TV9 Exclusive: દિવાળી પહેલા પીએમ મોદી બ્રિટનની મુલાકાત લેશે, COP26 ને કરશે સંબોધન

વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) સંયુક્ત રાષ્ટ્રની ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે બ્રિટન જઈ રહ્યા છે. પીએમની આ મુલાકાત માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

TV9 Exclusive: દિવાળી પહેલા પીએમ મોદી બ્રિટનની મુલાકાત લેશે, COP26 ને કરશે સંબોધન
Prime Minister Narendra Modi (file photo)
| Edited By: | Updated on: Oct 13, 2021 | 1:44 PM

વડા પ્રધાન નરેન્દ્ર મોદી યુકેના ગ્લાસગોમાં આયોજિત સંયુક્ત રાષ્ટ્રની ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ (Climate Change Conference)ની શરૂઆતમાં ભાગ લેશે. COP 26 તરીકે ઓળખાતી આ ક્લાઇમેટ કોન્ફરન્સ 31 ઓક્ટોબરથી 12 નવેમ્બર દરમિયાન આયોજિત કરવામાં આવી રહી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) સંયુક્ત રાષ્ટ્રની ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સમાં (Climate Change Conference) ભાગ લેવા માટે બ્રિટન (Britain) જઈ રહ્યા છે. પીએમની આ મુલાકાત માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. માનવામાં આવે છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાત ઇટાલીમાં જી -20 સમિટમાં તેમની ભાગીદારી સાથે થશે. જોકે આ પ્રવાસો અંગે હજુ સુધી સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. (PM Modi will visit Britain)

TV9 ને મળેલી પ્રાપ્ત માહિતી અનુસાર, વડા પ્રધાન નરેન્દ્ર મોદી યુકેના ગ્લાસગોમાં(Glasgow) આયોજિત સંયુક્ત રાષ્ટ્રની ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સની(United Nations Climate Change Conference) શરૂઆતમાં ભાગ લેશે. COP 26 તરીકે ઓળખાતી આ ક્લાઇમેટ કોન્ફરન્સ 31 ઓક્ટોબરથી 12 નવેમ્બર દરમિયાન આયોજિત કરવામાં આવી રહી છે. વિશ્વભરના ઘણા દેશના વડા તેમાં ભાગ લેશે. વડાપ્રધાન મોદી 1 અથવા 2 નવેમ્બરે ક્લાઇમેટ કોન્ફરન્સને (Climate Conference)પણ સંબોધિત કરી શકે છે.

કોરોના સમયગાળા દરમિયાન પીએમ મોદીની ત્રીજી મુલાકાત
બ્રિટનની મુલાકાત પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી G-20 સમિટમાં ભાગ લેવા માટે ઇટાલી જશે. જી -20 સમિટ 30-31 ઓક્ટોબરના રોજ રોમમાં યોજાઈ રહી છે. વડાપ્રધાન જી -20 સમિટ બાદ ત્યાંથી બ્રિટન જવા રવાના થશે. કોરોના સમયગાળા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ ત્રીજો વિદેશ પ્રવાસ હશે. આ વર્ષે માર્ચમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી બાંગ્લાદેશની આઝાદીની 50 મી વર્ષગાંઠમાં ભાગ લેવા માટે ઢાંકા અને અન્ય સ્થળોએ ગયા હતા. ગયા મહિને અમેરિકાની મુલાકાત દરમિયાન વડાપ્રધાને રાષ્ટ્રપતિ જો બાઈડનને મળ્યા, QUAD સમિટમાં ભાગ લીધો અને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધી હતી.

આ પણ વાંચોઃ આ લોકો મહાત્મા ગાંધીને બદલે વીર સાવરકરને રાષ્ટ્રપિતા બનાવી દેશે, AIMIM ના વડા ઓવેસીનો રાજનાથસિંહ પર વાકપ્રહાર

આ પણ વાંચોઃ Fact Check : શું સાચે WhatsApp રોજ રાત્રે થઇ જશે બંધ ? સરકારે સાચે આપ્યા છે આવા કોઇ આદેશ ? જાણો વાયરલ મેસેજની સત્યતા