જ્ઞાનવાપી પરિસરમાં મળેલા શિવલિંગને સુરક્ષિત રાખવા પર આજે SCમાં સુનાવણી, નવી બેંચ કરશે સુનાવણી

|

Nov 11, 2022 | 10:01 AM

વારાણસી (Varanasi)ના જ્ઞાનવાપી પરિસરમાં મળેલા શિવલિંગની સંરક્ષણ અને સુરક્ષાને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેર કરાયેલા વચગાળાના આદેશને આગળ વધારવાની માંગને લઈને હિન્દુ પક્ષ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે.

જ્ઞાનવાપી પરિસરમાં મળેલા શિવલિંગને સુરક્ષિત રાખવા પર આજે SCમાં સુનાવણી, નવી બેંચ કરશે સુનાવણી
જ્ઞાનવાપી પરિસરમાં મળેલા શિવલિંગને સુરક્ષિત રાખવા પર આજે SCમાં સુનાવણી

Follow us on

વારાણસીના જ્ઞાનવાપી પરિસરમાં મળેલા શિવલિંગના સંરક્ષણ અને સુરક્ષાને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેર કરાયેલા વચગાળાના આદેશને આગળ વધારવાની માંગને લઈને હિન્દુ પક્ષ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટની વિશેષ બેંચ 11 નવેમ્બરે બપોરે 3 વાગ્યે શિવલિંગ સંરક્ષણ આદેશને ચાલુ રાખવાની માંગ પર સુનાવણી કરશે. ચીફ જસ્ટિસે કહ્યું કે, સંરક્ષણને લઈને નવી બેંચની રચના કરવી પડશે. શુક્રવારે નવી બેંચ આ મામલે સુનાવણી કરશે.

પૂજા કરવાની પરવાનગી માટે દાવો દાખલ કર્યો

સંરક્ષણના વચગાળાના આદેશની મુદત 12 નવેમ્બરે સમાપ્ત થઈ રહી છે, એડવોકેટ વિષ્ણુ શંકર જૈને ગુરુવારે ભારતના મુખ્ય ન્યાયાધીશ ધનંજય વાય ચંદ્રચુડને અગાઉના આદેશને ચાલુ રાખવા માટે તેમની અરજીની સુનાવણી માટે તાત્કાલિક તારીખ આપવા વિનંતી કરી હતી. કેટલીક હિંદુ મહિલાઓનું પ્રતિનિધિત્વ કરતા વિષ્ણુ શંકર જૈને વારાણસી સિવિલ કોર્ટ સમક્ષ જ્ઞાનવાપી મસ્જિદમાં પૂજા કરવાની પરવાનગી માટે દાવો દાખલ કર્યો હતો. 17 મેના રોજ, સર્વોચ્ચ અદાલતે તે વિસ્તારને સુરક્ષિત કર્યો જ્યાં શિવલિંગ મળી આવ્યું હોવાનું કહેવાય છે,

આ વિસ્તારને સુરક્ષિત રાખવાની જરૂર

ગુરુવારે, એડવોકેટ જૈને CJI સમક્ષ રજૂઆત કરી હતી કે આ વિસ્તારને સુરક્ષિત રાખવાની જરૂર છે, અને આ માટે કોર્ટના અગાઉના નિર્દેશને લંબાવવા માટે બીજા આદેશની જરૂર પડશે. જસ્ટિસ ચંદ્રચૂડે શુક્રવારે બપોરે 3 વાગ્યે જ્ઞાનવાપીનો મામલો તેમની અને જસ્ટિસ સૂર્યકાન્ત અને પીએસ નરસિમ્હાની વિશેષ બેંચ સમક્ષ હોવાનું નોંધ્યા બાદ બેન્ચની રચના કરવા સંમત થયા હતા.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

શૃંગારગૌરી કેસમાં જવાબ દાખલ કરવામાં આવશે

શૃંગારગૌરી કેસની સુનાવણી શુક્રવારે વારાણસીમાં જિલ્લા ન્યાયાધીશ ડૉ. અજય કૃષ્ણ વિશ્વેશની કોર્ટમાં થવાની છે. આ અંતર્ગત વાદી કમિશનની કાર્યવાહી આગળ વધારવા એડવોકેટ કમિશનરની માંગ અંગે મુસ્લિમ પક્ષના વાંધાઓનો જવાબ દાખલ કરશે.

શું છે જ્ઞાનવાપી મસ્જિદનો વિવાદ ?

કહેવાય છે કે, મસ્જિદનું નિર્માણ ઔરંગઝેબે કરાવ્યું હતું. એવું માનવામાં આવે છે કે મસ્જિદ પહેલા અહીં મંદિર હતું. આ મંદિરને મુગલ શાસક ઔરંગઝેબ દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું અને ઔરંગઝેબે 1699માં કાશી વિશ્વનાથ મંદિરને તોડીને મસ્જિદ બનાવી હતી. અહીં ભગવાન વિશ્વેશ્વરનું સ્વયંભૂ જ્યોતિર્લિંગ હોવાનો દાવો કરવામાં આવે છે. આ મામલો વર્ષ 1991નો છે. તે સમયે સોમનાથ વ્યાસ, રામરંગ શર્મા, હરિહર પાંડેએ અરજી કરી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે, મંદિરના અવશેષોનો ઉપયોગ મસ્જિદમાં કરવામાં આવ્યો છે.

શું છે બંને પક્ષોના દાવા?

હિન્દુ પક્ષનો દાવો છે કે, મંદિરને તોડીને મસ્જિદ બનાવવામાં આવી હતી અને જ્ઞાનવાપી સંકુલ હિન્દુઓને સોંપવામાં આવે. હિન્દુ પક્ષનું કહેવું છે કે વજુ ખાનામાં શિવલિંગ જોવા મળી હતી. સાથે જ એવી પણ માગ ઉઠી છે કે, જ્ઞાનવાપીમાં મુસ્લિમોના પ્રવેશ પર રોક લગાવવી જોઈએ અને મસ્જિદના ગુંબજને તોડી પાડવાનો આદેશ આપવો જોઈએ. મુસ્લિમ પક્ષનું કહેવું છે કે હિંદુ પક્ષનો દાવો તદ્દન પાયાવિહોણો છે અને જ્ઞાનવાપી કેસ મામલે સુનાવણી યોગ્ય નથી.

Next Article