Breaking News : TMC સાંસદના અયોધ્યા રામ મંદિર પરના નિવેદનોથી વિવાદ, રાજકીય અને ધાર્મિક સંગઠનોએ કાઢી ઝાટકણી, જુઓ Video
ટીએમસી નેતા કીર્તિ આઝાદે અયોધ્યા રામ મંદિરના દર્શને જવાનો ઇનકાર કરતા વિવાદ સર્જાયો છે. તેમણે ભગવાન રામ અને માતા સીતા સંબંધિત પ્રશ્નો ઉઠાવ્યા હતા, જ્યારે ભાજપ, વિશ્વ હિન્દુ પરિષદ અને ધર્મગુરુઓએ તેમના નિવેદનોની આકરી ટીકા કરી છે.
ટીએમસીના સાંસદ અને પૂર્વ ક્રિકેટર કીર્તિ આઝાદે અયોધ્યામાં બની રહેલા રામ મંદિરના દર્શને જવાનો સ્પષ્ટ ઇનકાર કરતા ભારે રાજકીય અને ધાર્મિક વિવાદ સર્જાયો છે. આઝાદે ભગવાન રામ અને માતા સીતા અંગે વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી હતી.
આઝાદે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે શું હિન્દુ ધર્મમાં માત્ર રામ જ ભગવાન છે. તેમણે જણાવ્યું હતું કે, ભગવાન રામે માતા સીતાને અગ્નિપરીક્ષા બાદ પણ ઘરમાંથી કાઢી મૂક્યા હતા, અને તેથી તેઓ સીતા માતાના જન્મસ્થાન મિથિલાના રહેવાસી હોવાને કારણે સીતા માટે લડત આપશે અને કામાખ્યા તથા કાલી માતાની પૂજા કરે છે. તેમણે કહ્યું કે, જેણે પોતાની પત્નીનો ત્યાગ કર્યો હોય, તેના દર્શને તેઓ નહીં જાય.
આઝાદના આ નિવેદનો પર ભાજપે આકરા પ્રહારો કર્યા છે. ભાજપના સાંસદ અને પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ તેમને ધર્માચાર્ય ન હોવાનું કહી મહિલાઓના મુદ્દે ટ્રિપલ તલાક અને ચાર લગ્ન જેવા વિષયો પર બોલવા પડકાર ફેંક્યો હતો. હિન્દુ ધર્મગુરુઓ અને વિશ્વ હિન્દુ પરિષદે પણ આઝાદની ટીકા કરી, તેમના નિવેદનોને હિન્દુ વિરોધી માનસિકતાનો પુરાવો ગણાવ્યા છે.
ખેડૂતો, નાના વેપારીઓ અને સામાન્ય જનતા માટે ‘ખુશખબર’, PM મોદીની અધ્યક્ષતામાં લેવાયા ‘5 ઐતિહાસિક નિર્ણય’
