જાણો વ્યક્તિની તનતોડ મહેનતની કમાણી, કેવી રીતે થઈ ધૂળધાણી!

દુનિયાભરમાં લોકો પોતાની કમાણીને સુરક્ષિત રાખવા માટે અનેક ઉપાયો અજમાવે છે. આ જ કારણ છે કે કેટલાક લોકો તેમના ઘરના લોકર અથવા બેંકના લોકરમાં રોકડ રકમ રાખે છે

જાણો વ્યક્તિની તનતોડ મહેનતની કમાણી, કેવી રીતે થઈ ધૂળધાણી!
| Edited By: | Updated on: Feb 19, 2021 | 9:24 PM

દુનિયાભરમાં લોકો પોતાની કમાણીને સુરક્ષિત રાખવા માટે અનેક ઉપાયો અજમાવે છે. આ જ કારણ છે કે કેટલાક લોકો તેમના ઘરના લોકર અથવા બેંકના લોકરમાં રોકડ રકમ રાખે છે તો પછી ઘણા લોકો કેટલાક અવનવા ઉપાયો કાઢે છે. થોડાક દિવસ પેહલા આંધ્રપ્રદેશમાં એક કિસ્સો બહાર આવ્યો છે, જેના વિશે સાંભળીને તમારા હોંશ ઊડી જશે. અહીં એક વ્યક્તિએ તેની મહેનતથી કમાઈને પૈસા બચાવીને રાખ્યા હતા, પરંતુ તેની બધી થાપણો ઊધઈ(Termites)એ નષ્ટ કરી નાખી.

 

એક અહેવાલ મુજબ માયલાવરમ શહેરમાં રહેતા 52 વર્ષીય બિજિલી જામાલયને ખબર પડી કે આ લોખંડની પેટીમાં તેના 5 લાખ રૂપિયા ઊધઈ (Termites) ખાઈ ગઈ છે. જમાલયાએ તેનું સ્વપ્ન સાકાર કરવા તનતોડ મહેનત, પરસેવો પાડીને 5 લાખ રૂપિયા એકઠા કર્યા હતા. જ્યારે તેને કોઈ કામ માટે 1 લાખ રૂપિયાની જરૂર પડી ત્યારે તેણે લોખંડની પેટી ખોલી. જેમાં તેણે પોતાની થાપણ બચાવીને રાખી હતી, પરંતુ અંદરનું દૃશ્ય જોઈને તેના હોંશ ઉડી ગયા.

 

ખરેખર, ઊધઈએ 500 રૂપિયા અને 200 રૂપિયાની નોટોમાં કાણાં કરી દીધા હતા, જેના કારણે બધી નોટો સંપૂર્ણપણે નકામી થઈ ગઈ. તેની મહેનતથી કમાયેલી આ રકમ જોઈને જમાલય ધ્રૂસકેને ધ્રુસકે રડવા લાગ્યો. સ્થાનિક લોકોએ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. જમાલયે પોલીસને કહ્યું કે તેમના પરિવારમાંથી કોઈપણ સભ્યોનું બેંકમાં ખાતું નથી, તેથી તેણે પોતાની કમાણીમાંથી એક-એક રૂપિયો બચાવીને એક લોખંડની પેટીમાં જમા કર્યા હતા.

 

પોલીસે વચન આપ્યું કે જો તેઓ કોઈપણ ગેરકાયદેસર કામમાં સંડોવણી નહીં હોય તો તેમની દરેક શક્ય મદદ કરવામાં આવશે. થોડા દિવસો પહેલા આવી જ ઘટના ગુજરાતના વડોદરાથી સામે આવી હતી, જ્યાં એક વ્યક્તિએ બેંકના લોકરમાં રોકડ રકમ જમા કરાવી હતી. પરંતુ જ્યારે ખાતાધારકે બેંકલોકર ખોલ્યું ત્યારે ત્યાં નોટોના બંડલ પર ઊધઈ (Termites) લાગી હતી.

 

આ પણ વાંચો: Ahmedabadમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પિતા-પુત્ર વચ્ચે જંગ