Breaking News: જ્ઞાનવાપી મસ્જિદ પાસે વજુ માટે પાણી અને ટબની વ્યવસ્થા કરવામાં આવે: SCનો આદેશ

|

Apr 21, 2023 | 1:59 PM

જ્ઞાનવાપી કેસમાં આજે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. સર્વોચ્ચ અદાલતે આદેશ આપ્યો હતો કે, જ્ઞાનવાપી મસ્જિદ પાસે પર્યાપ્ત પાણી અને વજૂ માટે ટબની વ્યવસ્થા કરવામાં આવે.

Breaking News: જ્ઞાનવાપી મસ્જિદ પાસે વજુ માટે પાણી અને ટબની વ્યવસ્થા કરવામાં આવે: SCનો આદેશ
Gyanvapi Masjid

Follow us on

જ્ઞાનવાપી કેસમાં આજે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. સર્વોચ્ચ અદાલતે આદેશ આપ્યો હતો કે, જ્ઞાનવાપી મસ્જિદ પાસે પર્યાપ્ત પાણી અને વજૂ માટે ટબની વ્યવસ્થા કરવામાં આવે. જિલ્લા મેજિસ્ટ્રેટ તેની ખાતરી કરશે. જ્યારે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ, યુપી સરકાર વતી કહ્યું કે, વજૂ માટે જ્ઞાનવાપી મસ્જિદ પાસે 6 ટબ રાખવામાં આવશે અને પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે.

આ પણ વાંચો: Civil Services Day: વડાપ્રધાન મોદીએ IAS અધિકારીઓને કહ્યું ‘બ્યૂરોક્રેસીથી ચૂક થઈ તો દેશ લુંટાઈ જશે’

રમઝાન અને ઈદ દરમિયાન, મસ્જિદ પરિસરમાં જ વજુ કરવાની માગ મસ્જિદ સમિતિ દ્વારા સુપ્રીમ કોર્ટ સમક્ષ મૂકવામાં આવી હતી. આ દરમિયાન એસજી તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે કલેકટરે 70 મીટર દૂર જગ્યા ઓફર કરી છે. મસ્જિદ કમિટિ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ હુઝૈફા અહમદીએ કહ્યું કે અમને તેનાથી દૂર શા માટે કરવામાં આવે?

સચિને કાંબલીને કોની સાથે લગ્ન કરવા કહ્યું હતું?
ચહલ બાદ આ સ્ટાર ક્રિકેટર પણ લેશે છૂટાછેડા?
કેનેડામાં આ ધર્મના લોકો છે સૌથી વધુ, અહીં જુઓ આખું List
Elaichi Benefits : રાત્રે સૂતા પહેલા 2 ઈલાયચી ચાવો, ફાયદા જાણીને તમે ચોંકી જશો.
દુનિયાના 8 દેશો જ્યાં કોઈ Income Tax નથી લાગતો
ઉંમર પ્રમાણે દરરોજ કેટલી બદામ ખાવી જોઈએ? જાણી લો

સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે શુક્રવાર અને શનિવાર માટે કોઈ વ્યવસ્થા કરી શકાય? એસજી તુષાર મહેતાએ કહ્યું કે ડીએમ સાથે વાત થઈ છે, જ્યાં શિવલિંગ મળવાની વાત છે, ત્યાં વજુની પરવાનગી ન આપી શકાય. એસજીએ કહ્યું કે અમે 6 ડ્રમ આપ્યા છે. પાણીની પણ યોગ્ય વ્યવસ્થા છે. તેના પર ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે કંઈક સુવિધાજનક પ્રોવાઈડ કરવામાં આવે. તેના પર સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમે પૂરતું પાણી ઉપલબ્ધ કરીશું.

અગાઉ, 18 એપ્રિલના રોજ સુનાવણી કરતી વખતે, સુપ્રીમ કોર્ટે જિલ્લા કલેક્ટરને રમઝાન દરમિયાન જ્ઞાનવાપી કેમ્પસમાં વજુ સુવિધાઓ પ્રદાન કરવા પર સંમત થવા માટે બેઠક ગોઠવવા જણાવ્યું હતું. CJI DY ચંદ્રચુડના નેતૃત્વ હેઠળની બેંચ જ્ઞાનવાપી કેમ્પસમાં મસ્જિદનું સંચાલન કરતી મેનેજમેન્ટ કમિટી અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદની અરજી પર સુનાવણી કરી રહી હતી. તેમણે કહ્યું હતું કે તે આ મામલે આગામી સુનાવણી 21 એપ્રિલે કરશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 1:37 pm, Fri, 21 April 23

Next Article