વિધાનસભા ચૂંટણી પહેલા EVMની બંધારણીય માન્યતા પર ઉભા થયા સવાલ, સુપ્રીમ કોર્ટ અરજી પર સુનાવણી કરવા તૈયાર

ચીફ જસ્ટિસ એન.વ રમન્નાના વકીલ એમ.એલ. શર્માની દલીલોને સાંભળ્યા બાદ કહ્યું કે અમે તેની તપાસ કરીશું... હું તેને અન્ય બેન્ચ સમક્ષ પણ સૂચિબદ્ધ કરી શકું છું.

વિધાનસભા ચૂંટણી પહેલા EVMની બંધારણીય માન્યતા પર ઉભા થયા સવાલ, સુપ્રીમ કોર્ટ અરજી પર સુનાવણી કરવા તૈયાર
Supreme Court (File Image)
| Edited By: | Updated on: Jan 19, 2022 | 8:11 PM

5 રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી (Assembly Elections 2022) ના પહેલા ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) એક વખત ફરી ચર્ચામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટ (Supreme Court) બુધવારે બેલેટ પેપરની જગ્યાએ ઈવીએમના ઉપયોગની બંધારણીય માન્યતાને પડકારતી અરજી પર સુનાવણી માટે તૈયાર થઈ ગયું. વકીલ એમ.એલ શર્માની અરજી પર દલીલો સાંભળ્યા બાદ ચીફ જસ્ટિસ એન.વી.રમન્નાની બેન્ચે કહ્યું કે તે તેમના આ બાબતની યાદી આપવા પર વિચાર કરશે. પિટિશનમાં લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 61Aની બંધારણીય માન્યતાને પડકારવામાં આવી છે. દેશમાં આ કાયદાની જોગવાઈ હેઠળ જ ચૂંટણીમાં બેલેટ પેપરની જગ્યાએ ઈવીએમથી વોટિંગ શરૂ થઈ હતી.

ચીફ જસ્ટિસ એન.વ રમન્નાના વકીલ એમ.એલ. શર્માની દલીલોને સાંભળ્યા બાદ કહ્યું કે અમે તેની તપાસ કરીશું… હું તેને અન્ય બેન્ચ સમક્ષ પણ સૂચિબદ્ધ કરી શકું છું. સમાચાર એજન્સી પીટીઆઈ મુજબ શર્માએ કહ્યું કે જનપ્રતિનિત્વ કાયદાની કલમ 61A જેની હેઠળ ઈવીએમના ઉપયોગની પરવાનગી છે, તેને સંસદમાંથી પસાર કરાવવામાં નહતો આવ્યો, તેથી તેને જબરદસ્તી લાગુ ના કરી શકાય.

તે સિવાય તેમને અરજીમાં બેલેટપેપરથી ચૂંટણી કરાવવાની માંગ કરી. શર્માએ કહ્યું મેં અરજી દાખલ કરી છે, જે રેકોર્ડ તથ્યો પર આધારિત છે. આ બાબતની ન્યાયિક નોંધ લઈ શકાય છે… ચૂંટણી બેલેટ પેપર દ્વારા થવી જોઈએ.

દેશના 5 રાજ્યો ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, મણિપુર અને પંજાબમાં આગામી મહિનાથી વિધાનસભા ચૂંટણી થવાની છે. ઉત્તર પ્રદેશમાં 7 તબક્કામાં ચૂંટણી થશે. યૂપીમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની શરૂઆત 10 ફેબ્રુઆરીએ થશે અને છેલ્લા તબક્કાનું મતદાન 7 માર્ચે થશે. ઉત્તરાખંડ અને ગોવામાં 14 ફેબ્રુઆરીએ મતદાન થશે. જ્યારે પંજાબમાં 20 ફેબ્રુઆરીએ વોટિંગ થશે. મણિપુરમાં બે તબક્કામાં 27 ફેબ્રુઆરી અને 3 માર્ચે મતદાન થશે. તમામ રાજ્યોમાં મતની ગણતરી 10 માર્ચે થશે.

 

આ પણ વાંચો: Punjab Assembly Elections 2022: ચૂંટણી પહેલા રાજ્યમાંથી 3 લાખથી વધુ લાયસન્સવાળા હથિયાર થયા જમા, 6.60 લાખ લીટર દારૂ પણ જપ્ત

આ પણ વાંચો: Assam-Meghalaya Border Dispute : CM સંગમા અને હેમંત બિસ્વા સરમા 20 જાન્યુઆરીએ અમિત શાહને મળશે, કહ્યું- 6 ક્ષેત્રો પર સંમતિ

આ પણ વાંચો: Maharashtra Nagar Panchayat Result: મહારાષ્ટ્રમાં આઘાડી જોરમાં, નાના પટોલેએ પીએમ મોદી પર જ્યા વિવાદાસ્પદ નિવેદન આપ્યુ હતુ ત્યાં કોને મળી કમાન ?