UP : લખનઉમાં ઓક્સીજન રિફિલિંગ દરમિયાન દુર્ઘટના, સિલિન્ડર ફાટવાથી ત્રણ લોકોના મોત

|

May 05, 2021 | 8:03 PM

યૂપીમાં ઓક્સીજનની મારામારી વચ્ચે રાજધાની લખનઉમાં એક મોટી દુર્ઘટના થઇ છે. લખનઉના ચિનહટમાં કેટી પ્લાંટ પર રિફલિંગ દરમિયાન સિલિન્ડર વિસ્ફોટ થયો. દુર્ઘટનામાં ત્રણ લોકોના મૃત્યુ થયા અને અનેક લોકો ઘાયલ થયા. બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા જ્યારે એક વ્યક્તિએ હૉસ્પિટલમાં દમ તોડી દીધો.

UP : લખનઉમાં ઓક્સીજન રિફિલિંગ દરમિયાન દુર્ઘટના, સિલિન્ડર ફાટવાથી ત્રણ લોકોના મોત
લખનઉમાં ઓક્સીજન રિફિલિંગ દરમિયાન બ્લાસ્ટ

Follow us on

યૂપીમાં ઓક્સીજનની મારામારી વચ્ચે રાજધાની લખનઉમાં એક મોટી દુર્ઘટના થઇ છે. લખનઉના ચિનહટમાં કેટી પ્લાંટ પર રિફલિંગ દરમિયાન સિલિન્ડર વિસ્ફોટ થયો. દુર્ઘટનામાં ત્રણ લોકોના મૃત્યુ થયા અને અનેક લોકો ઘાયલ થયા. બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા. જ્યારે એક વ્યક્તિએ હૉસ્પિટલમાં દમ તોડી દીધો. ઘાયલ લોકોને હૉસ્પિટલ મોકલવામાં આવ્યા.

ઓક્સીજનની મારામારીના કારણે ઓક્સીજન પ્લાંટ પર લોકોની લાંબી લાઇન જોવા મળી રહી છે. ઓક્સીજન પ્લાંટ પર પણ ચોવીસ કલાક ગેસ રિફિલિંગને  લઇ દબાણ છે. આ વચ્ચે ચિનહટના ઓક્સીજન પ્લાંટ પર આ દુર્ઘટના થઇ. ઓક્સીજન રિફિલિંગ દરમિયાન સિલિન્ડર બ્લાસ્ટ થયો. બ્લાસ્ટ થતા જ ઘટનાસ્થળે અફરાતફરા મચી ગઇ.

કેટી ઓક્સીજન પ્લાંટ લખનઉમાં દેવા રોડ મટિયારી પાસે સ્થિત છે. આ પ્લાંટમાં એક મોટો ધડાકો થયો જેના કારણે પ્લાંટમાં કામ કરી રહેલા તમામ કર્મચારી ઘટનાસ્થળે તહેનાત સુરક્ષાકર્મી પણ હેબતાઇ ગયા. ધડાકો એટલો ભયાનક હતો કે પ્લાંટ ઉપરના શેડ પણ હવામાં ઉડી ગયા.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ચિનહટ,લખનઉમાં ઓક્સીજન પ્લાંટમાં રીફિલિંગ દરમિયાન સિલિન્ડર ફાટવાની દુર્ઘટનાનું સંજ્ઞાન લઇ ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કરતા મૃતકના પરિવારજનો પ્રતિ સંવેદના વ્યક્તિ કરી. મુખ્યમંત્રીએ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કાર્ય સંચાલિત કરવા નિર્દેશ આપ્યા. તેમણે દુર્ઘટનાના કારણોની તપાસ કરવાના નિર્દેશ આપ્યા.

કેટી ઓક્સીજન પ્લાંટમાં ઘટના બાદ જિલ્લાઅધિકારી અભિષેક પ્રકાશ ઘટનાસ્થળે પહોંચી ગયા. રાહત અને બચાવકાર્યનુ જિલ્લાધિકારી ખુદ મોનિટરિંગ કરી રહ્યા છે. પોલીસ કમિશ્નર પણ ઘટનાસ્થળ પર છે. ઘાયલોને હૉસ્પિટલ પહોંચાડી દેવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલુ છે. જિલ્લાતંત્રની ટીમ પણ ઘટનાસ્થળે ઉપસ્થિત છે.

 

 

Next Article