માફિયાઓને માપમાં લાવી દેવાના ઓપરેશન પર કોઈ બ્રેક નહી ! મુખ્તાર અન્સારીના મિત્રના ઘર પર ચાલ્યુ ‘બાબાનુ બુલડોઝર’

માફિયા ડોન મુખ્તાર અંસારીના સાથી કમલેશ પ્રધાનના ફુલ્લનપુરના ઘર પર બુલડોઝરની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. કમલેશ પ્રધાનનું થોડા વર્ષ પહેલા અવસાન થયુ હતુ. આરોપ છે કે કમલેશે પોતાની યોગ્યતા પર ગેરકાયદેસર રીતે ઈમારત ઊભી કરી હતી.

માફિયાઓને માપમાં લાવી દેવાના ઓપરેશન પર કોઈ બ્રેક નહી ! મુખ્તાર અન્સારીના મિત્રના ઘર પર ચાલ્યુ બાબાનુ બુલડોઝર
| Edited By: | Updated on: Mar 05, 2023 | 9:49 AM

ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં માફિયા ડોન મુખ્તાર અન્સારીના મિત્ર એવા કમલેશ પ્રધાનના ઘર પર પણ બાબાના બુલડોઝરે દસ્તક આપી છે. રવિવારે સવારે લગભગ એક ડઝન બુલડોઝરની મદદથી ફુલ્લનપુર ચોકડી પર કમલેશ પ્રધાનના ઘરને તોડી પાડવામાં આવી રહ્યું છે.આપને જણાવી દઈએ કે, કમલેશ પ્રધાનનું થોડાં વર્ષ પહેલાં અવસાન થયુ છે. જો કે, ગાઝીપુરના DMA મે 2022 માં ગેરકાયદેસર રીતે બનેલા તેમના ઘરને તોડી પાડવાનો આદેશ જારી કર્યો હતો.

જિલ્લા વહીવટીતંત્ર ફરી એકવાર એક્શનમાં

આપને જણાવી દઈએ કે, કમલેશ પ્રધાનના આ મકાનમાં તે સમયે કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટ અને યુનિયન બેન્કની ઓફિસ કાર્યરત હોવાથી વહીવટીતંત્ર તે સમયે આ મકાન તોડી શક્યુ ન હતુ. હવે ગૃહમાં CM યોગીનું કડક વલણ જોઈને જિલ્લા વહીવટીતંત્ર ફરી એકવાર એક્શનમાં આવી ગયુ છે. રવિવારે સવારે મોટી પોલીસ ફોર્સ સાથે આ મકાન પર પહોંચેલા વહીવટી અધિકારીઓએ ચારે બાજુથી બુલડોઝર લગાવીને આ મકાનને તોડી પાડવાની કવાયત શરૂ કરી છે.

માફિયાઓનો નાશ કરવાની ઝુંબેશ

CM યોગીની સૂચના પર ગાઝીપુર જિલ્લા પ્રશાસને માફિયાઓને માટીમા ભેળવવાનુ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન હેઠળ માફિયા ડોન મુખ્તાર અંસારીના સહયોગી અને તેની ગેંગના એક મહત્વપૂર્ણ સભ્ય કમલેશ પ્રધાનનું ઘર તોડી પાડવામાં આવી રહ્યુ છે. વહીવટી અધિકારીઓના જણાવ્યા અનુસાર ફુલ્લનપુર રેલ્વે ક્રોસિંગ પર બનેલા આ મકાનના નિર્માણમાં માત્ર ધોરણોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું નથી પરંતુ નકશા પાસ કરાવ્યા વિના આટલી વિશાળ ઇમારત ઉભી કરવામાં આવી છે.