
તમિલનાડુની રાજનીતિમાં આજે એક નવો ઈતિહાસ લખાઈ ચુક્યો છે. 234 સીટોવાળી વિધાનસભામાં થલપતિ વિજયની પાર્ટી તમિલગા વેત્રી કડગમ (TVK) એ 100 સીટો પાર કરી લીધી છે. આ આંકડા ઐતિહાસિક છે કારણ કે વિજયે આ જાદુ કોઈ ગઠબંધનના જોરે નહીં પરંતુ પરંતુ તેના એકલાના દમ પર મેળવ્યા છે. તેમણે એક તરફ DMK ના કેડરવાળા મજબૂત સંગઠન અને બીજી તરફ AIDMK ને જમીની ચેલેન્જ ને એકલાના દમ પર ધ્વસ્ત કર્યો છે.
તમિલનાડુમાં લગભગ 50 વર્ષ પહેલા એમજી રામચંદ્રને તેની નવી પાર્ટીની સાથે પહેલી જ ચૂંટણીમાં બહુમત મેળવી ચમત્કાર કર્યો હતો. આજે વિજયે એ જ સ્ક્રીન ટુ પોલિટિક્સની વિરાસતને ફરીથી જીવિત કરી છે. વિજય પહેલા ક્યા ક્યા સાઉથના ફિલ્મી સિતારાઓએ ચૂંટણી મેદાનમાં કેવી ઓપનિંગ કરી હતી.
સાઉથની રાજનીતિમાં ‘અલ્ટીમેટ સુપરસ્ટાર’ MGR જ હતા. 1972 માં ડીએમકે અલગ થયા બાદ તેમણે અન્નાદ્રમુક AIADMK બનાવી. 1977 ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે એ કરી બતાવ્યુ જે ભારતની રાજનીતિમાં મિસાલ બની ગયુ. તેમણે ન માત્ર ચૂંટણી જીતી, પરંતુ રાજ્યની સત્તા પર પણ એવી પકડ મજબુત કરી કે તેમના જીવિત રહેતા તેને કોઈ હલાવી પણ ન શક્યુ.
આંધ્રપ્રદેશમાં જે મુકામ NDR નું હતુ, એવુ ભાગ્યે જ કોઈનું રહ્યુ. 1982માં તેમણે ‘તેલુગુ દેશમ પાર્ટી’ બનાવી અને માત્ર 9 મહિનાની અંદર કોંગ્રેસના સૂપડા સાફ કરી દીધા. તેમનુ પહેલુ ચૂંટણી પર્ફોર્મેન્સ ઓલ ટાઈમ બ્લોકબસ્ટર હતુ, જેમણે પ્રાદેશિક ગૌરવને ચૂંટણીનો મુદ્દો બનાવ્યો.
સાઉથના કેટલાક સ્ટાર્સ માટે તો કરોડોની ભીડ જમા થતી હતી. પરંતુ એ ભીડને વોટબેંકમાં કન્વર્ટ કરવામાં એવરેજ સાબિત થયા.
આંધ્રા ‘મેગાસ્ટાર’ એ 2008 માં જ્યારે ‘પ્રજા રાજ્ય પાર્ટી’ (PRP) બનાવી તો લાગ્યુ કે NTR નો રેકોર્ડ તોડી દેશે પરંતુ 2009ની ચૂંટણીમાં તેમની પાર્ટી 294 માંથી ફક્ત 18 સીટ જ જીતી શકી. જો કે તેમને 16% વોટ મળ્યા. પરંતુ સત્તાની રેસમાં બહાર જ રહ્યા. બાદમાં તેમણે તેમની પાર્ટીનો વિલય કોંગ્રેસમાં કરી દીધો.
તમિલનાડુમાં ‘કેપ્ટન’ તરીકે જાણીતા વિજયકાંતે 2005માં DMDK બનાવી. 2006માં પહેલી ચૂંટણીમાં, તેમની પાર્ટીએ માત્ર એક જ બેઠક જીતી (તેમની ખુદની); જોકે, 8.4% વોટ શેર મેળવીને, તેમણે સાબિત કરી દીધુ કે તેઓ રાજકીય પરિદૃશ્યમાં એક મહત્વપૂર્ણ ‘સ્પોઈલર’ તરીકે ઉભરી શકે છે. 2011 માં, AIDMK સાથે જોડાણ કરીને, તેઓ 29 બેઠકો જીતવામાં સફળ થયા અને વિરોધ પક્ષના નેતા બન્યા; છતાં, તેઓ ક્યારેય પોતાના બળ પર સત્તા પ્રાપ્ત કરવામાં સફળ રહ્યા નહીં.
