જાણો 2 શક્તિશાળી રાફેલની મિસાઈલ વિશે જે દુરથી જ દુશ્મનનો બોલાવશે ખાત્મો

|

Oct 08, 2019 | 11:57 AM

બાલાકોટ એર સ્ટ્રાઈકના સમયે ભારતે ફાઈટર જેટ રાફેલની કમી મહસૂસ કરી હતી પણ હવે આ રાહ જોવાનો સમય પુરો થઈ ચૂક્યો છે. આજે દશેરાના દિવસે રક્ષાપ્રધાન રાજનાથસિંહ ફ્રાંસીસી કંપની ડેસોના પ્રોડક્શન પ્લાન્ટ બોર્દુમાં શસ્ત્ર પૂજન કરશે અને પ્રથમ ફાઈટર જેટ પ્રાપ્ત કરશે. ફાઈટર જેટ રાફેલ ઘણું ખાસ છે. મિસાઈલ કંપની મુજબ રાફેલમાં 2 એવી મિસાઈલ […]

જાણો 2 શક્તિશાળી રાફેલની મિસાઈલ વિશે જે દુરથી જ દુશ્મનનો બોલાવશે ખાત્મો

Follow us on

બાલાકોટ એર સ્ટ્રાઈકના સમયે ભારતે ફાઈટર જેટ રાફેલની કમી મહસૂસ કરી હતી પણ હવે આ રાહ જોવાનો સમય પુરો થઈ ચૂક્યો છે. આજે દશેરાના દિવસે રક્ષાપ્રધાન રાજનાથસિંહ ફ્રાંસીસી કંપની ડેસોના પ્રોડક્શન પ્લાન્ટ બોર્દુમાં શસ્ત્ર પૂજન કરશે અને પ્રથમ ફાઈટર જેટ પ્રાપ્ત કરશે.

ફાઈટર જેટ રાફેલ ઘણું ખાસ છે. મિસાઈલ કંપની મુજબ રાફેલમાં 2 એવી મિસાઈલ લાગેલી છે, જેના કારણે ભારત હવાઈ હુમલામાં દુનિયામાં બાહુબલી સાબિત થઈ શકે છે. રાફેલમાં સ્કૈલ્પ અને મેટેઓર 2 એવી મિસાઈલ લાગેલી છે, જે ભારતીય વાયુસેના માટે ગેમચેન્જર સાબિત થશે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સ્કૈલ્પ લોન્ગ રેન્જના લીધે રાફેલ વિમાનને દુશ્મનના વિસ્તારમાં જવાની જરૂરિયાત નથી. સ્કૈલ્પ મિસાઈલ લાંબા અંતર સુધી માર કરવા માટે અને સર્જિકલ સ્ટ્રાઈક જેવા ઓપરેશન માટે જ બની છે. 600 કિલોમીટર સુધી માર કરનારી 1300 કિલો વજનની સ્કૈલ્પ મિસાઈલથી રાફેલ રાજસ્થાનથી જ પાકિસ્તાનના કરાંચી જેવા બીજા મોટા શહેરને નિશાનો બનાવી શકે છે. તેમાં 100 કિલોમીટર સુધી માર કરવાની બીજી મિસાઈલ પણ લાગેલી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

મેટેઓર મિસાઈલ હવામાં હુમલાને રોકે છે. આ બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જની સૌથી મારક મિસાઈલ છે. આ મિસાઈલને MBDAએ બ્રિેટન, જર્મની, ઈટલી, ફ્રાન્સ અને સ્વીડનની માંગને ધ્યાનમાં રાખીને તૈયાર કર્યુ છે. મેટેઓર એડવાન્સ રડાર ગાઈડેડ મિસાઈલ છે.

આ કોઈ પણ વાતાવરણમાં વિમાનો અને મિસાઈલોને ધ્વસ્ત કરે છે. સૌથી મહત્વની વાત એ છે કે રાફેલનો રડાર દુશ્મનના રડારને અવરોધિત કરવામાં પણ સક્ષમ છે. પ્રથમ રાફેલ ભારતમાં આવતા વર્ષે મે મહિનાના અંત સુધીમાં આવશે. તે સમય સુધી 10 ભારતીય પાયલટ અને 40 ટેક્નીશિયન ફ્રાન્સમાં જ રાફેલની સાથે ટ્રેનિંગ કરશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ ટીમ ભારત પરત ફરીને એટલા જ વાયુસૈનિકોને ટ્રેનિંગ આપશે. પહેલા 18 રાફેલ વિમાન અંબાલા એરબેઝ પર તૈનાત થશે. બીજા 18 રાફેલ વિમાન પશ્ચિમ બંગાળના હાશીમારા બેઝ પર તૈનાત થશે. હાશીમારા બેઝથી ચીન અને અંબાલાથી પાકિસ્તાનને જવાબ આપવાની સ્ટ્રેટેજી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article