The Kashmir Files : વિવેક અગ્નિહોત્રીએ શરદ પવારને ‘સૌથી ભ્રષ્ટ રાજકારણી’ ગણાવ્યા

શરદ પવારે તાજેતરમાં કોલ્હાપુરમાં એક કાર્યક્રમ દરમિયાન આ ફિલ્મ વિરુદ્ધ અનેક વાતો કરી હતી. શરદ પવારે વિવેકની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' (The Kashmir Files) વિષે કહ્યું કે, આ ફિલ્મ ધાર્મિક નફરતને ભડકાવવા માટે બનાવવામાં આવી છે.

The Kashmir Files : વિવેક અગ્નિહોત્રીએ શરદ પવારને સૌથી ભ્રષ્ટ રાજકારણી ગણાવ્યા
Vivek Agnihotri & Sharad Pawar (File Photo)
| Edited By: | Updated on: Apr 25, 2022 | 5:50 PM

વર્તમાન સમયમાં, ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને (The Kashmir Files) બોલિવૂડની (Bollywood) શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક ગણવામાં આવે છે. આ ફિલ્મને પ્રેક્ષકો દ્વારા પણ સારો પ્રતિસાદ મળ્યો છે, તેથી જ ફિલ્મે બોક્સ ઓફિસ પર જંગી કમાણી કરી હતી. પરંતુ એવા ઘણા લોકો છે જેઓ આ ફિલ્મને નાપસંદ પણ કરી રહ્યા છે અને તેની ટીકા પણ કરી રહ્યા છે. સામાન્ય લોકો ઉપરાંત રાજનેતાઓ પણ ફિલ્મની ટીકા કરતા જોવા મળ્યા હતા. તેમાંથી એક NCP પ્રમુખ શરદ પવાર (Sharad Pawar) પણ હતા. શરદ પવારે તાજેતરમાં કોલ્હાપુરમાં એક કાર્યક્રમ દરમિયાન આ ફિલ્મ વિરુદ્ધ ઘણું બધું કહ્યું હતું.

લોકપ્રિય રાજનેતા શરદ પવારે વિવેક અગ્નિહોત્રીની તાજેતરની ફિલ્મ રિલીઝ વિશે કહ્યું કે, ‘ કાશ્મીર ફાઇલ્સ જેવી ફિલ્મો ધાર્મિક નફરતને ભડકાવવા માટે બનાવવામાં આવી છે. આ ટિપ્પણી પર આજે ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીની પ્રતિક્રિયા પણ સામે આવી છે.

શરદ પવારે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ વિશે શું કહ્યું ??

તેમણે કહ્યું હતું કે, ”સમાજમાં અધવચ્ચે તિરાડ ઊભી કરીને ધર્મના આધારે વહેંચવાના પ્રયાસો થઈ રહ્યા છે.” શરદ પવારના આ નિવેદન પર વિવેક અગ્નિહોત્રીએ પણ પ્રતિક્રિયા આપી છે. વિવેક અગ્નિહોત્રીએ આ નિવેદન સામે ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને કહ્યું કે, શરદ પવાર દંભી અને સૌથી ભ્રષ્ટ રાજકારણી છે.

વિવેક અગ્નિહોત્રીએ આકરો જવાબ આપ્યો

વિવેક અગ્નિહોત્રીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે. જેમાં તેણે શરદ પવાર માટે લખ્યું છે કે, ”તો પછી જુઠ્ઠું બોલો, બહુ દંભ છે. ભારતીય રાજકારણમાં અત્યાર સુધીનો સૌથી ભ્રષ્ટ રાજકારણી વાસ્તવિક જીવનમાં પણ સૌથી દંભી વ્યક્તિ છે. મારે અને કાશ્મીરી હિંદુઓએ એક વાત ખાનગી અને જાહેરમાં કહેવાની છે કે પવાર સાહેબ, Karma (કર્મ)એ કોઈને બક્ષ્યા નથી.”

વિવેક અગ્નિહોત્રીએ આ પોસ્ટ શેર કરી છે

થિયેટરોમાં તેનો જાદુ ચલાવ્યા પછી, ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મને OTT પર રિલીઝ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. અત્યારે આ ફિલ્મને ઓટીટી પર લાવવાની તૈયારી ચાલી રહી છે.

ફિલ્મ જેટલી રોમાંચક રીતે થિયેટરમાં સફળ રહી છે, ત્યારે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે OTT પર પણ સારું પ્રદર્શન કરશે. આ ફિલ્મ હવે Zee5 પર રિલીઝ થવા જઈ રહી છે. કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચારો આધારિત ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’એ અત્યાર સુધીમાં 250 કરોડ રૂપિયાથી વધુ કમાણી કરી હતી, જ્યારે ફિલ્મ વર્લ્ડવાઈડ BO કલેક્શન 350 કરોડ રૂપિયાના આંકડાને સ્પર્શી ગઈ હતી.

આ પણ વાંચો – વરુણ ધવનને જન્મદિવસની અનોખી શુભેચ્છાઓ મળી, કિયારાએ કહ્યું – ‘જુગ જુગ જિયો’