શું 2 હજારના ટ્રાન્ઝેક્શન પર લાગશે ચાર્જ ? જાણો UPI સરચાર્જને લઈ NPCIએ શું કરી સ્પષ્ટતા

NPCI એ ટ્વિટર પર એક નિવેદન જાહેર કરીને સ્પષ્ટતા કરી છે કે 'UPI પેમેન્ટ પહેલાની જેમ ફ્રી, ઝડપી, સુરક્ષિત અને સરળ રહેશે. નવા સરચાર્જની બેંક ખાતાઓનો ઉપયોગ કરીને UPI દ્વારા ટ્રાન્ઝેક્શન કરનારા ગ્રાહકો અને વેપારીઓ પર કોઈ અસર થશે નહીં.

શું 2 હજારના ટ્રાન્ઝેક્શન પર લાગશે ચાર્જ ? જાણો UPI સરચાર્જને લઈ NPCIએ શું કરી સ્પષ્ટતા
UPI Charges Updates
| Edited By: | Updated on: Mar 29, 2023 | 4:31 PM

UPI પેમેન્ટ પર સરચાર્જના સમાચારને લઈને સવારથી જ હોબાળો થઈ રહ્યો છે. લોકોમાં ટેન્શન જોવા મળી રહ્યું છે કે હવે ડિજિટલ પેમેન્ટ કરવા માટે પણ તેમના ખિસ્સા પર બોજ વધશે કે કેમ ? આને લગતી તમામ મૂંઝવણોને દૂર કરવા માટે, હવે UPI સિસ્ટમનું સંચાલન કરતી નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ એક સ્પષ્ટતા જાહેર કરી છે.

આ પણ વાંચો: Pakistan News : ઈમરાન ખાન પર ફરી ધરપકડની તલવાર લટકી, હવે આ કેસમાં બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યું

NPCI એ ટ્વિટર પર એક નિવેદન જાહેર કરીને સ્પષ્ટતા કરી છે કે ‘UPI પેમેન્ટ પહેલાની જેમ ફ્રી, ઝડપી, સુરક્ષિત અને સરળ રહેશે. નવા સરચાર્જની બેંક ખાતાઓનો ઉપયોગ કરીને UPI દ્વારા ટ્રાન્ઝેક્શન કરનારા ગ્રાહકો અને વેપારીઓ પર કોઈ અસર થશે નહીં.

NPCI ની સ્પષ્ટતામાં શું છે?

NPCI નિવેદનમાં જણાવાયું છે કે UPI સાથે વ્યવહાર કરવાની સૌથી લોકપ્રિય રીત એ છે કે તમારા બેંક એકાઉન્ટને કોઈપણ UPI સક્ષમ એપ (જેમ કે GooglePay, PhonePe, BHIM અને Paytm) સાથે લિંક કરીને ચુકવણી કરવી. UPI દ્વારા થતા 99.9 ટકા વ્યવહારો આ રીતે જ થાય છે. આ રીતે, બેંક ખાતાથી બેંક ખાતાના વ્યવહારો મફતમાં ચાલુ રહેશે. પછી તે ગ્રાહક હોય કે વેપારી.

તો UPI સરચાર્જ શું છે?

NPCIએ UPI સરચાર્જને મંજૂરીની પણ સ્પષ્ટતામાં કરી છે. NPCIનું કહેવું છે કે તાજેતરમાં જ ભારતીય રિઝર્વ બેંકે UPI પેમેન્ટ સિસ્ટમને ઇન્ટરઓપરેબલ બનાવવા માટે સૂચનાઓ આપી હતી. આનો અર્થ એ થયો કે એક પ્રકારની પેમેન્ટ સિસ્ટમ અને બીજી પ્રકારની પેમેન્ટ સિસ્ટમ વચ્ચે ટ્રાન્ઝેક્શન સરળ કરવું છે.

તાજેતરમાં, યુપીઆઈ ઇકોસિસ્ટમમાં પ્રીપેડ વોલેટ અને રુપે ક્રેડિટ કાર્ડ ચુકવણી સુવિધા ઉમેરવામાં આવી છે. તેથી, હવે પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ (PPI) ફી વસૂલવાની પરવાનગી આપવામાં આવી છે. આ રીતે PPI (ક્રેડિટ કાર્ડ અને વોલેટ વગેરે) દ્વારા UPI પેમેન્ટ કરવાનું સરળ બનશે. આ માટે, NPCI એ 1.1 ટકા સુધીના ઇન્ટરચેન્જ ચાર્જીસ રજૂ કર્યા છે, જે ફક્ત PPI વેપારી વ્યવહારો પર જ લાગુ થશે.

એક જ એપ પર ક્રેડિટ કાર્ડ, એકાઉન્ટ અને વોલેટ વડે ચૂકવણી

NPCIએ સ્પષ્ટ કહ્યું છે કે આ ચાર્જ ગ્રાહક માટે નથી. તેમજ આ સામાન્ય UPI ચુકવણી કે જે બેંકથી બેંક ખાતા વચ્ચે થાય છે તે લાગુ થશે નહીં. ત્યારે હવે UPI એપ પર જ ગ્રાહકોને બેંક ખાતા, રુપે ક્રેડિટ કાર્ડ અને પ્રીપેડ વોલેટ્સ દ્વારા ચુકવણી કરવાની સુવિધા મળશે.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર 

દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

Published On - 4:25 pm, Wed, 29 March 23