ઉમેશ પાલ મર્ડર કેસના આરોપીનું એન્કાઉન્ટર, ઉસ્માન ચૌધરીને વાગી ગોળી

વિજય કુમાર ઉર્ફે ઉસ્માન ચૌધરીએ જ ઉમેશ પાલને પહેલા ગોળી મારી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત 24 ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં ઉમેશ પાલની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

ઉમેશ પાલ મર્ડર કેસના આરોપીનું એન્કાઉન્ટર, ઉસ્માન ચૌધરીને વાગી ગોળી
| Edited By: | Updated on: Mar 06, 2023 | 8:08 AM

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ઉમેશ પાલ હત્યા કેસમાં વધુ એક એન્કાઉન્ટર થયું છે. આ એન્કાઉન્ટરમાં વિજય કુમાર ઉર્ફે ઉસ્માન ચૌધરીને ગોળી વાગી છે. વિજય કુમાર ઉર્ફે ઉસ્માન ચૌધરીને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઉસ્માને જ ઉમેશ પાલને પહેલી ગોળી મારી હતી.

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ઉમેશ પાલ હત્યા કેસમાં પોલીસ કાર્યવાહી ચાલુ છે. હત્યા કેસમાં વધુ એક આરોપીનું એન્કાઉન્ટર થયું છે. આ એન્કાઉન્ટરમાં વિજય કુમાર ઉર્ફે ઉસ્માન ચૌધરીને ગોળી વાગી હતી. ઉસ્માનને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઉસ્માને જ ઉમેશ પાલને પહેલા ગોળી મારી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત 24 ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં ઉમેશ પાલની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

કહેવામાં આવી રહ્યું છે કે આ એન્કાઉન્ટર પ્રયાગરાજના કૌંધિયારા વિસ્તારમાં થયું હતું. આ દરમિયાન ઉસ્માન ચૌધરીને ગોળી વાગી હતી. તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે SRN હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઉમેશ પાલ હત્યા કેસમાં આ બીજું એન્કાઉન્ટર છે. અગાઉ પોલીસે અતીક અહેમદના નજીકના સાથીદાર અરબાઝને એન્કાઉન્ટમાં ઠાર કર્યો હતો.. અરબાઝ ક્રેટા કાર ચલાવતો હતો, જેનો ઉપયોગ ઉમેશ પાલની હત્યામાં કરવામાં આવી હતી.

24 ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં ઉમેશ પાલ અને તેના ગનરને બદમાશોએ ગોળી મારીને હત્યા કરી હતી. રાજુપાલ હત્યા કેસમાં ઉમેશ પાલ સાક્ષી હતો. ઉમેશ કારમાંથી નીચે ઉતર્યો કે તરત જ બદમાશોએ તેના પર ગોળીબાર કર્યો. આ દરમિયાન ગોળી વાગવાથી તેનું અને તેના ગનરનું મોત થયું હતું. બદમાશોએ 44 સેકન્ડમાં આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો. જેના સીસીટીવી પણ સામે આવ્યા હતા.

Published On - 7:18 am, Mon, 6 March 23