આજે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાનારી વર્લ્ડ કપ 2023ની ફાઈનલ માટે ટીમ ઈન્ડિયાને ચારેબાજુથી શુભકામનાઓ મળી રહી છે. દરેક વ્યક્તિ પોતાની રીતે ટીમ ઈન્ડિયાને વિશ્વકપ જીતવા માટે શુભેચ્છા પાઠવી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ એક્સ (પહેલા ટ્વિટર તરીકે ઓળખાતુ) પર એક વીડિયો પોસ્ટ કરીને ટીમ ઈન્ડિયા માટે પ્રોત્સાહક સંદેશ આપ્યો છે. જાણો સોનિયા ગાંધીએ ટીમ ઈન્ડિયાને શું કહ્યું.
આખરે આજે એ દિવસ આવી ગયો છે, જેની ક્રિકેટ પ્રેમીઓ લગભગ એક મહિનાથી રાહ જોઈ રહ્યા હતા. આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતીય ટીમનો મુકાબલો ઓસ્ટ્રેલિયાની ટીમ સામે થશે. વિશ્વ કપની ફાઈનલ મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે. ભારતની જીત માટે દેશભરમાં પ્રાર્થના-દુઆ કરવામાં આવી રહી છે. નેતા હોય કે એક્ટર્સ, દરેક જણ પોતાની રીતે ટીમ ઈન્ડિયાને શુભેચ્છા પાઠવી રહ્યાં છે. આ દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ એક વીડિયો સંદેશ જાહેર કરીને ટીમ ઈન્ડિયાને પ્રોત્સાહક સંદેશ પાઠવ્યો છે.
કોંગ્રેસે X (અગાઉના ટ્વિટર) પર સોનિયા ગાંધીનો વીડિયો સંદેશ પોસ્ટ કર્યો છે. સોનિયા ગાંધીએ કહ્યું, “હું ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને, ક્રિકેટ વિશ્વ કપમાં તમારી રમત અને ટીમ વર્ક માટે અભિનંદન આપું છું. તમે સમગ્ર દેશને સતત ખુશી અને ગર્વની ક્ષણો આપી છે. વર્લ્ડ કપની ફાઈનલ મેચ સુધીની તમારી સફર એકતા, મહેનત અને સંકલ્પનો સંદેશ આપે છે. આ શાનદાર પ્રદર્શન માટે ટીમ ઈન્ડિયાને મારા અભિનંદન.
मेरी प्यारी टीम इंडिया के खिलाड़ियों,
सबसे पहले इस वर्ल्ड कप के दौरान आपके खेल और टीम वर्क के लिए आपको बहुत सारी बधाई।
आपने पूरे देश को लगातार खुशी और गौरव के पल दिए हैं। इस वर्ल्ड कप के फाइनल मैच तक की आपकी यात्रा में बहुत बड़े संदेश हैं। वो संदेश एकता, कड़ी मेहनत और संकल्प का… pic.twitter.com/OuOpNjj4YN
— Congress (@INCIndia) November 18, 2023
સોનિયા ગાંધીએ વધુમાં કહ્યું, “આજે હું વર્ષ 1983 અને 2011ના એ બે પ્રસંગોને યાદ કરી રહી છું, જ્યારે ભારતે ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો હતો અને આખો દેશભરમાં આનંદથી વ્યાપી ગયો હતો. આ તક આજે ફરી આવી છે. ક્રિકેટ એક એવી રમત છે જેણે હંમેશા દેશને જોડવાનું કામ કર્યું છે. આજે ફાઇનલ મેચ છે અને આખો દેશ તમારી સાથે છે. ટીમ ઈન્ડિયાની સફળતા માટે દરેક જણ ઈચ્છી રહ્યા છે. ટીમમાં બે વાર વિશ્વ ચેમ્પિયન બન્યા તે સમય જેવા જરૂરી તમામ ગુણો છે. આજે ફક્ત ટીમ ઈન્ડિયા જ જીતશે.