ અંગે એક ટ્વિટ કર્યું છે. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકારે તમામ સેવા પસંદગી બોર્ડને આગામી 100 દિવસમાં રાજ્યના 10,000 થી વધુ યુવાનોને સરકારી નોકરી આપવાનો નિર્દેશ આપ્યો છે. સીએમ યોગીએ ટ્વિટ કરીને કહ્યું કે રાજ્ય સરકાર યુવાનોને નોકરીઓ સાથે જોડવા અને તેમને રોજગાર આપવા માટે પ્રતિબદ્ધ છે.
આ ક્રમમાં યુપી સરકારે તમામ સેવા પસંદગી બોર્ડને આગામી 100 દિવસમાં 10 હજારથી વધુ યુવાનોને સરકારી નોકરી આપવાનો નિર્દેશ આપ્યો છે. યુવાઓને યોગી સરકારની મોટી ભેટ માનવામાં આવી રહી છે. ભાજપે 100 દિવસમાં 20 હજાર નોકરીઓ આપવાની જાહેરાત કરી હતી. યુપીની જીત બાદ સીએમ યોગી પોતાનું વચન પૂરું કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે. તેમણે જાહેરાત કરી છે કે 100 દિવસમાં 10 હજારથી વધુ યુવાનોને સરકારી નોકરી આપવામાં આવશે.
UP CM Yogi Adityanath tweets, “state govt has directed all Services Selection Board to provide govt jobs to more than 10,000 youths of the state in the next 100 days.” pic.twitter.com/G2c2nUZdTY
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 31, 2022
યુપીમાં શાનદાર જીતની યોગી સરકારે યુવાનોને રિટર્ન ગિફ્ટ આપી છે. બે દિવસ પહેલા 20 હજાર નોકરીની જાહેરાત કરવામાં આવી હતી. પોતાના સંકલ્પને પૂરો કરવા માટે સીએમ યોગીએ તમામ સર્વિસ સિલેક્શન બોર્ડને નોકરી આપવાની સૂચના આપી છે. ભાજપના શાસનમાં નોકરીઓ એક મોટો મુદ્દો રહ્યો છે. ચૂંટણીમાં પણ આ મુદ્દો જોરશોરથી ઉઠાવવામાં આવ્યો હતો. હવે સરકારે જાહેરાત કરી છે કે 100 દિવસમાં યુવાનોને 20 હજાર નોકરીઓ અને 50 હજાર રોજગારની તકો આપવામાં આવશે.
સરકારે આગામી 5 વર્ષમાં રાજ્યમાં 5 કરોડ લોકોને સ્વરોજગારી આપવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. ભાજપે 2022 વિધાનસભાના સંકલ્પ પત્રમાં આગામી 5 વર્ષમાં દરેક પરિવારને ઓછામાં ઓછી એક રોજગાર અથવા સ્વ-રોજગાર આપવાનું વચન આપ્યું છે. આ દિશામાં પહેલું પગલું સીએમ યોગીએ કરેલી જાહેરાત છે. રાજ્યમાં 10 હજારથી વધુ યુવાનોને નોકરી આપવા સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો : WHOએ કોરોનાના ખતરનાક વેરિઅન્ટ માટે આપી ચેતવણી, કહ્યું- સ્થિતિ ઘણી ખરાબ થઈ શકે છે