મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલ લોકના લોકાર્પણ બાદ સતત મંદિરમાં શ્રદ્ધાળુઓની સંખ્યા વધતી જઈ રહી છે. જ્યાં મહાશિવરાત્રી પર ઉજ્જૈનમાં 10 લાખ ભક્તોના આવવાનું અનુમાન હતુ પણ મહાશિવરાત્રીના 1 દિવસ પહેલા એટલે કે 17 ફેબ્રુઆરી 2023થી જ લાખો શ્રદ્ધાળુઓ બાબા મહાકાલના દર્શન કરવા માટે મંદિરમાં આવ્યા.
શ્રી મહાકાલેશ્વર મંદિરના પ્રશાસક સંદીપ સોનીએ જણાવ્યું કે 17 ફેબ્રુઆરી 2023ના રાત્રે 2 વાગ્યાથી બાબા મહાકાલના કપાટ ખુલ્યા બાદ 44 કલાક સુધી બાબા મહાકાલના દર્શન ચાલુ છે, જેમાં અત્યાર સુધી કુલ 15 લાખ શ્રદ્ધાળુઓ બાબા મહાકાલના દિવ્ય દર્શનનો લાભ લઈ ચૂક્યા છે.
શ્રી મહાકાલેશ્વર મંદિરના પ્રશાસક સંદીપ સોનીએ એ પણ જણાવ્યું કે મહાશિવરાત્રી પુરી થશે ત્યાં સુધી બાબા મહાકાલના દર્શન કરનારા શ્રદ્ધાળુઓનો આંકડો આ વખતે નવો રેકોર્ડ બનાવશે. જણાવી દઈએ કે મહાકાલ લોકાર્પણ બાદ નવા વર્ષમાં પણ આ વખતે લાખો ભક્તો બાબા મહાકાલના દરબારમાં હાજર રહ્યા હતા.
આ પણ વાંચો: ઉદ્ધવ ઠાકરેની ‘મોગેમ્બો’ વાળી ટિપ્પણી બાદ ભાજપે કહ્યું- તમે ‘મિસ્ટર ઈન્ડિયા’ની જેમ ગાયબ થઈ રહ્યા છો
શ્રી મહાકાલ લોકના વિકાસ અને સુવિધાયુક્ત થયા બાદ મંદિરની આવકમાં પણ મોટો વધારો થયો છે. શ્રી મહાકાલેશ્વર મંદિરના પ્રશાસક સંદીપ સોનીએ જણાવ્યું કે મહાશિવરાત્રી પર્વ પર સતત 4 પ્રહરની આરતી કરવામાં આવી. જે સવાર સુધી ચાલે છે.
શ્રી મહાકાલેશ્વર મંદિરના પ્રશાસક સંદીપ સોનીનું કહેવું છે કે આ આરતીના કારણે બાબાનો દરબાર મહાશિવરાત્રી પર્વ પર 44 કલાક રાતભર દર્શનાર્થીઓ માટે ખુલ્લો રહે છે. દર્શનાર્થીઓને આવવા-જવા માટે કોઈ પ્રકારની અસુવિધા ના થાય તે માટે બસ ચલાવવામાં આવી હતી. જ્યારે દર્શન વ્યવસ્થા માટે ઠેર-ઠેર એલઈડી વોલ લગાવીને પણ દર્શનાર્થીને બાબા મહાકાલના દર્શન કરાવવામાં આવ્યા.
ઉજ્જૈનની કાયાપલટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશમાં વિકાસ મોડલની નવી તસ્વીર દુનિયાની સામે રજૂ કરી છે. જ્યાં દેશ દુનિયાથી ઉજ્જૈનની સારી કનેક્ટિવિટીએ શ્રી મહાકાલેશ્વર મંદિરનો રસ્તો સરળ કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે 11 ઓક્ટોબર 2022એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાકાલ લોકનું લોકાર્પણ કર્યા બાદ ઉજ્જૈન નગરીમાં શ્રદ્ધાળુઓનો રેકોર્ડબ્રેક ધસારો છે.
બાબા મહાકાલની નગરી ઉજ્જૈન દરરોજ નવા કીર્તિમાન સ્થાપિત કરી રહી છે. આ વર્ષે મહાશિવરાત્રી પર રેકોર્ડસ્તર પર શ્રદ્ધાળુઓએ બાબાના દરબારમાં હાજરી લગાવી છે. વર્ષ 2023ની શરૂઆત હોય અથવા અન્ય પર્વ, શિવ ભક્ત વિશ્વ પ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન માટે ઉજ્જૈન આવે છે. જેનાથી મધ્યપ્રદેશના પર્યટન ઉદ્યોગને પણ નવી ઉંચાઈ મળી રહી છે. મંદિર પ્રશાસન તરફથી જણાવવામાં આવ્યું કે આ વખતે મહાશિવરાત્રી પર બાબા મહાકાલના દર્શનના તમામ રેકોર્ડ તુટી ચૂક્યા છે. આંકડો 15 પહોંચ્યા બાદ પણ સતત મંદિરમાં બાબા મહાકાલના દર્શન માટે ભક્તો આવી રહ્યા છે.