આ રાજ્ય સરકારની જોરદાર પહેલ, વિદેશ જનારા વિદ્યાર્થીઓ માટે શરુ કરાયું ખાસ રસીકરણ અભિયાન

જે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વિદેશ જવાનું છે તેમના માટે આ રાજ્યમાં ખાસ કોરોના રસીકરણ અભિયાન શરૂ કરાયું છે. રસી મેળવવા માટે વિદ્યાર્થીઓએ સંબંધિત યુનિવર્સિટીનો પ્રવેશપત્ર, પાસપોર્ટ, વિદ્યાર્થી વિઝા સાથે રસીકરણ કેન્દ્ર પર આવવાનું કહેવામાં આવ્યું છે.

આ રાજ્ય સરકારની જોરદાર પહેલ, વિદેશ જનારા વિદ્યાર્થીઓ માટે શરુ કરાયું ખાસ રસીકરણ અભિયાન
સ્ટુડન્ટ વિઝા ધરાવતા વિદ્યાર્થીઓ માટે વેક્સિનેશન (Image-PTI)
Follow Us:
| Updated on: Jun 06, 2021 | 12:07 PM

કોરોના સામે લડવા માટે દેશમાં મોટા પાયે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. કોરોનાના કારણે સ્વસ્થ, નોકરી-ધંધા, અભ્યાસ અને વિદેશ જવાની નીતિઓ પર પણ અસર પડી છે. જાહેર છે કે ભારતથી મોટી સંખ્યામાં લોકો ભણતર માટે વિદેશ જવા માંગે છે. અને કોરોનાના કારણે તેમાં પણ તકલીફો આવી રહી છે. આ બાબતને લઈને તેલંગાણા રાજ્ય સરકાર સજાગ બની છે.

જે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વિદેશ જવાનું છે તેમના માટે તેલંગાણામાં વિશેષ કોરોના રસીકરણ અભિયાન શરૂ કરાયું છે. પ્રિવેન્ટિવ મેડિસિન ઇન્સ્ટિટ્યૂટ, હૈદરાબાદની દેખરેખ હેઠળ આવા વિદ્યાર્થીઓ માટે એક ખાસ રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. રસી મેળવવા માટે વિદ્યાર્થીઓએ સંબંધિત યુનિવર્સિટીનો પ્રવેશપત્ર, પાસપોર્ટ, વિદ્યાર્થી વિઝા સાથે રસીકરણ કેન્દ્ર પર આવવાનું કહેવામાં આવ્યું છે.

આ બાબતે ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્રિવેન્ટિવ મેડિસિનના ડિરેક્ટર ડો.શંકરે મીડિયાની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, વિદેશમાં ભણતા વિદ્યાર્થીઓ, જેઓ રસી લેવાનું ઇચ્છે છે, તેઓ રસીની નોંધણી માટે બનાવેલ ખાસ વેબસાઇટ પર બે દિવસ અગાઉ નોંધણી કરાવી શકે છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

જાહેર છે કે અત્યારે દેશમાં રસીકરણને લઈને અને વેક્સિનની અછતને લઈને પણ ઘણા પ્રશ્નો ઉઠી રહ્યા છે. આ પ્રશ્નોની વચ્ચે દેશમાં અત્યાર સુધી 23 કરોડથી વધુ વેક્સિનના ડોઝ લગાવવામાં આવ્યા છે. આ ગણતરીમાં રસીકરણ અભિયાનના 141 મા દિવસે શનિવારે આપવામાં આવેલા 31,20,451 ડોઝ શામેલ છે.

તારીખ 5 જુનની વાત કરીએ તો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે શનિવારે આપવામાં આવેલા કુલ ડોઝમાંથી 16,19,504 ડોઝ 18-44 વર્ષની વય જૂથના લાભીઓને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 41,058 ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રસીકરણ અભિયાનના ત્રીજા તબક્કાની શરૂઆતની વાત કરીએ તો 18-44 વય જૂથના 2.76 કરોડથી વધુ લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 1,60,406 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચ: 98 વર્ષીય Dilip Kumar ની ફરી તબિયત લથડી, અભિનેતાને શ્વાસ લેવામાં થઈ રહી છે તકલીફ

આ પણ વાંચો: Video: તારક મહેતાની જૂની સોનુ ઉર્ફે નિધિ ભાનુશાલીનો વિડીયો વાયરલ, તળાવમાં આ અંદાજમાં લગાવી ડૂબકી

g clip-path="url(#clip0_868_265)">