માનવતાં હજી મરી પરવારી નથી, ત્રણ યુવાનોએ રિયલ લાઇફમાં સાબિત કરી ‘થ્રી ઈડિયટ્સ’ ફિલ્મની કહાણી, ચાલુ ટ્રેને જ કરાવી મહિલાની ડિલિવરી

Parth_Solanki

Parth_Solanki |

Updated on: Mar 04, 2019 | 12:44 PM

કેટલીક વખત વાસ્તવિક જીવનમાં બનતી ઘટના પરથી ફિલ્મો બનતી હોય છે. પરંતુ હાલમાં ફિલ્મોની ઘટના વાસ્તિવક જીવનમાં બની છે. આમિર ખાન અભિનીત ફિલ્મ થ્રી ઈડિયટ્સના એક સીન ભારે જાણીતું બન્યું હતું જેમાં તેઓ ગર્ભવતી અભિનેત્રીની ડિલિવરી (પ્રસુતી) કરાવે છે. કંઈક આવી જ ઘટના પશ્ચિમ બંગાળમાં સામે આવી છે. જ્યાં ચાલુ ટ્રેનમાં ત્રણ યુવકોએ એક મહિલાની […]

માનવતાં હજી મરી પરવારી નથી, ત્રણ યુવાનોએ રિયલ લાઇફમાં સાબિત કરી 'થ્રી ઈડિયટ્સ' ફિલ્મની કહાણી, ચાલુ ટ્રેને જ કરાવી મહિલાની ડિલિવરી

કેટલીક વખત વાસ્તવિક જીવનમાં બનતી ઘટના પરથી ફિલ્મો બનતી હોય છે. પરંતુ હાલમાં ફિલ્મોની ઘટના વાસ્તિવક જીવનમાં બની છે. આમિર ખાન અભિનીત ફિલ્મ થ્રી ઈડિયટ્સના એક સીન ભારે જાણીતું બન્યું હતું જેમાં તેઓ ગર્ભવતી અભિનેત્રીની ડિલિવરી (પ્રસુતી) કરાવે છે. કંઈક આવી જ ઘટના પશ્ચિમ બંગાળમાં સામે આવી છે. જ્યાં ચાલુ ટ્રેનમાં ત્રણ યુવકોએ એક મહિલાની ડિલિવરી કરાવી હતી.

રવિવારે રાત્રે જલપાઈગુડીમાં અગરતલા-હબીબગંજ એક્સપ્રેસમાં એક ગર્ભવતી મહિલા પ્રસુતી પીડાથી કણસી રહી હતી. આ મહિલાની મદદ માટે મોહમ્મદ સોહરાબ, ત્રિભુવન સિંહ અને સુબેદાર ગડવા આગળ આવ્યા. આ ત્રણેય વ્યક્તિઓએ મળીને મહિલાની ડિલિવરી કરાવી હતી.

ટ્રેનમાં કોઈ ડોક્ટર હોવાની ખાતરી કરવામાં આવી. પરંતુ બદનસીબે ટ્રેનમાં કોઈ જ ડૉક્ટર ન હતા. જે પછી કોઈ વિકલ્પ ન હોવાના કારણે આ ત્રણેય યુવકોએ ટ્રેનમાં મહિલાઓ પાસેથી કપડાં એકત્ર કર્યા અને મહિલા યાત્રીને ડિલિવરીમાં મદદ કરી. આખરે તાજા જ જન્મેલા બાળકનો રડવાનો અવાજ સાંભળીને ટ્રેનમાં બેઠેલા મુસાફરોએ સુખદ રાહતનો શ્વાસ લીધો હતો.

આ પણ વાંચો : ભલે એર સ્ટ્રાઇકના કોંગ્રેસ નેતાઓ પુરાવા માંગી રહ્યા હોય,પરંતુ હવે ભાજપની સામે કોંગ્રેસ પણ હવે લઇ રહી છે ‘એર સ્ટ્રાઇક’નો શ્રેય !

આ ત્રણ યુવાનોએ ડિલિવરી તો યોગ્ય રીતે કરાવી દીધી હતી પરંતુ મુશ્કેલી ત્યારે ઉભી થઈ જ્યારે બાળકની ગર્ભનાળ કાપવાનો વારો આવ્યો. ગર્ભનાળ કાપવાનો કોઈને અનુભવ નહોતો. જેના કારણે ત્રણેય યુવકોએ ટ્રેનની ચેન પુલ કર્યો. પણ તેઓ ટ્રેન ઉભી રાખવામાં સફળ ન થયા તો સોહરાબે મદદ માટે ફોન કર્યો. આ વાતની જાણ રેલ ગાર્ડ શંકર પ્રસાદને થઈ, તો તેમણે મહિલા માટે ટ્રેનની ઈમરજન્સી બ્રેક લગાવીને ટ્રેન ઉભી રાખી.

મહિલાને મદદ કરનાર ત્રણ યુવાનોમાંથી સોહરાબના જણાવ્યા પ્રમાણે હું એ વાત નથી જાણતો કે મહિલા કોણ હતી અને જાણવા પણ નથી માંગતો. તે બાળકને જન્મ આપવાની અવસ્થામાં હતી. મહિલાની હાલત બગડતી હતી. માટે જરૂરી હતું કે તેને બચાવવામાં આવે. અમારી પાસે કોઈ જ અનુભવ ના હોવા છતાંયે અમારે કંઈક કરવું જરૂરી હતું. માત્ર માનવાતાના આશ્રયથી જ મહિલાને મદદ કરી હોવાનું જણાવ્યું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati