National Pollution Control Day : ભારતમાં સર્જાઈ હતી, દુનિયાની સૌથી ભયાનક દુર્ઘટના, જાણો એ દિવસ અને ઘટના વિશે

|

Dec 02, 2021 | 12:52 PM

આ દિવસ ઔદ્યોગિક પ્રણાલીઓ અને તેમાં માનવીય ભૂલોને કારણે થતા પ્રદૂષણ વિશે જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે. આ દુર્ઘટના સાથે એક મોટી દુર્ઘટના એ પણ છે કે આજે પણ દેશમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવી નથી, જેની જરૂર છે.

National Pollution Control Day : ભારતમાં સર્જાઈ હતી, દુનિયાની સૌથી ભયાનક દુર્ઘટના, જાણો એ દિવસ અને ઘટના વિશે
Air Pollution (Symbolic Image)

Follow us on

શુ ભારત(India)માં વાયુ પ્રદુષણ (Air Pollution)બાબતે દુનિયામાં માત્ર દિલ્હીની આબોહવા ખરાબ હોવા પર જ હલચલ થાય છે. પરંતુ અજીબ વાત એ છે કે ભારતમાં મનાવામાં આવતો રાષ્ટ્રીય પ્રદુષણ નિયંત્રણ દિવસ (National Pollution Control Board) એ લોકોની યાદમાં મનાવામાં આવે છે જે દુનિયાની સૌથી ભયાનક ઔદ્યોગિક દુર્ઘટનાનો શિકાર થયા હતા.

2-3 ડિસેમ્બર 1984 માં ભોપાલ(Bhopal)માં ઝેરી ગેસ લીકેજની ઓદ્યોગિક દુર્ઘટના બની હતી. જેમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યો હતો અને પ્રદુષણની અસર 37 વર્ષ બાદ પણ જોવા મળે છે.

આ દુર્ઘટના એક પાઠ તરીકે

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

આ અકસ્માત વિશ્વભરના પર્યાવરણવાદીઓ માટે એક મોટી કેસ સ્ટડી બનીને રહી ગઈ. પરંતુ આ દિવસ ઔદ્યોગિક પ્રણાલીઓ અને તેમાં માનવીય ભૂલોને કારણે થતા પ્રદૂષણ વિશે જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે. આ દુર્ઘટના સાથે એક મોટી દુર્ઘટના એ પણ છે કે આજે પણ દેશમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવી નથી, જેની જરૂર છે.

વધતું પ્રદૂષણ

આજે, દેશની રાજધાની દરેક શિયાળાની ઋતુ પહેલાં રેકોર્ડ-બ્રેકિંગ પ્રદૂષણ સ્તરો સાથે ઝઝૂમી રહી છે, અને તેને રોકવાના પ્રયત્નો દર વર્ષે ઓછા પડે છે. અને દેશના દરેક શહેરમાં વાયુ પ્રદુષણના નવા રેકોર્ડ બની રહ્યા છે. જેની સીધી અસર લોકોના જીવનની ગુણવત્તા પર પડે છે.

શું થયું હતુ એ દિવસે

ભોપાલ અકસ્માત ઘણી બાબતોમાં પાઠ આપતો અકસ્માત છે. 1984માં યુનિયન કાર્બાઈડ ફેક્ટરીમાં 2-3 ડિસેમ્બરની રાત્રે મિથાઈલ આઈસો સાઈનાઈડ (MIC) લીક થયું હતુ. આ ઝેરી ગેસ હવામાં ભળવાથી તે શહેરમાં દૂર દૂર સુધી ફેલાઈ ગયો અને હજારો લોકો માટે જીવલેણ સાબિત થયો. એટલું જ નહીં, હવામાં ભળવાની સાથે તે ભોપાલના તળાવ અને ત્યાંની જમીનમાં પણ ભળી ગયું.

