
નેતાજી સુભાષચંદ્ર બોઝ અંગ્રેજો વિરુદ્ધ સશસ્ત્ર વિદ્રોહ કરનારા એક એવા નેતા હતા, જેમની સેનામાં મહિલાઓ પણ ઉત્સાહથી જોડાઈ હતી. તેમાથી જ એક નામ નીરા આર્યાનું પણ હતુ. આઝાદ હિંદ ફૌઝની એક એવી મહિલા જાસૂસ જેમણે જેલમાં અંગ્રેજોની ભયાનક યાતના સહી હતી. જ્યારે નેતાજી સુભાષચંદ્ર બોઝ આઝાદ હિંદ ફૌઝની વાત આવે છે તો અવારનવાર પુરુષ નેતાઓની સાથે એવી મહિલા વિરાંગનાઓના નામ પણ લેવામાં આવે છે જેમણે ન માત્ર બંદુકો ઉઠાવી પરંતુ જાસુસી મિશન કરવા માટે અંગ્રેજોની ઊંઘ પણ હરામ કરી દીધી. 5 માર્ચ 1902 માં ઉત્તર પ્રદેશના એક પ્રતિષ્ઠિત વેપારી પરિવારમાં જન્મેલી નીરા આર્યાના લગ્ન એક બ્રિટીશ વફાદાર પોલીસ અધિકારી શ્રીકાંત જયસ્વાલ સાથે થયા હતા. શ્રીકાંત નેતાજી સુભાષચંદ્ર બોઝ વિરુદ્ધ કામ કરી રહ્યો હતો. પરંતુ નીરાના મનમાં દેશભક્તિની જે મશાલ હતી તેણે પતિની વિરુદ્ધ જઈને પણ આઝાદીની લડાઈ લડવા માટેની પ્રેરક શક્તિ પ્રદાન કરી. CID ઈન્સપેક્ટર સાથે લગ્ન નીરા આર્યાના લગ્ન CID ઈન્સપેક્ટર જયરંજન દાસ સાથે થયા હતા. પરંતુ બંનેમાં જમીન આસમાનનું અંતર હતુ....
Published On - 5:17 pm, Thu, 31 July 25