સરદારની નીતિ પર કામ કરી રહી છે મોદી સરકાર, જયશંકરે પાકિસ્તાન-ચીનને લીધુ આડેહાથ, જાણો શું કહ્યું ?

|

Jan 02, 2024 | 3:01 PM

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે પાકિસ્તાન અને ચીન સાથે ભારતના સંબંધો પર કેટલીક વાતો કહી છે. જયશંકરે પાકિસ્તાનને ચેતવણી આપી છે કે આતંકવાદ પર પાકિસ્તાનના વર્તમાન વલણ મુજબ સંબંધો ક્યારેય સુધરશે નહીં. તાજેતરના મહિનાઓમાં પાકિસ્તાન તરફથી વાતચીત માટે કહેવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં વિદેશ મંત્રીનું આ નિવેદન ઘણું મહત્વનું છે.

સરદારની નીતિ પર કામ કરી રહી છે મોદી સરકાર, જયશંકરે પાકિસ્તાન-ચીનને લીધુ આડેહાથ, જાણો શું કહ્યું ?

Follow us on

ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે પાકિસ્તાન અને ચીનને લઈને કેટલીક મહત્વપૂર્ણ વાતો કહી છે. પાકિસ્તાન સાથે વાતચીતના મુદ્દે વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકરે કહ્યું છે કે, પાકિસ્તાન ભારત પર વાતચીત માટે દબાણ બનાવવા માટે લાંબા સમયથી સીમા પાર આતંકવાદનો ઉપયોગ કરી રહ્યું છે.

વિદેશ મંત્રીનું આ નિવેદન ઘણું મહત્વનું છે

એસ. જયશંકરે કહ્યું કે અમે પાકિસ્તાન સાથે વાતચીતનો ઇનકાર કરી રહ્યા નથી, પરંતુ અમે એવી શરતો પર વાત નહીં કરીએ જ્યાં પાકિસ્તાન આતંકવાદને કાયદેસર માનવાની વકાલત કરી રહ્યું છે. તાજેતરના મહિનાઓમાં પાકિસ્તાન તરફથી વાતચીત માટે કહેવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં વિદેશ મંત્રીનું આ નિવેદન ઘણું મહત્વનું છે.

‘નેહરુ અને પટેલ વચ્ચે ચીન અંગે મતભેદ હતા’

વિદેશ મંત્રીએ ચીન સાથેના સંબંધો અંગે પણ ખુલીને ચર્ચા કરી છે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું કે ચીનને કેવી રીતે જવાબ આપવો તે મુદ્દે નેહરુ અને સરદાર પટેલ વચ્ચે શરૂઆતથી જ ઊંડો મતભેદ હતો. મોદી સરકારના સમયમાં ચીન સાથે ભારતના સંબંધો પર જયશંકરે કહ્યું કે અમારી સરકાર ચીન સાથેના વ્યવહારમાં સરદાર પટેલે શરૂ કરેલી રણનીતિ પ્રમાણે કામ કરી રહી છે.

શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?

ભારત અને ચીન વચ્ચેના પરસ્પર સહયોગને માન્યતા આપવા પર પણ ભાર

જયશંકરે કહ્યું કે ભારતે ચીન સાથે એવા સંબંધો બનાવવાનો પ્રયાસ કર્યો છે જે પરસ્પર સંબંધો પર આધારિત હોય. વિદેશ મંત્રીએ ભારત અને ચીન વચ્ચેના પરસ્પર સહયોગને માન્યતા આપવા પર પણ ભાર મૂક્યો હતો. જયશંકરે કહ્યું કે તેના વિના આ સંબંધને આગળ વધવું મુશ્કેલ બનશે. ચીનના મુદ્દે વિપક્ષ મોદી સરકાર પર સતત પ્રહારો કરી રહ્યું છે.

મહત્વનું છે કે પાકિસ્તાન અનેકવાર ભારત સાથે વાતચિત કરવા માટે પોતાનો હાથ આગળ વધારે છે પણ ભારત સરકાર પાકિસ્તાનને કોઈ જવાબ આપતું નથી કારણ કે પાકિસ્તાનમાં ભારતના અનેક આતંકવાદીઓ રહે છે,  ભારત તે આતંકવાદીઓને ભારતને સોપવાની વાત કરે છે, તેના પર પાકિસ્તાન મનાઈ કરે છે અને અમારે અહીંયા કોઈ આતંકવાદી ન રહેતો હોવાની વાત કરે છે.

આ પણ વાંચો: ફરી દેશ છોડવાની તૈયારીમાં નવાઝ શરીફ? પાકિસ્તાનમાં ચૂંટણી પહેલા થઈ જશે ફરાર

 

Next Article