Tomato Price: ટ્રક પલટી જવાથી 15 લાખ રૂપિયાના ટામેટા રસ્તા પર પડ્યા, પોલીસે આપી ખાસ સિક્યોરિટી

|

Jul 24, 2023 | 11:09 AM

આ ઘટનાના થોડા દિવસ પહેલા કર્ણાટકના બેલુરમાં એક મહિલાના ખેતરમાંથી 2.5 લાખ રૂપિયાના ટામેટાની ચોરી થઈ હતી. સોમનાહલ્લી ગામમાં 4 જુલાઈની રાત્રે આ ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. ટામેટાની 50-60 બોરી લઈને ચોર ભાગી ગયા હતા.

Tomato Price: ટ્રક પલટી જવાથી 15 લાખ રૂપિયાના ટામેટા રસ્તા પર પડ્યા, પોલીસે આપી ખાસ સિક્યોરિટી
Tomato Price

Follow us on

દેશમાં હાલ ચોમાસુ સક્રિય છે અને ઘણા રાજ્યોમાં ભારે વરસાદ (Heavy Rain) વરસી રહ્યો છે. તેના કારણે અનાજ, મસાલા અને શાકભાજીના ભાવમાં વધારો થયો છે અને મોંઘવારી વધી છે. લીલા મરચા, ડુંગળી, બટાકા, ભીંડા સહિત લગભગ તમામ લીલા શાકભાજી મોંઘા થયા છે. તેમા પણ ટામેટાના વધતા ભાવ (Tomato Price) સામાન્ય લોકોને મુશ્કેલી પડી રહી છે. ગરીબ લોકોએ ટામેટા ખરીદવાનું બંધ કરી દીધું છે.

કેટલીક જગ્યાએ ટામેટાની લૂંટ કરવામાં આવી

આ સાથે જ ઘણા ખેડૂતો ટામેટા વેચીને લખપતિ અને કરોડપતિ પણ બન્યા છે. કેટલીક જગ્યાએ ટામેટાની લૂંટ કરવામાં આવી તો ક્યાક તેની ચોરી કરવામાં આવી રહી છે. આમ ટામેટાને લઈને દરરોજ કોઈ ઘટના સામે આવી રહી છે. થોડા દિવસો પહેલા ટામેટાથી ભરેલો ટ્રક કર્ણાટકથી દિલ્હી આવી રહ્યો હતો ત્યારે તેલંગાણાના આદિલાબાદ જિલ્લામાં પલટી ગયો હતો. સામાન્ય રીતે આવી ઘટનાઓ પછી લોકો લૂંટ કરવાનું શરૂ કરે છે.

ટ્રક પલટી જતાં ટામેટા રસ્તા પર પડી ગયા

ટામેટાને લઈને બીજી ઘટના તેલંગાણાની છે. અહીં કોમરમ જિલ્લામાં ટામેટા ભરેલી ટ્રક પલટી ગઈ હતી. મીની ટ્રક ટામેટા લઈને જઈ રહી હતી ત્યારે એક ઝડપી કારે તેને ઓવરટેક કરી હતી અને કારને બચાવવા જતા ટ્રકનો અકસ્માત થયો હતો. ડ્રાઈવરે કહ્યુ કે, ટ્રકની સ્પીડ બહુ ઓછી હતી પરંતુ સ્પીડમાં આવતી કારને સાઇડ આપતાં કાબૂ ગુમાવ્યો હતો.

Tallest Building: તો આ છે અમદાવાદની સૌથી ઉંચી બિલ્ડિંગ ! જાણો કેટલા છે માળ
Moong dal : ફળગાવેલા મગમાં સોયાબીન આ રીતે મિક્સ કરીને ખાવો, લોહીનું લેવલ વધારશે
Phone Cover: અબજોપતિઓ કેમ નથી લગાવતા તેમના Phone પર કવર? કારણ જાણી ચોંકી જશો
આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video

આ પણ વાંચો : Tomato Price: એક કિલો ટામેટાના ભાવ માત્ર 70 રૂપિયા, આ રીતે ઘરે બેઠા કરો ઓર્ડર

તેમણે કહ્યુ કે, ટ્રક પલટી જતાં ટામેટા રસ્તા પર પડી ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે તેમાં 15 લાખ રૂપિયાના ટામેટા ભરેલા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને બંદૂક સાથે તેને સુરક્ષા આપી હતી. તેઓને શંકા હતી કે અકસ્માત સ્થળેથી ટામેટાની લૂંટ થઈ શકે છે.

મહિલાના ખેતરમાંથી 2.5 લાખ રૂપિયાના ટામેટાની ચોરી

આ ઘટનાના થોડા દિવસ પહેલા કર્ણાટકના બેલુરમાં એક મહિલાના ખેતરમાંથી 2.5 લાખ રૂપિયાના ટામેટાની ચોરી થઈ હતી. સોમનાહલ્લી ગામમાં 4 જુલાઈની રાત્રે આ ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. ટામેટાની 50-60 બોરી લઈને ચોર ભાગી ગયા હતા. કર્ણાટકના વેલ્લોરમાં જ એક પીકઅપ વાનમાં અઢી લાખની કિંમતના ટામેટાં ભરાયા હતા. અહીં એક દંપતી પોતે અકસ્માતનો ભોગ બન્યા અને વળતર માટે લડ્યા હતા.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article