United Nations Security Council: પ્રથમ વખત ભારતીય વડાપ્રધાન PM મોદી, UNSC બેઠકમાં અધ્યક્ષતા કરશે

|

Aug 03, 2021 | 11:31 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરક્ષા પરિષદની આ વર્ચ્યુઅલ બેઠકમાં (Virtual seat) 9 ઓગસ્ટે  ભાગ લેશે. આ પ્રથમ વખત હશે જ્યારે કોઈ ભારતીય વડાપ્રધાનન UNSC બેઠકમાં અધ્યક્ષતા કરશે.

United Nations Security Council: પ્રથમ વખત ભારતીય વડાપ્રધાન PM મોદી, UNSC બેઠકમાં અધ્યક્ષતા કરશે
Narendra Modi (File Photo)

Follow us on

United Nations Security Council: ભારત દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (United Nations Security Council)આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા પર એક મહત્વની બેઠકમાં PM મોદી (PM Narendra Modi) અધ્યક્ષતા કરશે.ઉલ્લેખનીય છે કે, ભારત સતત ત્રીજી વખત સુરક્ષા સમુદાય, આંતરિકવાદ અને વૈશ્વિક શાંતિ જેવા વિષયો પર ચર્ચા કરવા માટે મળનારી બેઠકમાં જોડાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરક્ષા પરિષદની આ વર્ચ્યુઅલ બેઠકમાં (Virtual seat) 9 ઓગસ્ટે  ભાગ લેશે. આ પ્રથમ વખત હશે જ્યારે કોઈ ભારતીય વડાપ્રધાનન UNSC બેઠકમાં અધ્યક્ષતા કરશે. ભારત માટે આ એક મોટી સફળતા છે. ઉલ્લેખનીય છે કે,એશિયામાં (Asia) ભારતના વધતા કદ તરફ આ મહત્વનું પગલું છે.

ભારતનો આતંકવાદી વિરોધી એજન્ડાથી (Agenda) સમગ્ર વિશ્વ વાકેફ છે.તેથી જ વૈશ્વિક શાંતિ અને સુરક્ષા પર મળનારી બેઠકમાં પીએમ મોદી અધ્યક્ષતા કરશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ભારત 3 ઉચ્ચ સ્તરીય બેઠકો યોજશે

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ (TS Thirumurthy) જણાવ્યું હતું કે, ભારત ત્રણ ઉચ્ચ સ્તરીય બેઠકો કરશે. જેમાં શાંતિ જાળવણી, આતંકવાદ સામે કાર્યવાહી અને દરિયાઈ સુરક્ષા જેવા ગંભીર મુદ્દાઓ ઉઠાવવામાં આવશે.

આ બેઠકની અધ્યક્ષતા કરનાર પ્રથમ પીએમ મોદી

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના ભૂતપૂર્વ સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીનેએ જણાવ્યું હતું કે, આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) પ્રથમ ભારતીય PM હશે, જે યુએનએસસી બેઠકની અધ્યક્ષતા કરશે.આપને જણાવવું રહ્યું કે, UNSCની આ આઠમી ટર્મ છે.

ભારત પાસે સુરક્ષા પરિષદનું કામચલાઉ સભ્યપદ 

ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો કાયમી સભ્ય નથી. સુરક્ષા પરિષદમાં કુલ 15 દેશો છે, જેમાંથી 10 અસ્થાયી સભ્યો છે. યુનાઇટેડ સ્ટેટ્સ, (United Nations) રશિયા, ફ્રાન્સ, બ્રિટન અને ચીન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કાયમી સભ્યો છે. બિન-કાયમી સભ્ય તરીકે ભારત પાસે 2 વર્ષનો કાર્યકાળ છે, જે જાન્યુઆરી 2021 થી શરૂ થશે. ઉલ્લેખનીય છે કે,લાંબા સમયથી ભારતને સુરક્ષા પરિષદનો (Security Council)કાયમી સભ્ય બનાવવાની માંગ કરવામાં આવી રહી છે.પરંતુ હજુ સુધી કાયમી સભ્યપદ મળ્યું નથી.

 

આ પણ વાંચો : Parliament Monsoon Session: કેન્દ્ર સરકારને ઘેરવા માટે રાહુલ ગાંધીની બ્રેક ફાસ્ટ મિટીંગ, 17 પાર્ટીનાં 150 નેતા ઉપસ્થિત

આ પણ વાંચો : INDIA CORONA UPDATE : 6 દિવસ સુધી 40,000 થી વધુ કેસ આવ્યાં બાદ દેશમાં દૈનિક કોરોના કેસમાં મોટો ઘટાડો નોંધાયો

Next Article