જળવાયુ સંકટથી ભારતીય કંપનીઓને આગામી 5 વર્ષમાં થશે 732 કરોડ રૂપિયાનું નુકસાન

|

Mar 03, 2021 | 7:46 PM

જળવાયુ સંકટના કારણે ભારતીય કંપનીઓને આવતા 5 વર્ષમાં 100 અબજ ડોલર અથવા લગભગ 732 કરોડ રૂપિયાનું નુકસાન થશે. CDPના એક અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો છે.

જળવાયુ સંકટથી ભારતીય કંપનીઓને આગામી 5 વર્ષમાં થશે 732 કરોડ રૂપિયાનું નુકસાન

Follow us on

જળવાયુ સંકટના કારણે ભારતીય કંપનીઓને આવતા 5 વર્ષમાં 100 અબજ ડોલર અથવા લગભગ 732 કરોડ રૂપિયાનું નુકસાન થશે. CDPના એક અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો છે. CDPએ એક સંસ્થા છે, જે રોકાણકારો, કંપનીઓ, શહેરો, રાજ્યો અને પ્રદેશો માટે ગ્લોબલ ડિસ્ક્લોઝર સિસ્ટમ પર કામ કરે છે. રિપોર્ટનું શીર્ષક ‘Building Back Greener’ છે. રિપોર્ટ ભારતની 220 કંપનીમાંથી 42 કંપનીઓના પ્રતિસાદ પર આધારિત છે. આ રિપોર્ટ માટે સીડીપીની પસંદગી કરવામાં આવેલી 220 કંપનીઓમાંથી 60 કંપનીઓ BSE એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જની ટોચની 200 કંપનીઓમાં શામેલ છે.

Climate Crisis

CDPના અહેવાલમાં સમાવિષ્ટ 67 મોટી કંપનીઓમાં 88 ટકા લોકોએ જણાવ્યું હતું કે તેઓએ તેમના ઉચ્ચ મેનેજમેન્ટને હવામાન સંબંધિત કાર્યવાહી કરવા પ્રોત્સાહિત કર્યા છે. 220 કંપનીઓમાંથી 67 મોટી કંપનીઓ હતી, જ્યારે બાકીની સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો છે.

 

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

રિપોર્ટ અનુસાર વર્ષ 2019માં વાતાવરણની કટોકટીને કારણે કંપનીઓને નુકસાનનું જોખમ 88 ટકા હતું, જ્યારે આ વર્ષે વધીને 94 ટકા થઈ ગયું છે. 67 કંપનીઓમાંથી 42એ જણાવ્યું હતું કે તેઓને કેટલું આર્થિક નુકસાન થશે, પરંતુ બાકીની કંપનીઓ સચોટ અંદાજ આપી શકી નથી. જો કે, આ કંપનીઓ એમ પણ માને છે કે હવામાન સંકટને કારણે તેમનું જોખમ વધ્યું છે.

 

આ પણ વાંચો: Rajkot : ભાજપના નવા ચૂંટાયેલા કોર્પોરેટરો દ્વારા આજી ડેમમાં નર્મદા નીરના વધામણાં

Next Article