Cowin પર સૌથી વધુ લોકોને વેક્સિન લગાવવા માટે મોકલનારને મળશે ઈનામ, રસીકરણમાં ઝડપ લાવવા માટે કેન્દ્રની નવી યોજના

|

Nov 18, 2021 | 11:39 PM

જે વ્યક્તિના રેફરન્સથી વધારે લોકો આવશે તેને સરકાર ઈનામ આપશે. સરકાર આ યોજનાને હર ઘર દસ્તક હેઠળ લાવી રહી છે, જેથી વધુને વધુ લોકો રસી મેળવી શકે. કેટલા લોકોને રસી લેવા મોકલવા બદલ ઈનામ આપવામાં આવશે, આ માપદંડ અત્યારે નક્કી કરવામાં આવી રહ્યો છે.

Cowin પર સૌથી વધુ લોકોને વેક્સિન લગાવવા માટે મોકલનારને મળશે ઈનામ, રસીકરણમાં ઝડપ લાવવા માટે કેન્દ્રની નવી યોજના
Corona Vaccine

Follow us on

કોવિન એપ (Cowin App) દ્વારા જે લોકો સૌથી વધારે વેક્સિન (Vaccine) લગાવડાવશે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તેમને ઈનામ આપશે. તેના માટે કોવિન એપમાં ઘણા ફેરફાર પર સરકાર વિચાર કરી રહી છે. જેવી રીતે તમે વેક્સિન લગાવવા જશો તો તમને પૂછવામાં આવશે કે કોના રેફરન્સથી તમે આવ્યા છો.

 

જે વ્યક્તિના રેફરન્સથી વધારે લોકો આવશે તેને સરકાર ઈનામ આપશે. સરકાર આ યોજનાને હર ઘર દસ્તક હેઠળ લાવી રહી છે, જેથી વધુને વધુ લોકો રસી મેળવી શકે. કેટલા લોકોને રસી લેવા મોકલવા બદલ ઈનામ આપવામાં આવશે, આ માપદંડ અત્યારે નક્કી કરવામાં આવી રહ્યો છે.

જાણો સ્વાસ્થ્ય માટે સફેદ અને કાળા મરી, બંન્નેમાંથી ક્યાં છે ફાયદાકારક
આજનું રાશિફળ તારીખ : 22-01-2025
રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ
રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?

 

સરકાર વધારેમાં વધારે લોકોને વેક્સિન મળે તેથી હર ઘર દસ્તક અભિયાન ચલાવી રહી છે. આમાં એવા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે જેઓ એવા લોકોને ઓળખી શકે જેમણે હજુ સુધી રસી નથી લગાવી. સરકારને લાગે છે કે વધારે લોકોને વેક્સિન લગાવવા માટે મોકલનારને ઈનામ આપવાની સ્કીમથી લોકોને વધારે મોટિવેશન મળશે અને વેક્સિનેશનમાં ઝડપ આવશે.

કોરોના વેક્સિનેશનનો આંકડો

તમને જણાવી દઈએ કે કોરોના મહામારીની સામે વેક્સિનેશન અભિયાન ચાલુ છે. રસીકરણના 100 કરોડના આંકડાને પાર કર્યા બાદ હવે કોરોના વેક્સિનેશનની સંખ્યા 114 કરોડના આંકડાને પાર કરી ગયો છે. મળતી માહિતી મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વેક્સિનના 73,44,739 ડોઝ આપવામાં આવ્યા. ત્યારબાદ વેક્સિનેશનનો કુલ આંકડો 1,14,46,32,851 થઈ ગયો છે. ત્યારે વેક્સિનેશન માટે અત્યાર સુધી 1,17,53,091 સેશન કરવામાં આવ્યા છે.

 

ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 44 કેસ નોંધાયા

ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 44 નવા કેસ નોંધાયા છે, જે બુધવારે નોંધાયેલા 54 કેસ કરતા ઓછા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કેસમાં સામાન્ય ઘટાડો નોંધાયો અને કોરોનાના કારણે એક પણ મૃત્યુ થયું નથી.

 

અમદાવાદમાં 9, સુરતમાં 8, કચ્છમાં 4, જામનગર અને વલસાડમાં 3-3, રાજકોટમાં 2 કેસ નોંધાયા છે તો ભરૂચ, ભાવનગર, નવસારી અને ગાંધીનગરમાં પણ 1-1 કેસ નોંધાયો છે. હાલ રાજ્યમાં કુલ 312 એક્ટીવ કેસ છે. જેમાંથી 6 દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે 306 દર્દીની હાલત સ્થિર છે.

 

આ પણ વાંચો: નાંદેડ અને માલેગાંવ હિંસા કેસમાં 119 લોકોની ધરપકડ, સાંપ્રદાયિક તણાવ દરમિયાન લાખો રૂપિયાની સંપતિને થયું નુકસાન

 

આ પણ વાંચો: કાર્તિક આર્યનની ‘ધમાકા’થી લઈ ‘મોસ્ટ એલિજિબલ બેચલર’ સુધી, વીકેન્ડ પર આ ફિલ્મો અને સિરિઝ મચાવશે ધમાલ, જુઓ લિસ્ટ

Published On - 11:36 pm, Thu, 18 November 21

Next Article