Jammu Kashmir: શોપિયાં જિલ્લામાંથી લશ્કરના બે આતંકવાદીઓની ધરપકડ, મોટા ષડયંત્ર પહેલા જ થયો પર્દાફાશ

|

Feb 23, 2022 | 9:49 PM

બે દિવસ પહેલા જ ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં લશ્કર-એ-તૈયબના એક શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ કરી છે.

Jammu Kashmir: શોપિયાં જિલ્લામાંથી લશ્કરના બે આતંકવાદીઓની ધરપકડ, મોટા ષડયંત્ર પહેલા જ થયો પર્દાફાશ
Symbolic Image

Follow us on

Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં લશ્કર-એ-તૈયબના બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યુ કે સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશનમાં (Search Opreation) શોપિયાં જિલ્લામાંથી લશ્કરના બે આતંકવાદીઓને પકડવામાં આવ્યા હતા. આ આતંકવાદીઓ (Terrorist) પાસેથી એક AK 47 રાઈફલ, એક મેગેઝિન અને 24 રાઉન્ડ એકે દારૂગોળો મળી આવ્યો છે. તમને જણાવી દઈએ કે બે દિવસ પહેલા જ ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં લશ્કર-એ-તૈયબના એક શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ પોલીસને બાતમી મળી હતી કે શોપિયાં જિલ્લામાં કેટલાક આતંકવાદીઓ છુપાયેલા છે. ગુપ્ત માહિતીના આધારે સેનાએ જમ્મુ-કાશ્મીર પોલીસ સાથે મળીને એક ટીમ બનાવી અને શોપિયાંમાં એક ઘરમાંથી લશ્કરના બે આતંકવાદીઓની ધરપકડ કરી. હાલ બંને આતંકવાદીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. જે રીતે તેમની પાસેથી હથિયારો મળ્યા છે તે જોતાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેઓ શ્રીનગરમાં અન્ય કેટલાક આતંકવાદીઓ સાથે મળીને મોટા ષડયંત્રને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

 બે આતંકવાદી સહયોગીઓની ધરપકડ કરવામાં આવી

શનિવારે પણ કેન્દ્રશાસિત પ્રદેશમાં અલગ-અલગ કાર્યવાહીમાં આતંકવાદીઓના બે સહયોગીઓની ધરપકડ કરવામાં આવી હતી. પુલવામા અને શ્રીનગરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. એક પોલીસ પ્રવક્તાએ જણાવ્યુ હતુ કે એક સૂચનાના આધારે સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીરના પુલવામામાં રહેમુ વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જેમાં એક આતંકી માર્યો ગયો હતો. આ મામલે એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે શોપિયાના જૈનપુરા વિસ્તારના ચેરમાર્ગમાં આતંકવાદીઓની હાજરી વિશે બાતમી મળ્યા બાદ સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો હતો અને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ.

 

આ પણ વાંચો : Cobra Warrior: ભારતીય વાયુસેના UK માં બતાવશે પોતાની તાકાત, આ ફાઇટર એરક્રાફ્ટ કવાયતમાં લેશે ભાગ

આ પણ વાંચો : Nawab Malik Arrested: મમતા બેનર્જીએ શરદ પવારને કર્યો ફોન, ભાજપ પર લગાવ્યો એજન્સીઓના દુરુપયોગનો આરોપ

Next Article