‘બાળકને નાની ઉંમરે શાળાએ ના મોકલો’ સ્વાસ્થ્ય પર ઊંડી અસર થઈ શકે છે : સુપ્રીમ કોર્ટ

|

Apr 26, 2022 | 8:01 AM

કોર્ટે વાલીઓ તરફથી હાજર રહેલા વકીલને કહ્યું, સમસ્યા એ છે કે દરેક માતાપિતાને લાગે છે કે તેમનું બાળક એક પ્રતિભાશાળી છે જે કોઈપણ ઉંમરે શાળામાં બેસી શકે છે.

બાળકને નાની ઉંમરે શાળાએ ના મોકલો સ્વાસ્થ્ય પર ઊંડી અસર થઈ શકે છે : સુપ્રીમ કોર્ટ
Supreme Court - File Photo

Follow us on

સુપ્રિમ કોર્ટે (Supreme Court) નાની ઉંમરમાં બાળકોના શાળાએ જવાના મુદ્દે સંજ્ઞાન લીધું છે. સુપ્રીમ કોર્ટે બાળકોના શાળાકીય શિક્ષણને (School education) લઈને વાલીઓની ચિંતા પર કડક વલણ અપનાવ્યું છે. SCએ કહ્યું કે, બાળકોને તેમના માનસિક સ્વાસ્થ્યના હિતમાં ખૂબ નાની ઉંમરે શાળામાં ના મોકલવા જોઈએ. માતા-પિતા ઇચ્છે છે કે તેમના બાળકો બે વર્ષના થાય કે તરત જ શાળા શરૂ કરે, પરંતુ આનાથી તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડશે. જસ્ટિસ સંજય કિશન કૌલ અને એમએમ સુંદરેશની બેન્ચે આ અંગે ટિપ્પણી કરી છે. બેંચ આગામી શૈક્ષણિક સત્ર માટે કેન્દ્રીય વિદ્યાલયમાં (Kendriya Vidyalaya) ધોરણ 1 માં પ્રવેશ માટે છ વર્ષના લઘુત્તમ વય માપદંડને પડકારતી માતાપિતાની અપીલની સુનાવણી કરી રહી હતી.

વાલીઓએ દિલ્હી હાઈકોર્ટના 11 એપ્રિલના આદેશને પડકાર્યો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (KVS) એ માર્ચ 2022 માં પ્રવેશ પ્રક્રિયા શરૂ થયાના ચાર દિવસ પહેલા પ્રવેશ અંગેના માપદંડમાં અચાનક ફેરફાર કર્યો હતો. અગાઉનો માપદંડ પાંચ વર્ષનો હતો. કોર્ટે આગળ કહ્યું કે સુનાવણી દરમિયાન, બાળકોને શાળાએ મોકલવા માટે યોગ્ય ઉંમર શું છે તે અંગે એક અભ્યાસ કરવામાં આવ્યો છે. બાળકોને શાળાએ મોકલવા દબાણ કરશો નહીં, તેનાથી તેમના સ્વાસ્થ્ય પર ઊંડી અસર પડી શકે છે.

બાળકોના શિક્ષણ પર હાઈકોર્ટે શું કહ્યું?

કોર્ટે વાલીઓ તરફથી હાજર રહેલા વકીલને કહ્યું, સમસ્યા એ છે કે દરેક માતાપિતાને લાગે છે કે તેમનું બાળક એક પ્રતિભાશાળી છે જે કોઈપણ ઉંમરે શાળામાં બેસી શકે છે. ત્યાર બાદ, સુનાવણી દરમિયાન, કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા વકીલે કહ્યું કે 21 રાજ્યોએ NEP હેઠળ પ્રથમ વર્ગ માટે 6 પ્લસ સિસ્ટમ લાગુ કરી છે, જે 2020 માં આવી હતી અને આ નીતિને પડકારવામાં આવી ન હતી. આ પછી કોર્ટે દિલ્હી હાઈકોર્ટના આદેશની પુષ્ટિ કરતા અપીલને ફગાવી દીધી હતી. આ જ મામલે 11 એપ્રિલના તેના આદેશમાં, HCએ માતાપિતાની અરજીને ફગાવી દીધી હતી કે તેમને શાળામાં પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો નથી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

જ્યારે, શિક્ષણશાસ્ત્રી મીતા સેનગુપ્તાએ જણાવ્યું હતું કે, શાળામાં અપાતુ “પ્રારંભિક શિક્ષણ સારો પાયો નાખે છે, પરંતુ તે કાળજી સાથે ચલાવવું જોઈએ. શરૂઆતના વર્ષોમાં અપાતુ શિક્ષણ બાળકની અન્ય ક્ષમતાઓનું નિર્માણ કરે છે. આ સારી બાબત છે, પરંતુ અન્ય લોકો જે દબાણ કરે છે. તે બાળકોના સ્વાસ્થ્ય માટે સારું નથી.

આ પણ વાંચોઃ

ગાંધી માર્ગે નહી પ્રશાંત કિશોર માર્ગે ચાલશે કોંગ્રેસ ! સોનિયા ગાંધીએ બનાવી નવી સમિતિ

આ પણ વાંચોઃ

કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી, ફેક ન્યૂઝ અને પ્રોપેગેન્ડા ફેલાવવા બદલ 16 યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ, 6 પાકિસ્તાની એકાઉન્ટ પણ સામેલ

Next Article