અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન અને બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક સહિત ઘણા નેતાઓ શુક્રવારે જ કોન્ફરન્સ માટે નવી દિલ્હી આવ્યા હતા. તમામ નેતાઓનું એરપોર્ટ પર ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેઓ શનિવારે સમિટ કોમ્પ્લેક્સ ‘ભારત મંડપમ’ ખાતે ભેગા થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રાઝિલના રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું અને કહ્યું કે, તેઓ તાજેતરમાં જોહાનિસબર્ગમાં તેમને મળ્યા હતા. મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્વીટર’ પર લખ્યું, “G20 સમિટમાં તેમને (લુલા દા સિલ્વા)ને ફરીથી મળવાની તક મળતાં હું ખુશ છું. હું વિવિધ વિષયો પર તેમના મંતવ્યો જાણવા આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છું.
Happy to welcome President @LulaOficial to India. I had met him recently in Johannesburg and I am happy to be getting the opportunity to meet him again at the G20 Summit. His views on various subjects will be eagerly awaited. https://t.co/lmsGflMX3R
— Narendra Modi (@narendramodi) September 9, 2023
G 20 in India: President of Brazil Luiz Inacio arrives at Bharat Mandapam, the venue for G 20 Summit in Delhi’s Pragati Maidan. #G20India2023 #G20SummitDelhi #TV9News pic.twitter.com/tNGm0E24un
— Tv9 Gujarati (@tv9gujarati) September 9, 2023
બ્રાઝિલના રાષ્ટ્રપતિ પોતાની પત્નીને એટલા માટે સાથે લાવ્યા છે કે તેની હેલ્થ સારી રહેતી નથી. તેના હેલ્થની દેખરેખ રહી શકે તે માટે રાષ્ટ્રપતિ પોતાની પત્નીને સાથે લાવ્યા છે. બીજા નેતાઓ પોતાની પત્નીને સાથે લાવ્યા છે પણ તે લોકો ફરવા માટે જતા રહ્યા છે, જ્યારે બ્રાઝિલના રાષ્ટ્રપતિના પત્ની સમિટ દરમિયાન તેની સાથે રહેશે.
G20 નેતાઓ અહીં 9-10 સપ્ટેમ્બરના રોજ જૂથની વાર્ષિક સમિટમાં મુખ્ય વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. G20ના વર્તમાન અધ્યક્ષ તરીકે ભારત સમિટનું આયોજન કરી રહ્યું છે. આ પછી બ્રાઝિલ આ જવાબદારી સંભાળશે.
G20માં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટલી, જાપાન, કોરિયા રિપબ્લિક, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, બ્રિટન, યુએસ અને યુરોપિયન યુનિયનનો સમાવેશ થાય છે.