અસર શું હતી

ભોપાલ અકસ્માત માત્ર વાયુ પ્રદૂષણ જ નહીં પરંતુ જળ પ્રદૂષણ અને જમીનના પ્રદૂષણનું પણ ઉદાહરણ બની ગયું. જાણકારોનું કહેવું છે કે આ અકસ્માતની અસર આજે પણ જોવા મળી રહી છે. તે દિવસે કુલ 40 ટન મિક ગેસ લીક ​​થયો હતો. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડેટા અનુસાર, તે અકસ્માતમાં લગભગ 5.21 ટકા એટલે કે કુલ 23 હજાર લોકોએ જીવ ગુમાવ્યા હતો.

વર્તમાન વાયુ પ્રદૂષણની સમસ્યા અલગ પ્રકારની છે

પ્રદૂષણ પ્રત્યે ગંભીરતાને જાગૃત કરવા માટે આ ઘટનાને યાદ કરી લેવી પુરતી છે, પરંતુ ભારતમાં પ્રદૂષણની સમસ્યા અલગ રીતે ચિંતાજનક છે. દેશની ગંભીર સ્થિતિ સમજવા માટે તેના સ્વરૂપને સમજવું પડશે. કારણ અને અસરની દૃષ્ટિએ હાલની સ્થિતિ ભોપાલ દુર્ઘટના જેટલી સ્પષ્ટ નથી. માનવસર્જિત કારણોને લીધે પ્રદૂષણ વધી રહ્યું છે અને તેની અસર મોટાભાગે અપ્રત્યક્ષ (Indirect)છે.

અલગ અલગ સ્ત્રોતોનું યોગદાન

સૌથી પહેલા જો સ્ત્રોતોની વાત કરીએ તો વાહનથી નીકળતું મોટાપાયે પ્રદૂષણ, ઉર્જા ઉત્પાદનના મોટા ઉદ્યોગોથી લઈ ઈંટોના નિર્માણ જેવા નાના ઉદ્યોગ, નિર્માણ ઉદ્યોગો અને રસ્તાઓમાંથી ઉડતી ધૂળ, વગેરે અનેક માનવીય પ્રવૃત્તિઓ જીવાશ્મ અને જૈવિક ઈંધણના સળગવાથી થતું પ્રદુષણ સાથે જંગલોમાં આગ જેવી પ્રાકૃતિક સ્ત્રોતો અને કાપણીના મોસમમાં ખુલ્લા ખેતરોમાં આગથી પ્રદૂષણને એક વિશાળ રૂપ આપે છે. જે તમામ પરિબળો પ્રદુષણ માટે જવાબદાર છે.

આ રીતે કામ કરવાની જરૂર

પ્રદૂષણની સમસ્યાના ઉકેલ માટે વ્યાપક અને મોટા પાયે કામ કરવાની જરૂર છે. ઉદાહરણ તરીકે, બાંધકામ ઉદ્યોગમાં, એવી પદ્ધતિઓ દૂર કરવી જોઈએ જેમાં વાતાવરણમાંની ધૂળ ઓછી થાય. અશ્મિભૂત ઇંધણના વિકલ્પો શોધવા અને તેને લોકો માટે ઉપલબ્ધ બનાવવા તેમજ તેનો ઉપયોગ સરળ બનાવવો. ઉદાહરણ તરીકે, ઇલેક્ટ્રિક વાહનોએ ચાર્જિંગને સરળ અને સુલભ બનાવવું પડશે.

પ્રદૂષણની ગંભીરતા વિશે લોકોને જાગૃત કરવા ખૂબ જ જરૂરી છે. રાષ્ટ્રીય પર્યાવરણ દિવસ આપણને યાદ અપાવે છે કે પર્યાવરણને હળવાશથી લેવું એ મોટી સજા હોઈ શકે છે. કોવિડ-19 રોગચાળાએ આપણને ઘણા પાઠ આપ્યા છે અને આપણી પોતાની સમસ્યાઓ પ્રત્યે ગંભીર બનવાનું શીખવ્યું છે.

આ પણ વાંચો: IND VS NZ, 2nd Test: છેલ્લી મેચમાં 0 રન પર આઉટ, હવે મુંબઈ ટેસ્ટમાં મળશે તક, ટીમ ઈન્ડિયામાં થશે 2 ફેરફાર!

 

આ પણ વાંચો: શું હોય છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ? જે વરસાદ લાવે છે અને શિયાળો પણ લાવે છે, જાણો તેનું કારણ

 

Next Article