દિલ્હીના શ્રદ્ધા મર્ડર કેસમાં મહત્વનો ખુલાસો થયો છે. જંગલમાંથી મળેલા શ્રદ્ધાના હાડકાના શબપરીક્ષણમાં જાણવા મળ્યું કે આફતાબે લોખંડની કરવત વડે શરીરના ટુકડા કર્યા હતા. પોલીસને જંગલમાંથી મળી આવેલા 23 હાડકાઓના પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું કે તમામ હાડકાં કરવતથી કાપવામાં આવ્યા હતા. નિરિક્ષણ બાદ AIIMSએ મંગળવારે પોલીસને રિપોર્ટ સોંપ્યો છે. હવે આ કેસમાં પોલીસ જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં સાકેત કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરશે.
દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ ઘટના સામે આવ્યા બાદ પોલીસે આરોપી આફતાબની ધરપકડ કરી અને તેની પૂછપરછ કરી હતી, તે દરમિયાન પોલીસે આરોપીઓની સૂચના પર ગુરુગ્રામ અને મહેરૌલીના જંગલોમાંથી કુલ 23 હાડકાં કબજે કર્યા હતા. આ તમામ હાડકાંનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. તે જ સમયે, AIIMSમાં આ હાડકાના પોસ્ટમોર્ટમ રિપોર્ટનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું, તેમાં જાણવા મળ્યું છે કે આરોપી આફતાબે આખું શરીર કરવતથી કાપી નાખ્યું હતું.
જો કોઈ પણ વસ્તુને આરીથી કાપવામાં આવે તો તેમાં કરવતના નિશાન રહી જાય છે. આરીથી કાપવામાં આવેલો ભાગ થોડો રફ રહે છે. પોલીસના જણાવ્યા અનુસાર શ્રદ્ધાના હાડકામાં પણ આવા જ નિશાન જોવા મળ્યા છે. આવી સ્થિતિમાં તમામ હાડકાંનું વિશ્લેષણ કર્યા પછી ડૉક્ટરોએ સ્વીકાર્યું છે કે આખું શરીર કરવતથી કાપવામાં આવ્યું છે.
પોલીસે જણાવ્યું કે મેહરૌલી અને ગુરુગ્રામમાં અલગ-અલગ જગ્યાએથી મળેલા હાડકાનું ડીએનએ ગયા મહિને જ કરવામાં આવ્યું હતું. આ હાડકાનો DNA રિપોર્ટ શ્રદ્ધાના પિતાના DNA સાથે મેચ થયો હતો. આ તમામ હાડકાના ડીએનએ મેચ થઈ ગયા છે. પોલીસના જણાવ્યા અનુસાર ફ્લેટમાંથી મળેલા લોહીના ડાઘના ડીએનએ સાથે હાડકાના ડીએનએ પણ મેચ થયા છે.
મહત્વનું છે કે, લિવ-ઈન પાર્ટનર આફતાબે 10 મેના રોજ જ શ્રદ્ધાની હત્યા કરી હતી. આ પછી, તેણે બે દિવસમાં મૃતદેહના 35 ટુકડા કરી નાખ્યા અને પછીના 18 દિવસમાં તેણે મૃતદેહના ટુંકડા અલગ-અલગ જગ્યાએ ફેક્યા હતા. આ કેસમાં પોલીસે 26 નવેમ્બરના રોજ આરોપીની ધરપકડ કરી હતી. ત્યારથી તે ન્યાયિક કસ્ટડીમાં છે.