પ્રેમી યુગલ ભૂલ્યુ ભાન અને કરી બેઠા આવી હરકત, જુઓ Video

ગર્લફ્રેન્ડને સુટકેસમાં બંધ કરી અને બોયઝ હોસ્ટેલમાં લઈ જવાનો પ્રયાસ કર્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

પ્રેમી યુગલ ભૂલ્યુ ભાન અને કરી બેઠા આવી હરકત, જુઓ Video
| Updated on: Apr 12, 2025 | 3:17 PM

હરિયાણાની એક યુનિવર્સિટિમાં વિચિત્ર બનાવ બન્યો છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહો છે. હરિયાણાના સોનીપતમાં આવેલી ઓપી જિંદાલ ગ્લોબલ યુનિવર્સિટીના આ બનાવે દરેકને આશ્ચર્યચકિત કરી દીધા છે.

ઘટના એમ છે કે, એક વિદ્યાર્થીએ તેની ગર્લફ્રેન્ડને સુટકેસમાં બંધ કરી અને બોયઝ હોસ્ટેલમાં લઈ જવાનો પ્રયાસ કર્યો. જો કે, સુરક્ષા કર્મચારીઓની સતર્કતાને કારણે તે રંગે હાથે પકડાઈ ગયો. આ ઘટના ત્યારે બહાર આવી જ્યારે હોસ્ટેલના ગેટ પર હાજર સિક્યુરિટી ગાર્ડને સુટકેસમાંથી એક વિચિત્ર અવાજ સંભળાયો.

સિક્યુરિટી ગાર્ડને થઈ શંકા

વિદ્યાર્થી તેની ગર્લફ્રેન્ડને સુટકેસમાં છુપાવીને બોયઝ હોસ્ટેલની અંદર લઈ જઈ રહ્યો હતો. વિદ્યાર્થી હોસ્ટેલના ગેટમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે જ સુટકેસ એક જગ્યા પર અથડાયું અને સુટકેસમાં રહેલી છોકરીએ ચીસો પાડી. ચીસો સાંભળીને સિક્યુરિટી ગાર્ડને શંકા ગઈ અને તેણે તરત જ સૂટકેસની તપાસ કરી. સૂટકેસ ખોલતાની સાથે જ અંદરથી એક છોકરી બહાર આવી, જે છોકરાની ગર્લફ્રેન્ડ હોવાનું કહેવાઈ રહ્યું છે.

વીડિયો થયો વાયરલ

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં હોસ્ટેલની ગેલેરીમાં છોકરીને સૂટકેસમાંથી બહાર કાઢવામાં આવતી જોઈ શકાય છે. આ વીડિયો X પ્લેટફોર્મ પર “ઘર કે કલેશ” નામના એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં હોસ્ટેલના ગાર્ડ અને બીજા લોકો પણ હાજર હતા, જેઓ આ ઘટનાને પોતાના ફોનમાં રેકોર્ડ કરી રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, યુનિવર્સિટી પ્રશાસને આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. યુનિવર્સિટી પ્રશાસન મુજબ બંને વિદ્યાર્થીઓ પર શિસ્તભંગની કાર્યવાહી થઈ શકે છે.

આ પણ વાંચો: બેંગલુરુમાં યુવકે લાજશરમ નેવે મૂકી અને કરી આવી ગંદી હરકત, વીડિયો થયો વાયરલ

Published On - 3:11 pm, Sat, 12 April 25