ભારતની સાથે FTA પર વધુ બે દેશ કરવા માંગે છે વાટાઘાટો, કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલે આપી જાણકારી

|

Oct 30, 2021 | 6:52 AM

મુક્ત વેપાર કરાર હેઠળ, બે સહભાગી દેશો વચ્ચેના વેપારની મહત્તમ સંખ્યા પર કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવે છે અથવા દૂર કરવામાં આવે છે

ભારતની સાથે FTA પર વધુ બે દેશ કરવા માંગે છે વાટાઘાટો, કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલે આપી જાણકારી
Piyush Goyal - File Photo

Follow us on

વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલે (Piyush Goyal) ગુરુવારે જણાવ્યું હતું કે વધુ બે દેશો અને એક જૂથે ભારત સાથે મુક્ત વેપાર કરાર (Free trade Agreement- FTA) પર વાટાઘાટો કરવામાં રસ દાખવ્યો છે. જો કે મંત્રીએ આ દેશોના નામ જાહેર કર્યા નથી.

તેમણે કહ્યું,”અમે યુકે, યુરોપિયન યુનિયન, સંયુક્ત આરબ અમીરાત અને ઓસ્ટ્રેલિયા સાથે FTAs ​​પર વાટાઘાટો કરી રહ્યા છીએ અને છેલ્લા ત્રણ દિવસમાં વધુ બે દેશો અને એક જૂથે રસ દર્શાવ્યો છે કે તેઓ FTA માટે વાટાઘાટો શરૂ કરવા માંગે છે,”

નોંધનીય છે કે મુક્ત વેપાર કરાર હેઠળ, બે સહભાગી દેશો વચ્ચેના વેપારની મહત્તમ સંખ્યા પર કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવે છે અથવા દૂર કરવામાં આવે છે. વધુમાં, તેઓ સેવાઓમાં વેપાર અને રોકાણને પ્રોત્સાહન આપવા માટે ધોરણોને ઉદાર બનાવે છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

પીયૂષ ગોયલે PM ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન વિશે શું કહ્યું
‘મલ્ટિ-મોડલ’ કનેક્ટિવિટી સિસ્ટમ માટે PM ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન વિશે વાત કરતાં, ગોયલે કહ્યું કે તેનો હેતુ ‘લોજિસ્ટિક’ ખર્ચ ઘટાડવા અને અર્થતંત્રને વેગ આપવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સંકલિત રીતે વિકસાવવાનો છે.

તેમણે કહ્યું કે આનાથી રોકાણ આકર્ષવામાં અને નોકરીઓનું સર્જન કરવામાં મદદ મળશે. આનાથી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ઝડપી વિકાસમાં પણ મદદ મળશે અને હજારો કરોડ રૂપિયાની બચત થશે. તેમણે કહ્યું, “ગતિ શક્તિના ઘણા ફાયદા છે. આ ઉત્તમ યોજના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને સમયસર પૂર્ણ કરવામાં મદદ કરશે.

આ પહેલા કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે ટેક્સટાઈલ મશીનરી સેક્ટરમાંથી આયાત પરની નિર્ભરતા ઘટાડવાની વાત કરી હતી. ટેક્સટાઇલ મશીનરી સેક્ટરમાં 100 ‘ચેમ્પિયન’ના વિકાસ પર ભાર મૂકતા તેમણે કહ્યું કે ટેક્સટાઇલ એન્જિનિયરિંગ ઉદ્યોગ અને સરકારના સંયુક્ત પ્રયાસોથી સેક્ટરની આયાત નિર્ભરતા ઘટાડી શકાય છે. વાણિજ્ય અને ઉદ્યોગ, કાપડ, ગ્રાહક બાબતો અને ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રીએ શુક્રવારે ટેક્સટાઇલ મશીનરી ઉત્પાદકો સાથે વિડીયો કોન્ફરન્સ દરમિયાન આ વાત કરી હતી.

આ પણ વાંચો: અમેરિકા: FDAએ 5-11 વર્ષના બાળકોની કોરોના રસી માટે Pfizer ને મંજૂરી આપી

આ પણ વાંચો: Aryan khan drug case : આર્યન ખાનનો રિલીઝ ઓર્ડર જેલની અંદર પહોંચ્યો

Next Article