Tokyo Paralympics: CM અશોક ગેહલોતનું એલાન, ગોલ્‍ડ મેડાલીસ્ટને 3 કરોડ, સિલ્વર મેડાલીસ્ટને 2 કરોડ અને બ્રોન્ઝ મેડાલીસ્ટને 1 કરોડ આપશે

|

Aug 30, 2021 | 4:36 PM

રાજસ્થાનના CM અશોક ગહેલોતે જાહેરાત કરી કે ટોક્યો પેરાલમ્પિકમાં ગોલ્‍ડ મેડાલીસ્ટને 3 કરોડ, સિલ્વર મેડાલીસ્ટને 2 કરોડ અને બ્રોન્ઝ મેડાલીસ્ટને 1 કરોડ આપશે.

Tokyo Paralympics: CM અશોક ગેહલોતનું એલાન, ગોલ્‍ડ મેડાલીસ્ટને 3 કરોડ, સિલ્વર મેડાલીસ્ટને 2 કરોડ અને બ્રોન્ઝ મેડાલીસ્ટને 1 કરોડ આપશે
CM Ashok Gehlot

Follow us on

Tokyo Paralympics: રાજસ્થાન સરકારે ટોકિયો પેરાલમ્પિકમાં અવની લેખરા (Avni Lekhra)ને ગોલ્ડ મેડલ જીતવા પર 3 કરોડ, દેવેન્દ્ર ઝાઝરીયા (Devendra Jhajharia)ને સિલ્વર મેડલ જીતવા પર 2 કરોડ અને સુન્દર સિંહ ગુર્જરને બ્રોન્ઝ મેડલ જીતવા પર 1 કરોડ આપવાની જાહેરાત કરી છે. અશોક ગેહલોતે (Ashok Gehlot)કહ્યું કે ત્રણ ખેલાડીઓ પહેલા રાજ્ય સરકારના વન વિભાગ (Forest Department)માં એસીએફના પદ પર નિયુક્તી મેળવી શકે છે. ખેલાડીઓને મેડલ જીતી દેશનું નામ રોશન કર્યું છે. તેના પર ખુબ ગર્વ છે.

ભારતની મહિલા શૂટર અવની લેખરા(Avni Lekhra) જેમણે 10 મીટર એર રાઈફલમાં પેરાલિમ્પિક્સ (Paralympics)નો રેકોર્ડ (Paralympics record) બનાવ્યો છે, તેમણે દેશ માટે સોનેરી જીત નોંધાવી છે. અવની લેખરાએ ફાઈનલમાં 249.6 પોઇન્ટ મેળવ્યા હતા.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

અશોક ગેહલોતનું ટ્વીટ

 

ભારતીય પેરા રમતવીરોએ ભારતનો ધ્વજ લહેરાવ્યો. ટોક્યો પેરાલિમ્પિક્સ (Tokyo Paralympics)ને હજુ માત્ર 6 દિવસ થયા છે, પરંતુ 7 મેડલ ભારતના ખાતામાં પડ્યા છે. તેમાંથી સોમવારે માત્ર 2 કલાકના ગાળામાં રમાયેલી ત્રણ રમતોમાં ભારતે 4 મેડલ જીત્યા છે.

સોમવારે ભારતને પુરુષોની ભાલા ફેંક રમતમાં (javelin throw) સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. દેવેન્દ્ર ઝાઝરિયાએ 64.35 મીટરના અંતર સુધી બરછી ફેંકીને દેશ માટે સિલ્વર મેડલ જીત્યો, જ્યારે સુંદર સિંહ ગુર્જરે 64.01 મીટર સુધી ભાલો ફેંકી બ્રોન્ઝ મેડલ જીત્યો. મતલબ, રિયોની જેમ ભારતના ખાતામાં ભાલા ફેંક (javelin throw)માં ટોક્યોમાં ગોલ્ડ મેડલ આવી શક્યું નથી પણ ડબલ ધમાલ ચોક્કસ જોવા મળી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ પેરાલિમ્પિક ગેમ્સ (Tokyo Paralympics)માં પુરુષોની ભાલા ફેંક (Javelin Throw) સ્પર્ધામાં સિલ્વર મેડલ (Silver Medal) જીતવા બદલ દેવેન્દ્ર ઝાઝરીયા (Devendra Jhajharia) અને સુંદર સિંહ ગુર્જર (Sundar Singh Gurjar)ને બ્રોન્ઝ મેડલ (Bronze Medal) જીતવા બદલ અભિનંદન આપ્યા અને કહ્યું કે દેશને બંને ખેલાડીઓ પર ગર્વ છે.

યોગેશ કથુનિયા (Yogesh Kathunia)એ પુરુષોની ડિસ્ક થ્રો ઈવેન્ટની ફાઈનલમાં તેની શાનદાર જીત સાથે ભારતને રોમાંચિત કરી દીધો. યોગેશ કથુનિયાએ F56 કેટેગરીમાં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો. આ સફળતા મેળવવા માટે તેણે પોતાની સિઝનનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું.

આ પણ વાંચો : Tokyo Paralympics 2020: ભારતે 2 કલાકમાં 4 મેડલ જીત્યા, આજે ત્રણેય રંગના મેડલ ભારતના ખાતામાં જમા થયા

આ પણ વાંચો : Tokyo Paralympics : ‘દેશને બંને ખેલાડીઓ પર ગર્વ છે’, PM મોદીએ દેવેન્દ્ર ઝાઝરીયા અને સુંદર સિંહ ગુર્જર સાથે ફોન પર કરી વાત

Next Article