મોદી સરકારે ફરીથી દેશની સત્તા સંભાળી લીધી છે. રાષ્ટ્રપતિ ભવનમાં નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદ માટે શપથ લીધા. તેમની સાથે જ 57 મંત્રીઓએ પણ પદ અને ગોપનીયતાના શપથ લીધા. એક તરફ મોદી સરકાર દિલ્હીમાં શપથ લઈ રહી હતી ત્યારે બીજી તરફ અબૂ ધાબીમાં ખુશી મનાવવામાં આવી રહી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Now this is true friendship! As PM @narendramodi is sworn in for a second term in office, the iconic @AdnocGroup tower in Abu Dhabi is lit up with India and UAE flags and portraits of our PM and of HH Sheikh @MohamedBinZayed @IndianDiplomacy @PMOIndia pic.twitter.com/fnlkEdPHFW
— IndAmbUAE (@navdeepsuri) May 30, 2019
સંયૂક્ત અરબ અમીરાત સરકારે મોદી સરકારના શપથ ગ્રહણ દરમિયાન રાજધાની અબૂ ધાબીની આઈકોનિક એડનોક ગ્રુપના ટાવર ભારત અને અબુધાબીના ઝંડામાં રંગ્યો હતો. બંને દેશોના ઝંડા સિવાય વડાપ્રધાન મોદી અને UAEના શેખ મોહમ્મદ બિન જાયદના પોટ્રેટ પણ બનાવવામાં આવ્યા.
UAEમાં ભારતીય રાજદૂત નવદીત સુરીએ કહ્યું કે વડાપ્રધાન મોદીએ બીજા કાર્યકાળ માટે શપલ લીધા, આઈકોનિક એડનોક ગ્રુપ ટાવર ભારત અને UAEના ઝંડા અને અમારા વડાપ્રધાન અને શેખ મોહમ્મદ બિન જાયદના પોટ્રેટથી રોશન થઈ ગયા. આવનારા સમયમાં બંને દેશોની વચ્ચે સંબંધોના વિકાસનો અભૂતપૂર્વ સમય શરૂ થશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 3:02 am, Fri, 31 May 19