કેબિન ક્રૂ સાથે ગેરવર્તણૂક પડી મોંઘી, બે વિદેશી નાગરિકોને ફ્લાઈટમાંથી ઉતારાયા

|

Jan 08, 2023 | 9:31 AM

ગોવાથી મુંબઈ જતી Go First ફ્લાઈટમાંથી બે વિદેશી નાગરિકોને એક મહિલા ક્રૂ મેમ્બર સાથે કથિત રીતે ગેરવર્તણૂક કર્યા બાદ ઉતારવામાં આવ્યા હતા. Go Firstના પ્રવક્તાએ શનિવારે આ જાણકારી આપી હતી.

કેબિન ક્રૂ સાથે ગેરવર્તણૂક પડી મોંઘી, બે વિદેશી નાગરિકોને ફ્લાઈટમાંથી ઉતારાયા
Image Credit source: File Photo

Follow us on

બે વિદેશી નાગરિકોને ગોવાથી મુંબઈ જતી Go First ફ્લાઈટમાંથી એક મહિલા ક્રૂ મેમ્બર સાથે કથિત રીતે ગેરવર્તણૂક કર્યા બાદ ફ્લાઈટમાંથી ઉતારવામાં આવ્યા હતા. એરલાઈનના પ્રવક્તાએ શનિવારે આ જાણકારી આપી. પ્રવક્તાએ કહ્યું કે શુક્રવારે બનેલી ઘટનાની જાણ ઉડ્ડયન નિયામક DGCAને પણ કરવામાં આવી છે. આ ઘટના એવા સમયે બની છે, જ્યારે ગયા વર્ષના અંતમાં ટાટા ગ્રૂપ સંચાલિત ખાનગી એરલાઇન કંપની એર ઈન્ડિયાની આંતરરાષ્ટ્રીય ફ્લાઈટમાં એક પુરુષ પેસેન્જરે મહિલા સહ-પ્રવાસી પર કથિત રીતે પેશાબ કર્યો હતો.

ગો ફર્સ્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ક્રૂ સાથે ગેરવર્તન કર્યા બાદ બે વિદેશી નાગરિકોને ઉતારી દેવામાં આવ્યા હતા. હકીકતમાં, તે ક્રૂ મેમ્બરને ચીડવતા હતા અને તેના પર ટિપ્પણી કરતા હતા. બીજા પ્રવાસીઓએ પણ તેમના વર્તન સામે વાંધો ઉઠાવ્યો હતો. આ બાબતની જાણ કેપ્ટનને કરવામાં આવી હતી અને બંને વિદેશી મુસાફરોને ઉતારી દેવામાં આવ્યા હતા અને સુરક્ષા અધિકારીઓને સોંપવામાં આવ્યા હતા, આ ઘટના ટેક-ઓફ પહેલા બની હતી. ડીજીસીએના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, અમને માહિતી આપવામાં આવી છે. તેને નીચે ઉતારીને સુરક્ષાકર્મીઓને સોંપવામાં આવ્યો હતો.

એર ઈન્ડિયા પેશાબ કાંડના આરોપીની ધરપકડ

દિલ્હી પોલીસે શનિવારે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મહિલા સહ-યાત્રી પર પેશાબ કરવા બદલ બેંગલુરુના એક વ્યક્તિની ધરપકડ કરી હતી. તે જ સમયે, એરલાઈનના CEOએ આ ઘટના માટે માફી માંગી છે. સીઈઓએ જણાવ્યું હતું કે, ચાર ક્રૂ મેમ્બર્સ અને એક પાઈલટને તપાસ પૂર્ણ થવા સુધી ફરજ પરથી દૂર કરવામાં આવ્યા છે અને એરલાઈન બોર્ડ પર આલ્કોહોલ સર્વ કરવા અંગેની તેમની નીતિની સમીક્ષા કરી રહ્યા છીએ. અધિકારીઓએ જણાવ્યું કે દિલ્હી પોલીસે 34 વર્ષીય શંકર મિશ્રાની બેંગલુરુમાંથી ટેકનિકલ સર્વેલન્સથી ધરપકડ કરી હતી.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

અમેરિકન કંપનીએ પણ મિશ્રાને નોકરીમાંથી કાઢી મુક્યો

આરોપી શંકર મિશ્રાએ 26 નવેમ્બર 2022એ ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટના બિઝનેસ ક્લાસમાં નશાની હાલતમાં એક વૃદ્ધ મહિલા પર કથિત રીતે પેશાબ કર્યો હતો. મહિલાએ એર ઈન્ડિયાને આપેલી ફરિયાદના આધારે દિલ્હી પોલીસે 4 જાન્યુઆરીએ મિશ્રા વિરુદ્ધ FIR નોંધી હતી. ભારતમાં અમેરિકન મલ્ટીનેશનલ કંપની વેલ્સ ફાર્ગો સાથે કામ કરી રહેલા મિશ્રાને શુક્રવારે બરતરફ કરવામાં આવ્યો હતો.

Next Article