BBC વિરુદ્ધ 13 નિવૃત જજ સહિત 302 પ્રતિષ્ઠિત લોકોએ લખ્યો પત્ર, કહ્યું – ગુજરાત રમખાણો પર બનેલી ડોક્યૂમેન્ટ્રી એકતરફા છે

|

Jan 21, 2023 | 7:04 PM

આ 302 લોકોમાં 13 રિટાયર્ડ જજ, 133 રિટાયર્ડ બ્યૂરોક્રેટ્સ, 33 રાજદૂત અને 156 રિટાયર્ડ સૈન્ય અધિકારીઓ પણ સામેલ છે. 17 જાન્યુઆરીના દિવસે રિલીઝ થયેલી આ ડોક્યુમેન્ટ્રીને ભારત સરકારે યૂટ્યૂબથી હટાવી દીધી હતી.

BBC વિરુદ્ધ 13 નિવૃત જજ સહિત 302 પ્રતિષ્ઠિત લોકોએ લખ્યો પત્ર, કહ્યું - ગુજરાત રમખાણો પર બનેલી ડોક્યૂમેન્ટ્રી એકતરફા છે
BBC documentary on Gujarat riots
Image Credit source: File photo

Follow us on

BBCની એક ડોક્યૂમેન્ટ્રીને કારણે દેશમાં વધુ એક વિવાદ થયો છે. ગુજરાત રમખાણો પણ બનેલી એક ડોક્યૂમેન્ટ્રી આ વિવાદો પાછળનું કારણ છે. તેને કારણે દેશના કુલ 302 પ્રતિષ્ઠિત નાગરિકોએ BBC વિરુદ્ધ પત્ર લખી પોતાના હસ્તાક્ષર કર્યા છે. આ 302 લોકોમાં 13 રિટાયર્ડ જજ, 133 રિટાયર્ડ બ્યૂરોક્રેટ્સ, 33 રાજદૂત અને 156 રિટાયર્ડ સૈન્ય અધિકારીઓ પણ સામેલ છે. 17 જાન્યુઆરીના દિવસે રિલીઝ થયેલી આ ડોક્યુમેન્ટ્રીને ભારત સરકારે યૂટ્યૂબથી હટાવી દીધી હતી.

302 લોકોએ આ ડોક્યૂમેન્ટ્રીને દૂષિત માનસિકતા માની છે અને કહ્યું છે કે નરેન્દ્ર મોદી અને ગુજરાત રમખાણો પર બનેલી આ ડોક્યુમેન્ટ્રી એકતરફ છે. 17 જાન્યુઆરીએ તેનો પ્રથમ એપિસોડ રિલીઝ થયો હતો, ભારત સરકારે જણાવ્યું હતું કે ડોક્યૂમેન્ટ્રીની વડાપ્રધાન મોદી અને દેશ વિરુદ્ધનો પ્રોપેગેન્ડા છે. 13 રિટાયર્ડ જજ સહિત 302 પ્રતિષ્ઠિ લોકોએ વડાપ્રધાન મોદીના સમર્થનમાં આ પત્ર પર સાઈન કરી હતી.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

શું છે સમગ્ર મામલો?

BBCની ડોક્યુમેન્ટ્રીનો પ્રથમ એપિસોડ 17 જાન્યુઆરીના રોજ ટેલિકાસ્ટ થયો હતો. આ એપિસોડનું નામ ‘ધ મોદી કૈશ્વન’ હતું. તે યૂટયૂબ પર રિલીઝ થયું, તેના બીજા જ દિવસે તેને ભારત સરકારે હટાવી દીધી હતી. તેનો બીજો એપિસોડ 24 જાન્યુઆરીના રોજ ટેલિકાસ્ટ થવાનો હતો.

આ એપિસોડના ડિસ્ક્રિપ્શનમાં લખવામાં આવ્યું છે કે આ ડોક્યુમેન્ટ્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુસ્લિમ લઘુમતી વચ્ચેના તણાવને દર્શાવે છે. સાથે જ લખ્યું હતું કે તે 2002ના રમખાણોમાં નરેન્દ્ર મોદીની ભૂમિકાના દાવાઓની પણ તપાસ કરે છે. જણાવી દઈએ કે ગુજરાત રમખાણોમાં સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી સમિતિએ નરેન્દ્ર મોદીને ક્લીનચીટ આપી હતી.

ડોક્યુમેન્ટ્રી પર BBCની સ્પષ્ટતા

બીબીસીએ આ વિવાદાસ્પદ ડોક્યુમેન્ટ્રી પર સ્પષ્ટતા આપતાં કહ્યું કે આ એક ખૂબ જ રિસર્ચ બાદ બનેલી ડોક્યુમેન્ટ્રી છે, જેમાં મહત્વના મુદ્દાઓને ઉદ્દેશ્યથી ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બીબીસીના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ડોક્યુમેન્ટરીમાં સર્વોચ્ચ સંપાદકીય ધોરણો પર સંપૂર્ણ રીતે સંશોધન કરવામાં આવ્યું હતું.

બીબીસીનું નિવેદન બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનાક પણ વડાપ્રધાન મોદીના બચાવમાં આવ્યાના એક દિવસ બાદ આવ્યું હતું. 2002ના ગુજરાત રમખાણોમાં બ્રિટિશ સરકાર ભારતીય નેતાની કથિત ભૂમિકા વિશે જાણતી હોવાનો દાવો બીબીસીની ડોક્યુમેન્ટરીમાં કર્યા બાદ સુનક મોદીના બચાવમાં આવ્યો હતા.

Published On - 7:02 pm, Sat, 21 January 23

Next Article