સોમવારે તહેરાનથી ચીન જઈ રહેલા પેસેન્જર પ્લેનમાં બોમ્બ હોવાની માહિતી ફેલાઈ છે. જ્યારે આ માહિતી સામે આવી ત્યારે આ વિમાનના ક્રૂએ દિલ્હી અને જયપુરમાં તેના ઈમરજન્સી લેન્ડિંગની (Emergency landing) પરવાનગી માંગી હતી, પરંતુ આ પરવાનગી ન મળતાં આ વિમાન ચીન તરફ આગળ વધી રહ્યું છે. આ દરમિયાન ભારતીય વાયુસેના પણ ફુલ એલર્ટ મોડ પર છે. આ એરક્રાફ્ટ દિલ્હી તરફ આવવાના સમાચાર મળતાની સાથે જ વાયુસેનાએ તરત જ તેના બે સુખોઈ 30MKI ફાઈટર પ્લેન (Sukhoi fighter plane) રવાના કર્યા. આ પછી આ બંને ફાઈટર પ્લેન્સે ફ્લાઈટને ભારતની સરહદ પાર કરી દીધી છે.
આ પ્લેન મહાન એરલાઈન્સનું છે. તેની ફ્લાઈટ નંબર W581 છે. ઈરાનની આ ફ્લાઈટ લગભગ 45 મિનિટ સુધી દિલ્હીના એરસ્પેસમાં રહી હતી. પરંતુ સુરક્ષાના કારણોસર તેને દિલ્હીમાં ઉતરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હી પોલીસને સવારે 9.20 વાગ્યે તહેરાનથી ચીન જઈ રહેલા પ્લેનમાં બોમ્બ હોવાના સમાચાર મળ્યા હતા. આ પછી એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
એરક્રાફ્ટને દિલ્હીમાં ઉતરવાની મંજૂરી આપવામાં આવી ન હતી અને ક્રૂને એરક્રાફ્ટને જયપુર તરફ વાળવાનું કહેવામાં આવ્યું હતું. એર ટ્રાફિક કંટ્રોલ એટલે કે એટીસી દ્વારા આપવામાં આવેલી આ સૂચનાનું ક્રૂએ પાલન કર્યું ન હતું. આ પછી ભારતીય વાયુસેના તરત જ એક્શનમાં આવી ગઈ અને બે સુખાઈ ફાઈટર જેટ્સે હવામાં ઉડાન ભરી. બંનેએ આ પેસેન્જર પ્લેનને ઘેરી લીધું અને તેને ભારતની સરહદની બહાર ભગાડી દીધું.
ભારતીય સુરક્ષા એજન્સીઓ આ સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખી રહી છે. આ ફ્લાઈટ હવે ચીન તરફ આગળ વધી રહી છે. દિલ્હીના IGI એરપોર્ટના એર ટ્રાફિક કંટ્રોલર્સને સવારે 9.08 વાગ્યે ફોન આવ્યો કે ફ્લાઈટમાં બોમ્બ છે. ત્યારથી, આ ફ્લાઇટ 3 કલાકથી વધુ સમય સુધી હવામાં છે. વાયુસેના તરફથી આ ફ્લાઈટ શોધવા માટે પંજાબ અને જોધપુરના એરબેઝ પરથી સુખોઈ મોકલવામાં આવ્યા હતા.