સમાજવાદી પાર્ટી (SP) ઉત્તર પ્રદેશની 2022ની વિધાનસભા ચૂંટણી (UP Assembly Election 2022 ) અભિયાનમાં સતત વ્યસ્ત છે. રવિવારે સપા પ્રમુખ અખિલેશ યાદવે (Akhilesh Yadav) બે ધારાસભ્યો અને પૂર્વ સાંસદ સહિત એક ડઝન રાજકીય હસ્તીઓને તેમની પાર્ટીની સદસ્યતા આપી. સૌથી પહેલા સંત કબીરનગર જિલ્લાના ખલીલાબાદથી બીજેપી ધારાસભ્ય દિગ્વિજય નારાયણ ચૌબે ઉર્ફે જય ચૌબે, ગોરખપુરના પ્રભાવશાળી નેતા હરિશંકર તિવારીના પુત્ર અને BSPમાંથી હાંકી કાઢવામાં આવેલા ધારાસભ્ય વિનય શંકર તિવારી અને અન્ય લોકો સપામાં જોડાયા.
આ દરમિયાન અખિલેશ યાદવે યોગી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. અખિલેશે કહ્યું કે જે રીતે અંગ્રેજો ‘ભાગલા પાડો અને રાજ કરો’ના આધારે રાજ કરતા હતા, તેવી જ રીતે આજે ભાજપ ધર્મના નામે ભાગલા પાડીને અને ડરાવીને રાજ કરી રહી છે. હવે સમાજવાદીઓની સાથે આંબેડકરવાદીઓ પણ આવી ગયા છે. 2022માં સપાની સરકાર બનવા જઈ રહી છે.
BJP MLA Digvijay Narayan Chaubey, expelled BSP MLA Vinay Shanker Tiwari and former MP Kushal Tiwari join Samajwadi Party in presence of party chief Akhilesh Yadav in Lucknow pic.twitter.com/FscddZTcTk
— ANI UP (@ANINewsUP) December 12, 2021
ઓફિસમાં બહાર સુધી ભીડ જામી
સાથે જ અખિલેશે એમ પણ કહ્યું કે સરકારે હંમેશા યુપીના લોકોને લાઈનમાં ઊભા રાખ્યા. નોટબંધીની લાઇન, ખાતર માટેની લાઇન. હવે જનતાનો મિજાજ સર્જાયો છે. લોકો લાઈન લગાવીને બહાર કાઢશે. સભ્યપદ કાર્યક્રમને લઈને અંદરથી બહાર સુધી ઓફિસમાં ભીડ જામી હતી. લોકોને ઊભા રહેવાની પણ જગ્યા બચી ન હતી. આ જોઈને અખિલેશે કહ્યું કે અંદરથી બહાર એવી ભીડ આવી ગઈ છે કે કોઈ જગ્યા નથી. મને એવું લાગે છે કે બુલડોઝર સરકારનું ધ્યાન અહીં નહીં આવે.
હરિશંકરનો પરિવાર સપાના કુળને મજબૂત કરશે
પૂર્વાંચલના બાહુબલી હરિશંકર તિવારીના પુત્રો ધારાસભ્ય વિનય શંકર તિવારી અને કુશલ તિવારી બસપા છોડીને સપામાં જોડાયા છે. તેના પર અખિલેશ યાદવે કહ્યું કે, આજે ખૂબ જ પ્રતિષ્ઠિત પરિવારના લોકો સપામાં જોડાઈ રહ્યા છે. કન્નૌજની મારી પ્રથમ ચૂંટણીમાં કુશલ તિવારી પણ મારી સાથે હતા. હવે સમાજવાદી પાર્ટી સાથે કોઈ સ્પર્ધા કરી શકે તેમ નથી.
આ પણ વાંચો : Omicron Variant: હવે કેરળમાં પણ ઓમિક્રોન વેરિઅન્ટની એન્ટ્રી, દેશમાં અત્યાર સુધીમાં 38 લોકો સંક્રમિત થયા