
થાઇલેન્ડ દેશે ભારત સહિત 93 દેશો અને પ્રદેશો માટે લાગુ 60 દિવસની વિઝા-ફ્રી યોજના બંધ કરી દીધી છે. આ નિર્ણય વિઝા કેટેગરીને વધુ સરળ અને સુવ્યવસ્થિત બનાવવા માટે લેવામાં આવ્યો છે. હવે થાઇલેન્ડ દેશ One Country, One Visa Privilegeના સિદ્ધાંત પર કામ કરશે. એટલે કે દરેક દેશ માટે એક જ પ્રકારની વિઝા સુવિધા લાગુ રહેશે. વિદેશ મંત્રાલય હેઠળના કોન્સ્યુલર બાબતોના વિભાગ અનુસાર, થાઇલેન્ડના મંત્રીમંડળે 19 મે, 2026 ના રોજ સુધારેલા વિઝા ફ્રી અને વિઝા-ઓન-અરાઇવલ નિયમોને મંજૂરી આપી હતી.
સુધારેલી સિસ્ટમ એક નવા માર્ગદર્શક સિદ્ધાંત પર કાર્ય કરે છે. “એક દેશ, એક થાઈ વિઝા મુક્તિ વિશેષાધિકાર” (One Country, One Thai Visa Exemption Privilege) આનો હેતુ વિદેશી મુલાકાતીઓ માટે સ્પષ્ટ અને વધુ સુસંગત ધોરણો સ્થાપિત કરવાનો છે.
60-દિવસની વિઝા ફ્રી યોજના શરૂઆતમાં પર્યટનને વેગ આપવા અને આર્થિક પુનઃપ્રાપ્તિને ટેકો આપવા માટે રજૂ કરવામાં આવી હતી. જોકે, સુરક્ષા, ગેરકાયદેસર રોજગાર, નામાંકિત વ્યવસાયો અને આંતરરાષ્ટ્રીય ગુના સંબંધિત ચિંતાઓને કારણે હવે આ બંધ કરવામાં આવશે. થાઇલેન્ડના પર્યટન અને રમતગમત મંત્રી, સુરાસાક ફંચારોએનવોરાકુલે (Surasak Phancharoenworakul) અગાઉ સંકેત આપ્યો હતો કે દેશ નીતિની સમીક્ષા કરશે. તેમણે નોંધ્યું હતું કે સરકાર હવે મુલાકાતીઓની સંખ્યાથી આગળ વધીને ગુણવત્તાવાળા પ્રવાસીઓને આકર્ષવા પર વધુ ભાર મૂકી રહી છે, જ્યારે આર્થિક લાભો અને સુરક્ષા બંને બાબતોને સંતુલિત કરી રહી છે.
ભારતને જુલાઈ 2024માં 60 દિવસની વિઝા-ફ્રી સુવિધા આપવામાં આવી હતી. આ કારણે ભારતીય લોકો માટે થાઇલેન્ડ લાંબા વેકેશનનું આકર્ષક સ્થળ બન્યું હતું. પરંતુ હવે ભારતને વિઝા ઓન અરાઈવલ વિઝા ઓન અરાઇવલ (Visa on Arrival – VOA) કેટેગરીમાં ખસેડવામાં આવ્યું છે. એટલે કે ભારતીય પ્રવાસીઓને હવે વિઝા-ફ્રી એન્ટ્રી નહીં મળે.