સિનેમાના દિગ્ગજ હોવા છતાં, રાજકીય ‘પિચ’ પર તેમની શરૂઆક કાં તો અત્યંત ધીમી અથવા તો ફ્લોપ રહી.
અભિનય દિગ્ગજ શિવાજી ગણેશનનો રાજકીય ઇનિંગ ખૂબ જ નિરાશાજનક સાબિત થઈ. 1988 માં, તેમણે ‘તમિલગા મુનેત્ર મુન્નાની’ ની સ્થાપના કરી, પરંતુ તેમનો પક્ષ એક પણ બેઠક જીતી શક્યો નહીં. હકીકતમાં, તેઓ પોતે પોતાની ચૂંટણી હારી ગયા. જે સાબિત કરે છે કે માત્ર સારા અભિનેતા હોવુ એ રાજનીતિમાં જીતની ગેરંટી નથી.
‘ઉલગનાયગન’ કમલ હાસને 2018માં ‘મક્કલ નીધી મૈયમ’ (MNM) ની સ્થાપના કરી. 2019ની લોકસભા ચૂંટણીમાં, તેમની પાર્ટીને લગભગ 3.7% મત મળ્યા, પરંતુ એક પણ બેઠક જીતી શક્યા નહીં. 2021ની વિધાનસભા ચૂંટણીમાં પણ, પાર્ટી ખાલી પડી, અને કમલ હાસન પોતે કોઈમ્બતુર દક્ષિણ મતવિસ્તારમાંથી ખૂબ જ નજીવી સરસાઈમાં હારી ગયા.
પવન કલ્યાણે 2014માં ‘જનસેના’બનાવી; જોકે, 2019માં જ્યારે તેમણે પહેલી વાર ચૂંટણી લડી, ત્યારે તેમનું પ્રદર્શન નિરાશાજનક હતું. તેમની પાર્ટીએ માત્ર એક જ બેઠક મેળવી, અને તેઓ પોતે જે બંને મતવિસ્તારોમાં ચૂંટણી લડ્યા હતા તેમાં તેઓ હારી ગયા. જોકે તાજેતરના સમયમાં તેમનું સ્થાન નોંધપાત્ર રીતે મજબૂત થયું છે, તેમનું ‘પદાર્પણ’ પ્રદર્શન નોંધપાત્ર રીતે નબળું હતું.
વિજયની 100 બેઠકોવાળા પર્ફોમેન્સ એટલા માટે અલગ તરી આવે છે કારણ કે તેમણે કમલ હાસન જેવી ‘ઈન્ટેલેક્ચુઅલ’ રાજનીતિ ન કરી. ના તો ચિરંજીવીની જેમ અધવચ્ચે હિંમત હારી. તેના બદલે, તેણે એમજીઆરની ‘માસ અપીલ’ના સૂત્રને અપનાવ્યું અને યુવા મતદારોમાં પોતાની ‘થલાપતિ’ ની ઈમેજને ‘તારણહાર’ (રક્ષક) તરીકે રજૂ કરી.
જ્યારે કમલ હાસન અને વિજયકાંત જેવા સ્ટાર્સ તમિલનાડુના રાજકારણના બે ધ્રુવો (DMK vs AIADMK) વચ્ચે જમીનદોસ્ત થઈ ગયા હતા, ત્યારે વિજય આ વખતે આ ‘બાયપોલર’ પ્રણાલીને એવી રીતે તોડવામાં સફળ રહ્યા છે કે તે તમિલનાડુમાં સત્તાના નવા કેન્દ્ર તરીકે ઉભરી આવ્યા છે. 100 બેઠકો જીતવી એ સૂચવે છે કે તમિલનાડુના મતદારો હવે પરંપરાગત પક્ષોથી આગળ જોઈ રહ્યા છે અને એક નવા ‘સિનેમેટિક વિઝન’ પર વિશ્વાસ મૂકી રહ્યા છે.