કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયે ભાવિના પટેલને 8 લાખનું રોકડ ઇનામ આપ્યું

|

Sep 11, 2021 | 12:47 PM

Bhavina Patel ને આ અગાઉ ગુજરાત સરકારે રૂ.3 કરોડનું પુરસ્કાર અને ક્લાસ-1ની નોકરી આપવાની પણ જાહેરાત કરી છે.

કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયે ભાવિના પટેલને 8 લાખનું રોકડ ઇનામ આપ્યું
Union Ministry of Social Justice and Empowerment gives cash prize of Rs 8 lakh to Bhavina Patel

Follow us on

DELHI : કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડો.વીરેન્દ્ર કુમાર અને કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી રામદાસ આઠવલેએ ટોક્યો 2020 પેરાલિમ્પિક મેડલ વિજેતાઓ અને અન્ય ભારતીય ટીમના સભ્યો અને તેમના કોચને એક કાર્યક્રમમાં સન્માનિત કર્યા હતા. વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણ વિભાગ દ્વારા એવોર્ડ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયે પ્રથમ વખત પેરાલિમ્પિક વિજેતાઓને રોકડ પુરસ્કારો આપવાનો નિર્ણય કર્યો છે. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીએ ગોલ્ડ મેડલ માટે 10 લાખ રૂપિયા, સિલ્વર મેડલ માટે 8 લાખ રૂપિયા અને બ્રોન્ઝ મેડલ વિજેતાઓને 5 લાખ રૂપિયા રોકડ ઇનામની જાહેરાત કરી હતી. રોકડ ઇનામો સીધા ખેલાડીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

આ ક્રમમાં ગુજરાતની એક માત્ર પેરાલિમ્પિક વિજેતા ભાવિના પટેલ (Bhavina Patel) ને કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયે 8 લાખનું રોકડ ઇનામ આપ્યું છે. પેરાલિમ્પિકમાં ટેબલ ટેનીસ રમતમાં સિલ્વર મેડલ મેળવવા બદલ ભાવિના પટેલ (Bhavina Patel)ને 8 લાખ રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવ્યું છે.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડો.વિરેન્દ્ર કુમારે તમામ મેડલ વિજેતાઓ અને ભારતીય પેરાલિમ્પિક ટીમના દરેક સભ્યને રાષ્ટ્રને ગૌરવ અપાવવામાં તેમના ઉત્કૃષ્ટ પ્રયાસો માટે અભિનંદન આપ્યા હતા. તેમણે ભારતીય પેરાલિમ્પિક ટીમના કોચનો દેશમાં વર્લ્ડ ક્લાસ વિકલાંગ ખેલાડીઓના વિકાસમાં નોંધપાત્ર યોગદાન બદલ આભાર માન્યો હતો. તેમણે ઈચ્છા વ્યક્ત કરી હતી કે અપંગ ખેલાડીઓ, તેમના કોચ અને તેમના પરિવારના સંયુક્ત પ્રયાસોથી પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતીય ખેલાડીઓની વૃદ્ધી થતી રહેશે અને આગામી પેરાલિમ્પિક્સમાં ભારતીય મેડલની સંખ્યા બમણી થશે.

સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી રામદાસ આઠવલેએ ટોક્યો 2020 પેરાલિમ્પિક્સમાં દેશ માટે વિક્રમજનક મેડલ જીતવા માટે સમગ્ર ભારતીય પેરાલિમ્પિક ટુકડી, તેમના એસ્કોર્ટ્સ અને તેમના કોચને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે અભિનંદન આપ્યા હતા.

આ પણ વાંચો : PM MODIએ સરદારધામનું વર્ચ્યુઅલ લોકાર્પણ અને કન્યા છાત્રાલયનું ઇ-ભૂમિપૂજન કર્યું

આ પણ વાંચો : TAPI : ઉકાઈડેમની જળ સપાટી રુલ લેવલ પર, 4 હાઈડ્રો યુનિટ ચાલુ કરી પાણી છોડવામાં આવ્યું

Published On - 12:45 pm, Sat, 11 September 21

Next Article