Twitter એ ઉપરાષ્ટ્રપતિ M Venkaiah Naidu ના વ્યક્તિગત એકાઉન્ટ પરથી બ્લ્યુ ટીક હટાવ્યું, વિવાદ થતા ફરી લગાવ્યું

|

Jun 05, 2021 | 6:28 PM

5 જૂનની સવારે Twitter એ ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુ (M Venkaiah Naidu) ના વ્યક્તિગત એકાઉન્ટ પરથી વેરીફાઈ અને ઓથેન્ટિકકેશનનું બ્લુ ટીક હટાવી દીધું હતું.

Twitter એ ઉપરાષ્ટ્રપતિ M Venkaiah Naidu ના વ્યક્તિગત એકાઉન્ટ પરથી બ્લ્યુ ટીક હટાવ્યું, વિવાદ થતા ફરી લગાવ્યું
સાંકેતિક તસ્વીર

Follow us on

નવા IT નિયમોને લઈને ભારત સરકાર અને Twitter વચ્ચે પહેલાથી જ અણબનાવ વધી ગયો હતો. આવામાં ટ્વીટરની એક કાર્યવાહી એ સરકારને તેના પર પ્રહાર કરવાનો મોકો આપી દીધો. ટ્વીટરે ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુ (M venkaiah naidu ) ના વ્યક્તિગત એકાઉન્ટ પરથી વેરીફાઈ-ઓથેન્ટિકેશનનું બ્લુ ટીક હટાવી દીધું હતું.

 

M venkaiah naidu એકાઉન્ટ પરથી બ્લ્યુ ટીક હટાવ્યું
5 જૂનની સવારે ટ્વીટર પર Vice Precident of India ટ્રેન્ડ થવા લાગ્યું હતું. આ ટ્રેન્ડ પાછળનું કારણ એ હતું કે ટ્વીટરે ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુ (M venkaiah naidu) ના વ્યક્તિગત એકાઉન્ટ પરથી વેરીફાઈ અને ઓથેન્ટિકેશનનું બ્લુ ટીક હટાવી દીધું હતું. આ સમાચાર ફેલાતા જ ટ્વીટરના વિરોધમાં ધડાધડ ટ્વીટ થવા લાગ્યા. મામલો હાથ બહાર થતો જઈ રહ્યો હોવાનું જાણી Twitter બેકફૂટ પર આવી ગયું હતું.

વિવાદ વધતા ફરી લગાવ્યું બ્લ્યુ ટીક
ટ્વીટરે ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુ (M venkaiah naidu) ના વ્યક્તિગત એકાઉન્ટ પરથી વેરીફાઈ અને ઓથેન્ટિકેશનનું બ્લુ ટીક હટાવવું ભારે પડ્યું હતું. ઉપરાષ્ટ્રપતિ એ ભારતનું સૌથી મોટું બીજું બંધારણીય પદ છે. આ મહત્વના પદ પર બેસેલા વ્યક્તિના એમ.વેંકૈયા નાયડુના વ્યક્તિગત એકાઉન્ટ પરથી બ્લ્યુ ટીક હટાવવું ટ્વીટરને એટલું ભારે પડ્યું કે ટ્વીટરે તરત જ બે કલાકમાં જ ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુના વ્યક્તિગત એકાઉન્ટ પર બ્લ્યુ ટીક લગાવી દીધું અને આ કરવા પાછળની સ્પષ્ટતા પણ આપી હતી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

બ્લ્યુ ટીક હટાવવા અંગે ટ્વીટરે કરી સ્પષ્ટતા
Twitter એ ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુ (M venkaiah naidu) ના વ્યક્તિગત એકાઉન્ટ પરથી વેરીફાઈ અને ઓથેન્ટિકેશનનું બ્લુ ટીક હટાવવા અંગે સ્પષ્ટતા કરી હતી. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે નાયડુનું અકાઉન્ટ ગત મહિને એક્ટિવ નહોતું, જે કારણોસર હેન્ડલને અનવેરિફાય કરાયું હતું. ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુના અકાઉન્ટને 11 લાખ લોકો ફોલો કરે છે. તેમના ટ્વિટર અકાઉન્ટથી ગત 11 મહિનાથી એકપણ ટ્વીટ નહોતું થયું. આ અકાઉન્ટ પરથી 23 જુલાઈ 2020ના રોજ છેલ્લી ટ્વીટ કરવામાં આવી હતી.

શું છે બ્લ્યુ ટીક હટાવવા અંગેનો નિયમ
Twitter પર કોઈપણ એકાઉન્ટ પરથી બ્લ્યુ ટીક હટાવવાની પ્રથમ શરત એ છે કે જો એકાઉન્ટ લાંબા સમય સુધી સક્રિય ન હોય, તો પછી કંપની બ્લ્યુ ટીક ને દૂર કરી શકે છે. સૌથી અગત્યની બાબત એ છે કે કંપની બ્લ્યુ ટીક ને દૂર કરતા પહેલા યુઝર્સને નોટિસ નહીં આપે. ટ્વિટરની નીતિ સ્પષ્ટ જણાવે છે કે તે નોટિસ આપ્યા વિના આવા એકાઉન્ટ પરથી બ્લ્યુ ટીક વેરિફિકેશનને દૂર કરી શકે છે.

આ પણ વાંચો : Twitter એ સંઘપ્રમુખ Mohan Bhagwat સહીત સંઘના અન્ય નેતાઓના એકાઉન્ટ પરથી બ્લ્યુ ટીક હટાવ્યું

આ પણ વાંચો : જો કરશો આ ભૂલ તો Twitter તમારા એકાઉન્ટ પરથી પણ હટાવશે ઓથેન્ટિકેશનનું Blue Tick

Published On - 4:24 pm, Sat, 5 June 21

Next Article