દિલ્હી, મુંબઈ સહિત ગુજરાતના આ શહેરો હાઈ એલર્ટ પર, મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આપી ખાસ સૂચના

|

Feb 27, 2019 | 4:28 AM

પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય વાયુસેનાની કાર્યવાહી બાદ ભારતના 5 મોટા શહેરોના હાઈ એલર્ટ પર રખાયા છે. સૂત્રોનું કહેવું છે કે કાશ્મીરી ઘાટીમાં સ્થિત આતંકીઓ ભારતમાં કઈ પણ અનિચ્છીય ઘટના કરી શકે છે. એવામાં દેશની આંતરિક સુરક્ષા એજન્સીઓની સાથે સીમા પર તૈનાત અન્ય એજન્સીઓને પણ સતર્ક રહેવાના આદેશો અપાયા છે. આગામી 72 કલાક સુધી દિલ્હી, મુંબઈ સહિત […]

દિલ્હી, મુંબઈ સહિત ગુજરાતના આ શહેરો હાઈ એલર્ટ પર, મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આપી ખાસ સૂચના

Follow us on

પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય વાયુસેનાની કાર્યવાહી બાદ ભારતના 5 મોટા શહેરોના હાઈ એલર્ટ પર રખાયા છે. સૂત્રોનું કહેવું છે કે કાશ્મીરી ઘાટીમાં સ્થિત આતંકીઓ ભારતમાં કઈ પણ અનિચ્છીય ઘટના કરી શકે છે.

એવામાં દેશની આંતરિક સુરક્ષા એજન્સીઓની સાથે સીમા પર તૈનાત અન્ય એજન્સીઓને પણ સતર્ક રહેવાના આદેશો અપાયા છે.

આગામી 72 કલાક સુધી દિલ્હી, મુંબઈ સહિત ભારતના 5 શહેરોના હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. તેમાં ઓછામાં ઓછા ત્રણ શહેરો પાકિસ્તાનના સીમાવર્તી રાજ્યો પંજાબ, રાજસ્થાન અને ગુજરાતના છે.

સૂત્રોના કહેવા પ્રમાણે ગુપ્તચર એજન્સીઓનું માનવું છે કે હાલ દેશને પાકિસ્તાની સેનાથી સીધેસીધો કોઈ ખતરો નથી. પરંતુ કાશ્મીર ઘાટીમાં સક્રિય આઈએસઆઈ સમર્થિત આતંકી મૉડ્યૂલ ભારતમાં કોઈ પણ અનિચ્છનીય ઘટનાઓ સર્જી શકે છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

ઉત્તર અને પશ્વિમ ભારતમાં પરમાણુ પ્રતિષ્ઠાન, એરબેસ, નૌસેના કમાન, સેના છાવણી ક્ષેત્રને ભારે સુરક્ષા કવચ પૂરું પડાયું છે.

રાજસ્થાન અને ગુજરાતમાં એલર્ટ

રાજસ્થાન આશરે 1048 કિમી લાંબી સીમાથી પાકિસ્તાન સાથે જોડાયેલું છે. અહીં એપ્રિલ મહિના સુધી સાંજ 6થી 7 વાગ્યાની વચ્ચે આંતરરાષ્ટ્રીય સીમાથી 5 કિમીના વિસ્તારમાં નાગરિકોની હલચલ પર રોક લગાવી દેવાઈ છે.

ગુજરાતમાં પણ પ્રશાસન કોઈ પણ પ્રકારની વિપરિત પરિસ્થિઓનો સામનો કરવાની તૈયારીમાં લાગી ગયું છે. જેને લઈને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તમામ એજન્સીઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી છે.

ગુજરાત પોલીસ સેના, બીએસએફ, તટરક્ષકો અને સંબંધિત એજન્સીઓ સાથે બેઠક કરને કામ કરવાની સૂચના આપી છે. સાથે જ ભારતીય માછીમારોને આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાની નજીક રહેવાનું કીધું છે જેથી તેમને સુરક્ષિત અને અવિવાદિત રીતે પરત બોલાવી શકાય.

કચ્છમાં સઘન સુરક્ષા વ્યવસ્થા

પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક બાદ અતિસંવેદનશીલ ગણાતી કચ્છ બોર્ડર પર હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. BSF અને આર્મીના જવાનોએ સરહદ પર ગતિવિધિ તેજ કરી છે. તો ગુજરાતના સરહદી વિસ્તારોમાં ચેકપોસ્ટ વધારવામાં આવી છે. કચ્છમાં ચેક પોસ્ટ પર વાહનોનું સઘન ચેકિંગ કરાઈ રહ્યું છે. નોંધનીય છે કે કચ્છમાં અબસાડાના નુતાધર નજીક સરહદ પર એક ગઈકાલે જ પાકિસ્તાની ડ્રોન તોડી પડાયું છે.

VIDEO:

સરહદી જિલ્લા બનાસકાંઠામાં વધી સુરક્ષા એજન્સીઓની હલચલ

ગુજરાતના સરહદી વિસ્તારોમાં સુરક્ષા એજન્સીઓની વધી હલચલ વધી છે. સરહદની રક્ષા કરતી એજન્સીઓના કાફલા બોર્ડર તરફ આગળ વધી રહ્યાં છે. શસ્ત્ર સરંજામ અને વિવિધ જરૂરી ચીજવસ્તુઓ સાથે બનાસકાંઠા જિલ્લામાં સુરક્ષા કફલાઓની બોર્ડર તરફ આગેકૂચ થઈ રહી છે.

VIDEO:

ગીર સોમનાથ માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા

VIDEO:

દિલ્હીથી 4 NSG કમાન્ડો ગીર-સોમનાથ પહોંચ્યા છે. મંદિર અને લોકોની સુરક્ષા માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે જ્યારે ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધે છે ત્યારે આતંકીઓના લિસ્ટમાં વારંવાર સોમનાથ મંદિરનો ઉલ્લેખ કરાતો હોય છે. મંગળવાર મોડી રાતથી સોમનાથ મંદિરની આસપાસના વિસ્તારોમાં સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. હવે જ્યારે શિવરાત્રી પર્વ આવી રહ્યો છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં લોકો સોમનાથી મંદિર પહોંચશે. તેવામાં આ મંદિરની ફરતે હવે કડક પહેરો ગોઠવી દેવાયો છે.

પંજાબના આ વિસ્તારોમાં ખાસ સુરક્ષા

પંજાબના પાંચ જિલ્લાઓ- ગુરદાસપુર, તરનતારન, અમૃતસર, ફિરોઝપુર અને ફાજિલ્ફા પાકિસ્તાનથી જોડાયેલા છે. ભારતનું આ રાજ્ય પાકિસ્તાન સાથે આશરે 553 કિમી લાંબી સીમાથી જોડાયેલું છે. ત્યારે અહીંના નાગરિકોની સુરક્ષા માટે ખાસ આકસ્મિક યોજના તૈયાર રાખવાની સૂચના અપાઈ છે.

[yop_poll id=1843]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article