Jammu- Kashmir : શ્રીનગરના ઈદગાહ વિસ્તારમાં આતંકી હુમલો,આચાર્ય સહિત એક શિક્ષકનું મોત

Jammu- Kashmir : શ્રીનગરના ઈદગાહ વિસ્તારમાં આતંકી હુમલો,આચાર્ય સહિત એક શિક્ષકનું મોત

| Edited By: | Updated on: Oct 07, 2021 | 12:33 PM

જમ્મુ કશ્મીરના શ્રીનગરના ઈદગાહ વિસ્તારમાં આતંકી હુમલો થયો હોવાના અહેવાલ મળી રહ્યા છે.આ હુમલામાં આચાર્ય સહિત એક શિક્ષકનુ ઘટનાસ્થળે જ મોત થયુ છે.

Jammu Kashmir : જમ્મુ કશ્મીરના શ્રીનગરના ઈદગાહ વિસ્તારની એક શાળામાં આતંકી હુમલો (Terrorist Attack) થયો હોવાના સમાચાર મળી રહ્યા છે.આ હુમલામાં આચાર્ય સહિત એક શિક્ષકનું મોત થયુ છે.જ્યારે અન્ય ઘણા લોકો આ ઘટનામાં ઘાયલ થયા છે.

 

હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

અધિકારીઓએ જણાવ્યું હતું કે, “આંતકવાદીઓએ શાળામાં ઘુસીને અંધાધૂધ ફાયરિંગ(Firing)  કર્યુ હતુ.આ હુમલામાં શાળાના આચાર્ય સહિત એક શિક્ષકનું મોત થયુ છે.જ્યારે કેટલાક લોકો આ ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.જેને SKIMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.”

આંતકી હુમલામાં મૃત્યુ પામેલા બે શિક્ષકની ઓળખ થઈ

જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરના (Srinagar) ઈદગાહ વિસ્તારમાં ગુરુવારે આતંકવાદીઓએ આમ નાગરિકોને નિશાન બનાવ્યા હતા. શંકાસ્પદ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં મૃત્યુ પામેલા બંને શિક્ષકોની ઓળખ થઈ ગઈ છે. જેમાં એક પુરુષ શિક્ષક છે જે કાશ્મીરી પંડિત છે અને બાટમાલુ શ્રીનગરમાં તે રહે છે.અને તેની ઓળખ જમ્મુના દીપક ચંદ (Deepak Chand) તરીકે થઈ છે. જ્યારે એક મહિલા છે જે શાળાના આચાર્ય હતા. તે શ્રીનગરના આલોચી બાગમાં વસવાટ કરે છે અને તેની ઓળખ સતીદનેર કૌર (Satinder Kaur) તરીકે થઈ છે.

જમ્મુકશ્મીરના પુર્વ મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાએ પણ આ ઘટના અંગ દુ:ખ વ્યક્ત કર્યુ

જમ્મુકશ્મીરના પુર્વ મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાએ પણ આ ઘટના અંગ દુ:ખ વ્યક્ત કર્યુ છે.તેણે ટ્વિટ કરીને લખ્યુ કે, “ફરી એકવાર હુમલો, આ વખતે આ હુમલામાં સરકારી શાળાના બે શિક્ષકોના મોત થયા છે.ભગવાન તેના આત્માને શાંતિ આપે.”

આતંકીઓએ લાલબજાર વિસ્તારમાં પણ કર્યો હુમલો

ગોળીબારના એક કલાકની અંદર શંકાસ્પદ આતંકવાદીઓએ શહેરના લાલબજાર વિસ્તારમાં પણ એક બિન-સ્થાનિક વ્યક્તિને ગોળી મારી દીધી હતી. પોલીસે જણાવ્યું કે, રસ્તાની બાજુમાં એક વ્યક્તિ ભેળપુરી વેચતો હતો. જેના પર હુમલો કરતા તેનુ ઘટનાસ્થળે જ મોત થયુ છે.

 

આ પણ વાંચો : સત્તાના 20 વર્ષ : જનહિતમાં લેવાયેલા નિર્ણયોએ નરેન્દ્ર મોદીને ચૂંટણીના હીરો પણ બનાવ્યા

આ પણ વાંચો :  PM MODI : જાહેર સેવાના 20 વર્ષ પૂર્ણ, ભાજપ દિવસભર કાર્યક્રમો યોજશે

Published on: Oct 07, 2021 11:54 AM