યુપી, બિહાર અને ઝારખંડ દેશના સૌથી ગરીબ રાજ્ય, જાણો અન્ય રાજ્ય અને જિલ્લાઓની સ્થિતિ

|

Nov 27, 2021 | 8:29 PM

દેશમાં સૌથી ઓછા ગરીબીવાળા રાજ્યો કેરળ, ગોવા, સિક્કિમ, તમિલનાડુ અને પંજાબ છે. કેરળમાં માત્ર 0.71 ટકા, ગોવામાં 3.76 ટકા, સિક્કિમમાં 3.82 ટકા, તમિલનાડુમાં 4.89 ટકા અને પંજાબમાં 5.59 ટકા ગરીબ છે.

યુપી, બિહાર અને ઝારખંડ દેશના સૌથી ગરીબ રાજ્ય, જાણો અન્ય રાજ્ય અને જિલ્લાઓની સ્થિતિ
Poverty In India

Follow us on

ગરીબીની બાબતમાં ઝારખંડ બીજા ક્રમે છે. દેશના સૌથી ગરીબ ત્રણ રાજ્યોમાં ઝારખંડનો (Jharkhand Poor State) પણ સમાવેશ થાય છે. રાજ્યની લગભગ 42.16 ટકા વસ્તી ગરીબીનું જીવન જીવે છે. બિહાર પણ આ મામલે ઝારખંડથી નીચે છે. નીતિ આયોગના રિપોર્ટમાં (Niti Ayog Report) આ વાતનો ખુલાસો થયો છે. તાજેતરમાં નીતિ આયોગે બહુપરીમાણીય ગરીબી સૂચકાંક બહાર પાડ્યો છે. આ મુજબ દેશના ટોપ-3 ગરીબ રાજ્યોમાં યુપી, બિહાર અને ઝારખંડનો સમાવેશ થાય છે.

ઝારખંડનું ચતરા સૌથી ગરીબ રાજ્યોની યાદીમાં સામેલ છે. અહીંની લગભગ 60.74 ટકા વસ્તી ગરીબ છે. જ્યારે સૌથી ઓછી ગરીબી પૂર્વ સિંહભૂમમાં છે. અહીં માત્ર 23.99 ટકા વસ્તી ગરીબ છે. ચતરા ઉપરાંત પાકુર અને પશ્ચિમ સિંહભુમ ઝારખંડના ટોપ-3 સૌથી ગરીબ જિલ્લાઓમાં છે. પાકુરમાં 60.66 ટકા અને પશ્ચિમ સિંહભૂમમાં 57.60 ટકા ગરીબી છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5ના રિપોર્ટ અનુસાર, ઝારખંડમાં બાળકોના પોષણમાં પહેલાથી જ સુધારો થયો હતો. પરંતુ નીતિ આયોગના રિપોર્ટ અનુસાર, બિહાર પછી ઝારખંડ સૌથી વધુ કુપોષિત છે.

કુપોષણની બાબતમાં છત્તીસગઢ ટોચ પર
કુપોષણની બાબતમાં છત્તીસગઢ પછી મધ્યપ્રદેશ અને યુપીનો નંબર આવે છે. બીજી તરફ સ્વચ્છતાના મામલે ઝારખંડની સ્થિતિ સૌથી ખરાબ છે. રાજધાની રાંચીમાં 27.70 ટકા વસ્તી ગરીબી રેખા નીચે છે, જ્યારે જમશેદપુરમાં માત્ર 23.99 ટકા લોકો જ ગરીબ છે. ધનબાદમાં 28.57 ટકા લોકો ગરીબ છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

‘ચતરા’ સૌથી ગરીબ જિલ્લો
દેશમાં સૌથી ઓછા ગરીબીવાળા રાજ્યો કેરળ, ગોવા, સિક્કિમ, તમિલનાડુ અને પંજાબ છે. કેરળમાં માત્ર 0.71 ટકા, ગોવામાં 3.76 ટકા, સિક્કિમમાં 3.82 ટકા, તમિલનાડુમાં 4.89 ટકા અને પંજાબમાં 5.59 ટકા ગરીબ છે. તાજેતરમાં, નીતિ આયોગે એક રિપોર્ટ જાહેર કર્યો છે જેમાં શિક્ષણ અને સ્વાસ્થ્યના મામલે બિહારની દુર્દશાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર ઝારખંડમાં ગરીબી દેશમાં બીજા ક્રમે છે. ચતરા રાજ્યનો સૌથી ગરીબ જિલ્લો છે. અહીં 60.74 ગરીબી છે.

કેરળમાં સૌથી ઓછી ગરીબી
બિહાર અને યુપી પણ ગરીબીના મામલામાં પાછળ નથી. બીજી તરફ સૌથી ઓછી ગરીબીની વાત કરીએ તો કેરળ ટોચ પર છે. કેરળમાં માત્ર 0.71 ટકા ગરીબી છે. બીજી તરફ કુપોષણના મામલે ઝારખંડની સ્થિતિ પણ ખરાબ છે. સ્વાસ્થ્ય સર્વેક્ષણ મુજબ, રાજ્યની સ્થિતિમાં પહેલાથી જ સુધારો થયો છે.

 

આ પણ વાંચો : સરકારે ખેડૂતોની વધુ એક માગ સ્વીકારી, કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જાહેરાત કરી– પરાળ સળગાવવી હવે ગુનો નહીં

આ પણ વાંચો : Jammu Kashmir: જમ્મુમાં મલ્ટી-કોપ્ટર ડ્રોનનું સફળ પરીક્ષણ, દુર્ગમ વિસ્તારોમાં રસી અને દવાઓ પહોંચાડવામાં કરશે મદદ

Next Article