દિલ્લીથી પોતાના વતન પરત ફરતા મુસાફરોથી ભરેલી બસ પલટી, 3ના મોત અને 5 લોકો ગંભીર રીતે ઘાયલ

|

Apr 20, 2021 | 4:11 PM

દિલ્લીમાં લૉકડાઉન બાદ ફરીથી ગત વર્ષ જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. દિલ્લીમાં અન્ય શહેરો અને રાજ્યોમાંથી કામ કરવા આવેલા લોકો ફરીથી પોતાના વતન તરફ ફરવા લાગ્યા છે.

દિલ્લીથી પોતાના વતન પરત ફરતા મુસાફરોથી ભરેલી બસ પલટી, 3ના મોત અને 5 લોકો ગંભીર રીતે ઘાયલ
દિલ્લીથી પોતાના વતન પરત ફરતા મુસાફરોથી ભરેલી બસ પલટી

Follow us on

દિલ્લીમાં લૉકડાઉન બાદ ફરીથી ગત વર્ષ જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. દિલ્લીમાં અન્ય શહેરો અને રાજ્યોમાંથી કામ કરવા આવેલા લોકો ફરીથી પોતાના વતન તરફ ફરવા લાગ્યા છે. તેવામાં દિલ્લીથી મજૂરો અને વિદ્યાર્થીઓને લઈ જતી બસ ગ્વાલિયર-ઝાંસી હાઈવે પર પલટી ખાઈ ગઈ છે. આ અકસ્માત બાદ ઘટના સ્થળેથી વિચલીત કરતા દ્રશ્યો સામે આવી રહ્યા છે. મજૂરો બારીમાંથી બહાર નિકળવાના પ્રયત્નો કરવા લાગ્યા. સમગ્ર ઘટનામાં બે મજૂરોના મોત થઈ ચૂક્યા છે તો એકનું સારવાર દરમિયાન મોત થયુ છે.

 

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

 

આ ઘટનામાં 24 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલ લોકોની સારવાર ગ્વાલિયરના જયારોગ્ય હોસ્પિટલમાં ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર આ બસ ઓવર લોડ હતી, જેને કારણે તે અનિયંત્રિત થઈને પલટી ખાઈ ગઈ. બસ પલટી મારવાના કારણે બસની નીચે ઘણા બધા મજૂરો દબાઈ ગયા. પ્રશાસનની ટીમે તરત ઘટના સ્થળે પહોંચીને લોકોને રેસ્ક્યૂ કર્યા અને લોકોને હોસ્પિટલ પહોંચાડ્યા.

 

આ બસ દિલ્લીથી ટિમકગઢ જઈ રહી હતી. જેમાં મોટાભાગના મજૂર છતરપુર અને દમોહના હતા. બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરો દિલ્લીમાં મજૂરી કામ કરતા હતા અને લૉકડાઉનના સમાચાર મળતાં જ પોતાના વતન જવા માટે રવાના થયા હતા. મળતી માહિતી અનુસાર પાંચ લોકોની હાલત હાલ નાજૂક છે. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. મુસાફરોએ જણાવ્યુ કે તેઓ લૉકડાઉનના કારણે પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા.

 

આ પણ વાંચો: Ahmedabad: નવી શરૂ થનારી કોવિડ હોસ્પિટલ માટે ભરતી પ્રક્રિયા શરૂ, 3થી 6 માસ માટે કરાર આધારિત નર્સિંગ સ્ટાફ અને મેડિકલ સ્ટાફની ભરતી

Next Article