Telangana: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી 13500 કરોડ રૂપિયાના પ્રોજેક્ટની ભેટ, ખેડૂતો માટે પણ કરી મોટી જાહેરાત

PM મોદીએ કહ્યું કે, આજે તેલંગાણામાં ઘણી મહત્વપૂર્ણ પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જેના કારણે તહેવારની રંગત વધુ ખીલી છે. મેં આજે ઘણા રોડ કનેક્ટિવિટી પ્રોજેક્ટનો પણ શિલાન્યાસ કર્યો છે, જે અહીંના લોકોના જીવનમાં મોટા ફેરફારો લાવશે.

Telangana: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી 13500 કરોડ રૂપિયાના પ્રોજેક્ટની ભેટ, ખેડૂતો માટે પણ કરી મોટી જાહેરાત
PM Narendra Modi
| Edited By: | Updated on: Oct 01, 2023 | 4:09 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) રવિવારે તેલંગાણાના (Telangana) મહબૂબનગર જિલ્લામાં અંદાજે 13,500 કરોડ રૂપિયાના જુદા-જુદા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું કે, 2014માં LPG કનેક્શનની સંખ્યા 14 કરોડ આસપાસ હતી, જે હવે વધીને 32 કરોડથી વધારે થઈ છે. તાજેતરમાં અમે ગેસ સિલિન્ડરના ભાવમાં પણ ઘટાડો કર્યો છે.

મહત્વપૂર્ણ પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન

પીએમ મોદીએ કહ્યું કે, આજે તેલંગાણામાં ઘણી મહત્વપૂર્ણ પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જેના કારણે તહેવારની રંગત વધુ ખીલી છે. મેં આજે ઘણા રોડ કનેક્ટિવિટી પ્રોજેક્ટનો પણ શિલાન્યાસ કર્યો છે, જે અહીંના લોકોના જીવનમાં મોટા ફેરફારો લાવશે. તે પ્રોજેક્ટથી મહારાષ્ટ્ર સહિત અન્ય ઘણા રાજ્યોમાં લોકોની અવરજવર સરળ બનશે.

 

 

પીએમ મોદીએ BRS પર પ્રહારો કર્યા

વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હૈદરાબાદ-રાયચુર-હૈદરાબાદ રેલ સેવાને પણ લીલી ઝંડી બતાવી હતી. શનિવારે પીએમ મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેલંગાણાની સત્તારૂઢ BRS સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે લખ્યું હતું કે, તેલંગાણાના લોકો નબળા શાસનથી કંટાળી ગયા છે. લોકોને હવે કોંગ્રેસમાંથી પણ વિશ્વાસ ઉઠી ગયો છે. પીએમ મોદીએ આરોપ લગાવ્યો કે બંને વંશવાદી પક્ષો છે, જેનો ઉદ્દેશ્ય જનતાની સેવા કરવાનો નથી.

 

 

આ પણ વાંચો : Breaking News: PM મોદીએ સ્વચ્છતા અભિયાનમાં લીધો ભાગ, ટ્વીટ કર્યો VIDEO

ખેડૂતો માટે કરી મોટી જાહેરાત

વડાપ્રધાને કહ્યું કે આજે હું તેલંગાણાની ધરતી પરથી જાહેરાત કરી રહ્યો છું કે, કેન્દ્ર સરકારે હળદરની ખેતી કરતા ખેડૂતો માટે અને તેમની જરૂરિયાતોને ધ્યાનમાં લઈને રાષ્ટ્રીય હળદર બોર્ડની રચના કરી છે. પીએમ મોદીએ કહ્યું કે, તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે. નવરાત્રિ શરૂ થવાની છે, પરંતુ સંસદમાં મહિલા અનામત બિલ પસાર કરીને આપણે તે પહેલાં ‘શક્તિ’ની પૂજા કરવાની ભાવના સ્થાપિત કરી છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો