મારી સામે તપાસ માટે એટલું દબાણ હતું કે CBI અધિકારીએ આત્મહત્યા કરવી પડી: મનીષ સિસોદિયા

|

Sep 05, 2022 | 6:08 PM

મનીષ સિસોદિયાએ (Manish Sisodia) કહ્યું કે મને ફસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તેમણે કહ્યું કે બે દિવસ પહેલા સીબીઆઈ અધિકારીએ આત્મહત્યા કરી હતી. તેઓ મારી સીબીઆઈ તપાસ જોઈ રહ્યા હતા.

મારી સામે તપાસ માટે એટલું દબાણ હતું કે CBI અધિકારીએ આત્મહત્યા કરવી પડી: મનીષ સિસોદિયા
Manish Sisodia

Follow us on

દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ (Manish Sisodia) સીબીઆઈના (CBI) દુરુપયોગ અને તાજેતરમાં સીબીઆઈ અધિકારીની આત્મહત્યા મામલે ભાજપ (BJP) પર પ્રહારો કર્યા છે. સિસોદિયાએ કહ્યું કે મને ફસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તેમણે કહ્યું કે બે દિવસ પહેલા સીબીઆઈ અધિકારીએ આત્મહત્યા કરી હતી. તેઓ મારી સીબીઆઈ તપાસ જોઈ રહ્યા હતા. મારી સામે કાર્યવાહી મંજૂર કરવા માટે તેમના પર દબાણ કરવામાં આવ્યું હતું અને તેઓએ આત્મહત્યા કરવી પડી હતી. તેને આત્મહત્યા કરવી પડે તેવું દબાણ સર્જાયું હતું.

તાજેતરમાં જ સીબીઆઈ અધિકારી જિતેન્દ્ર કુમારની આત્મહત્યાનો મામલો સામે આવ્યો હતો. તેના પર સિસોદિયાએ કહ્યું કે તેમના વિશે જાણવા મળ્યું છે કે તે અધિકારીઓ કાયદાકીય સલાહકાર હતા, તેઓ મારી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી નકલી એફઆઈઆરના મામલાને પણ જોઈ રહ્યા હતા. તે અધિકારી પર મારી સામે કાર્યવાહી મંજૂર કરવા દબાણ કરવામાં આવ્યું હતું કે તેમને આત્મહત્યા કરવી પડી હોવાનું જાણવા મળે છે. મનીષ સિસોદિયાએ કહ્યું કે આવા અધિકારી પર મારી ધરપકડ કરવા માટે દબાણ કરવું ખૂબ જ શરમજનક કૃત્ય છે, તે પરિવાર પ્રત્યે મારી સંવેદના છે.

આખો સમય ફસાવવાનું જ વિચારે છે પીએમ: મનીષ સિસોદિયા

સિસોદિયાએ વધુમાં કહ્યું કે હું વડાપ્રધાનને કહેવા માંગુ છું કે મને ફસાવવા માટે આવા અધિકારીઓ પર દબાણ ન કરો કે તેમને ફાંસી લગાવવી પડે. તમે આખો સમય એવું જ વિચારતા રહો છો કે કેવી રીતે ફસાવવામાં આવે, તમે શાળા બનાવવાનું ક્યારે વિચારશો.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

સિસોદિયાએ વડાપ્રધાનને પૂછ્યા ત્રણ સવાલ

1. અધિકારીઓ પર આટલું દબાણ કેમ સર્જાય છે કે તેમને જીવ આપવો પડે?

2. શું ઓપરેશન લોટસ ચલાવવાનું જ બાકી રહ્યું છે?

3. ક્યાં સુધી અન્ય રાજ્યોની ચૂંટાયેલી સરકારોને કચડી નાખવામાં આવશે?

દરેક વ્યક્તિએ આવો ભ્રષ્ટાચાર કરવો જોઈએ

બીજી તરફ સિસોદિયાએ શિક્ષક દિવસના અવસર પર કહ્યું કે હું ગર્વથી કહું છું કે મેં 8 વર્ષ સુધી શિક્ષણ મંત્રી તરીકે કામ કર્યું છે. તમે ફરિયાદ કરો છો, તમારે શા માટે વધુ રૂમ, વધુ શૌચાલય બનાવ્યા, તમે શા માટે શાનદાર ડેસ્ક બનાવ્યા, અમને ગર્વ છે કે અમે આ બધું કર્યું છે. ફાંસી આપો, જેલમાં મોકલો, હિંમત હોય તો કરી બતાવો જે અમારી ટીમે છેલ્લા 8 વર્ષમાં એજ્યુકેશન માટે કર્યું છે. જો આ ભ્રષ્ટાચાર હોય તો તે સમગ્ર દેશમાં શિક્ષણ મંત્રીઓ, વડાપ્રધાન અને કેન્દ્ર સરકાર દ્વારા કરવો જોઈએ.

Published On - 6:08 pm, Mon, 5 September 22

Next Article