કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા થયા કોરોના પોઝિટિવ, ટ્વિટર પર આપી જાણકારી

|

Nov 08, 2022 | 11:20 PM

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા કોરોના પોઝિટિવ હોવાની ટ્વિટર પર માહિતી આપી હતી. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વિટ કર્યું કે, હું તમને બધાને જણાવવા માંગુ છું કે ડોક્ટરોની સલાહ પર કરવામાં આવેલી કોવિડ-19ની તપાસમાં મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા થયા કોરોના પોઝિટિવ, ટ્વિટર પર આપી જાણકારી
Jyotiraditya Scindia
Image Credit source: file photo

Follow us on

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા કોરોના પોઝિટિવ થયા છે. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વિટ કર્યું કે, હું તમને બધાને જણાવવા માંગુ છું કે ડોક્ટરોની સલાહ પર કરવામાં આવેલી કોવિડ-19ની તપાસમાં મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું તમને બધાને વિનંતી કરું છું કે છેલ્લા કેટલાક દિવસોમાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેઓ નજીકના આરોગ્ય કેન્દ્ર પર જાઓ અને તમારી તપાસ કરાવો. હાલમાં દેશમાં કોરોના કેસ ખુબ ઓછા જોવા મળી રહ્યા છે. કોરોનાના કારણે થતા મૃત્યુ આંક પણ ઘટયો છે. તેવામાં ભારતમાં રોજ 1000 કેસની અંદર કોરોના કેસ નોંધાય રહ્યા છે.

આજે જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપની પ્રદેશ કોર ગ્રુપની બેઠકમાં હાજર થયા હતા. પણ તેઓ થોડા સમય બાદ અચાનક સ્વાસ્થ્ય કારણોસર આ બેઠક છોડીને જતા રહ્યા હતા. ભાજપના કેટલાક નેતાઓએ જણાવ્યુ કે, સિંધિયાની તબિયત હાલમાં સારી નથી.  બેઠકમાં અચાનક જતા રહેવા પર અનેક ચર્ચાઓ શરુ થઈ ગઈ હતી  અને મોડી સાંજે કેન્દ્રીય મંત્રીએ ટ્વિટ કરીને  પોતે  કોરોના પોઝિટિવ હોવાની જાણકારી શેયર કરી હતી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની ટ્વિટ

કોણ છે જ્યોતિરાદિત્ય સિંધિયા ?

જ્યોતિરાદિત્ય માધવરાવ સિંધિયાનો જન્મ 1 જાન્યુઆરી, 1971ના રોજ થયો હતો. ભારત સરકારની પંદરમી લોકસભાની કેબિનેટમાં યુપીએ સરકારમાં વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય મંત્રી રહી ચુક્યા છે. હાલમાં તેઓ એનડીએ સરકારમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી છે. તેમણે મધ્ય પ્રદેશમાં લોકસભાની ગુના સંસદીય બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું હતુ.

જ્યોતિરાદિત્ય સિંધિયા મનમોહન સિંહની સરકારમાં કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે, તેઓ ગુના શહેરથી કોંગ્રેસના વિજેતા ઉમેદવાર રહ્યા છે. તેમના પિતા સ્વ. શ્રી માધવરાવ સિંધિયા પણ ગુનાથી કોંગ્રેસના વિજેતા ઉમેદવાર હતા. જ્યોતિરાદિત્ય સિંધિયાએ 2019ની લોકસભા ચૂંટણી ગુના સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે લડી હતી પરંતુ આ વખતે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. 19-6-2020 ના રોજ રાજ્યસભા માટે મધ્યપ્રદેશમાંથી ચૂંટાયા છે. ભાજપમાં જોડાતા પહેલા તેઓ કોંગ્રેસમાં હતા. તેઓ રાહુલ ગાંધીના સૌથી નજીકના મિત્ર અને નેતા હતા. પણ વિચારોના મતભેદને કારણે તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા.

 

Published On - 10:32 pm, Tue, 8 November 22

Next Article