Telangana: નેતા નીકળ્યા સડક પર અને લોકોને મફતમાં વેચી રહ્યા છે દારૂ અને મરઘા, જુઓ ગજબનો Video

|

Oct 04, 2022 | 5:36 PM

Telangana: તેલંગાણા રાષ્ટ્ર સમિતિના એક નેતાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં TRSને નેતા લોકોને દારૂ વેચતા જોવા મળ્યા છે.

Telangana:  નેતા નીકળ્યા સડક પર અને લોકોને મફતમાં વેચી રહ્યા છે દારૂ અને મરઘા, જુઓ ગજબનો Video
TRSના નેતાનો વીડિયો વાયરલ

Follow us on

બુધવારે તેલંગાણાના મુખ્યમંત્રી કે.સી.રાવ (KCR) રાષ્ટ્રીય પાર્ટીનું એલાન કરી શકે છે. જેને લઈને તમામ તૈયારીઓ પણ કરી લેવામા આવી છે. આ બધા વચ્ચે TRSના નેતાનો એક હૈરાન કરનારો વીડિયો સામે આવ્યો છે. નવી પાર્ટીની હજુ તો જાહેરાત પણ નથી કરાઈ ત્યાં TRSના એક નેતા રાજનાલા શ્રીહરી વારંગલમાં સ્થાનિકોને દારૂની બોટલો અને મરઘાની લ્હાણી કરતા જોવા મળ્યા છે.

ટીઆરએસ (TRS) નેતા રાજનાલાનો વીડિયો (Video) સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. ન્યૂઝ એજન્સી ANIએ ટ્વિટર પર આ વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તમે TRS નેતાને એક ટ્રક પાસે ઉભેલા જોઈ શકો છો. ટ્રકની અંદર ચિકન છે અને વાઇનની બોટલો ટેબલ પર રાખવામાં આવી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે દારૂ અને મૂર્ગા લેવા માટે લોકોની લાંબી લાઈનો પણ જોવા મળી રહી છે.

માંસ કેમ ન ખાવું જોઈએ ? દેવરાહા બાબાએ જણાવ્યું મોટું કારણ, જુઓ Video
Indian Oil ભારતમાં, તો પછી વિશ્વની સૌથી મોટી Oil Company કઈ છે?
ઘરે તુલસી છે ! જાણી લો મંજરી કયા દિવસે ન તોડવી જોઈએ?
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આવી મોટી ગાડીઓમાં ફરતા હતા મહાત્મા ગાંધી, જુઓ Photos
ખાલી પેટ ખીરા કાકડીનું જ્યુસ પીવાથી જાણો શું થાય છે?
Tobacco Diseases : તમાકુના સેવનથી કયા રોગો થાય છે?

 

રાષ્ટ્રીય રાજનીતિમાં KCRની એન્ટ્રી

વર્ષ 2014ની લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ 5 ઓક્ટોબરે રાષ્ટ્રીય રાજનીતિક પાર્ટીના નામની જાહેરાત કરવાના છે. મળતી અહેવાલ અનુસાર, તેલંગાણા રાષ્ટ્ર સમિતિ પાર્ટીના સૂત્રોના જણાવ્યા મુજબ દશેરા પર પાર્ટીના નામની જાહેરાત થઈ શકે છે.

સોમવારે (3 ઑક્ટોબર) હૈદરાબાદમાં KCRની ઑફિસમાંથી એક સત્તાવાર પ્રેસ રિલિઝમાં જણાવવામાં આવ્યું હતું કે TRSની બેઠક તેલંગાણા ભવનમાં દશેરાને દિવસે થશે. આ પ્રેસ રિલિઝમાં જણાવાયુ છે કે મુખ્યમંત્રીએ અગાઉ કરેલી જાહેરાત મુજબ પાર્ટીની સામાન્ય સભા 5 ઓક્ટોબરના રોજ સવારે 11 વાગ્યે તેલંગાણા ભવન ખાતે યોજાશે, જેમા આગેવાનોને બેઠકમાં નિયત સમયે હાજર રહેવા અનુરોધ કરાયો છે.

રાષ્ટ્રીય પક્ષના નામ અંગે TRSએ શું કહ્યું?

TRS નેતા શ્રીધર રેડ્ડીએ કહ્યું, “દેશવાસીઓ એક મજબૂત પ્લેટફોર્મ શોધી રહ્યા છે કારણ કે NDA શાસનના તમામ પાસાઓમાં નિષ્ફળ ગયું છે.” શ્રીધર રેડ્ડીએ કહ્યું કે કેસીઆરએ રાષ્ટ્રીય પ્લેટફોર્મ માંગ્યું હતું અને તેઓ રાષ્ટ્રીય સ્તરે જશે. તેમણે કહ્યું કે ગુજરાત મોડલ સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે અને દેશ મજબૂત વિકલ્પ શોધી રહ્યો છે. રેડ્ડીએ કહ્યું કે કેસીઆર રાષ્ટ્રીય પાર્ટીના નામની જાહેરાત કરશે

Next Article