Target Killing in Kashmir : કાશ્મીરમાં ફરી ટાર્ગેટ કિલિંગ, બાંદીપોરામાં બિહારના વધુ એક પરપ્રાંતિય મજૂરની હત્યા, શુ આતંકવાદીઓના ષડયંત્રની આપવાનો હતો બાતમી ?

|

Aug 12, 2022 | 10:48 AM

બાંદીપોરાના સોડનારા સંબલમાં અડધી રાત્રે આતંકવાદીઓએ એક પરપ્રાંતિય મજૂરને ગોળી મારીને હત્યા કરી દીધી. મૃતક અમરેજ બિહારના મધેપુરાના બેસરાહ વિસ્તારનો રહેવાસી હતો.

Target Killing in Kashmir : કાશ્મીરમાં ફરી ટાર્ગેટ કિલિંગ, બાંદીપોરામાં બિહારના વધુ એક પરપ્રાંતિય મજૂરની હત્યા, શુ આતંકવાદીઓના ષડયંત્રની આપવાનો હતો બાતમી ?
Target Killing Again in Jammu and Kashmir (Symbolic Image)
Image Credit source: PTI

Follow us on

સ્વતંત્રતા દિવસ (Independence Day) પહેલા જમ્મુ-કાશ્મીરમાં (Jammu and Kashmir) આતંકવાદી ગતિવિધિઓ ફરી વધી છે. ગુરુવારે કેન્દ્ર શાસિત પ્રદેશના રાજૌરી જિલ્લામાં આતંકવાદી હુમલામાં 4 જવાનો શહીદ થયા હતા, જ્યારે સુરક્ષા દળોએ પણ 2 આતંકવાદીઓને ઠાર કર્યા હતા. દરમિયાન, ખીણમાં ટાર્ગેટ કિલિંગની (target killing) વધુ એક ઘટનાને અંજામ આપતી વખતે આતંકવાદીઓએ એક પરપ્રાંતિય મજૂરની હત્યા કરી નાખી છે. આ પરપ્રાંતિય મજૂર (migrant labour) બિહારનો રહેવાસી હતો.

જમ્મુ અને કાશ્મીરમાં કાશ્મીર ઝોન પોલીસે આતંકવાદીઓના હુમલા વિશે જણાવ્યું કે મધરાત દરમિયાન, બાંદીપોરાના સોડનારા સંબલમાં આતંકવાદીઓએ એક પ્રવાસી મજૂર મોહમ્મદ અમરેજની ગોળી મારીને હત્યા કરી દીધી. અમરેજ બિહારના મધેપુરાના બેસરાહ વિસ્તારનો રહેવાસી હતો. આતંકવાદીઓના ગોળીબારમાં ગંભીર રીતે ઘાયલ થયેલા અમરેજને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેણે દમ તોડી દીધો હતો. આ વર્ષે કેન્દ્રશાસિત પ્રદેશમાં ટાર્ગેટ કિલિંગની ઘણી ઘટનાઓ સામે આવી છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

રાત્રે 12.20 વાગ્યે ફાયરિંગ શરૂ થયુંઃ મૃતકનો ભાઈ

મૃતક મોહમ્મદ અમરેજના ભાઈએ જણાવ્યું કે લગભગ 12.20 વાગ્યે મારા ભાઈએ મને જગાડ્યો અને કહ્યું કે ફાયરિંગ શરૂ થઈ ગયું છે. પરંતુ મોહમ્મદ અમરેજ અમારી આસપાસ ન હતો, અમને લાગ્યું કે તે શૌચાલય ગયો હશે. અમે તેને શોધવા ગયા તો અમે તેને લોહીથી લથપથ જોયો. ત્યારબાદ અમે સુરક્ષા કર્મચારીઓનો સંપર્ક કર્યો.

મોહમ્મદ અમરેજના ભાઈએ જણાવ્યું કે અમે બંને ભાઈઓ સૂઈ રહ્યા હતા ત્યારે મારા ભાઈ મોહમ્મદ અમરેજએ મને જગાડ્યો અને કહ્યું કે ફાયરિંગ થઈ રહ્યું છે, પરંતુ મેં કહ્યું કે આવું થતું રહે છે, સૂઈ જાઓ. થોડી વાર પછી મેં જોયું કે ભાઈ ત્યાં મોહમ્મદ અમરેજ સૂતા ન હતા.

તેણે આગળ કહ્યું, “હું તેને શોધવા ગયો અને જોયું કે તે લોહીથી લથપથ હતો. મેં સેનાને બોલાવી અને અમે તેને હાજીન લઈ ગયા. જ્યાંથી અમને શ્રીનગર લઈ જવા કહ્યું હોવાથી અમે અમરેજને શ્રીનગર લઈ જઈ રહ્યાં હતા પરંતુ તે રસ્તામાં જ મૃત્યુ પામ્યો.”

ગઈ કાલે આત્મઘાતી હુમલામાં 4 જવાનો શહીદ થયા હતા

આ પહેલા આતંકવાદીઓએ ગુરુવારે વહેલી સવારે જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં આર્મી કેમ્પ પર આત્મઘાતી હુમલો કરવાની ફિરાકમાં આતંકવાદીઓ હતા. આતંકીઓના હુમલામાં ચાર જવાન શહીદ થયા હતા. સુરક્ષાદળોની જવાબી કાર્યવાહીમાં બે આતંકીઓ પણ માર્યા ગયા હતા.

આ હુમલાને લગભગ ત્રણ વર્ષના અંતરાલ બાદ જમ્મુ અને કાશ્મીરમાં ફિદાયીન (આત્મઘાતી હુમલાખોરો) ની વાપસીનો સંકેત કહેવામાં આવી રહ્યો છે. પોલીસે જણાવ્યું કે બંને આતંકવાદીઓ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવે છે. પોલીસે જણાવ્યું હતું કે આતંકવાદીઓ ઘાતક સ્ટીલ કોર બુલેટ્સથી સજ્જ હતા અને ચાર કલાકથી વધુ ચાલેલી અથડામણમાં બંને આતંકવાદીઓ માર્યા ગયા હતા. સવારે લગભગ 6.30 વાગ્યે એન્કાઉન્ટર સમાપ્ત થયું.

Next Article