જેમ આપણે જાણીએ છીએ કે એરબેગ એ કારની એક મહત્વપૂર્ણ ફિચર છે. બે એરબેગ્સ (Mandatory 2 Airbags) હવે તમામ કાર માટે ફરજિયાત કરવામાં આવી છે. એરબેગ્સ (Airbags)ને લઈને સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે જો અકસ્માતમાં કામ ન કરે તો કંપનીએ તેના માટે નુકસાની ચૂકવવી પડશે. આવા જ એક કેસમાં કોર્ટે કાર નિર્માતા કંપની હ્યુન્ડાઈને અકસ્માતમાં થયેલા નુકસાન માટે શૈલેન્દ્ર ભટનાગરને 3 લાખ રૂપિયાનો દંડ ચૂકવવા જણાવ્યુ હતું. આ અકસ્માત 2017માં થયો હતો. શૈલેન્દ્ર ભટનાગરે ઓગસ્ટ 2015માં હ્યુન્ડાઈની ક્રેટા કાર ખરીદી હતી. નવેમ્બર 2017માં તેમની કારનો અકસ્માત થયો હતો. ભટનાગરે કન્ઝ્યુમર ફોરમમાં પિટિશન દાખલ કરીને કહ્યું હતું કે ક્રેટાના સેફ્ટી ફીચર્સને ધ્યાનમાં રાખીને મેં આ કાર ખરીદી છે. જોકે અકસ્માત દરમિયાન એરબેગ કામ કરતી ન હતી, જેના કારણે તેને ગંભીર ઈજા થઈ હતી.
કન્ઝ્યુમર ફોરમના આદેશ બાદ આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. આ મામલાની સુનાવણી જસ્ટિસ વિનીત સરન અને જસ્ટિસ અનિરુદ્ધ બોઝની બેન્ચ દ્વારા કરવામાં આવી હતી. બેન્ચે કાર કંપનીને વાહન બદલવાનો આદેશ પણ આપ્યો હતો. કંપની તરફથી હાજર રહેલા વકીલે કહ્યું કે એરબેગ ત્યાં સુધી કામ કરતી નથી, જ્યાં સુધી સામેથી કોઈ અડચણ ન આવે. કોર્ટે તેના પર કહ્યું કે ગ્રાહક અને ઉપભોક્તા ભૌતિકશાસ્ત્રના નિષ્ણાત નથી જે અકસ્માત સમયે ઝડપ અને તાકાતની ગણતરી કરી શકે. કન્ઝ્યુમર ફોરમે પહેલા જ ભટનાગરની તરફેણમાં ચુકાદો આપ્યો હતો, જેને હ્યુન્ડાઈએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
મોદી સરકાર મુસાફરોની સુરક્ષા માટે ગંભીર છે. જુલાઈ 2019માં તમામ કાર માટે ડ્રાઈવર સાઈડ એરબેગ ફરજિયાત બનાવવામાં આવી હતી. 1 જાન્યુઆરી, 2022થી સહ-યાત્રી એરબેગ્સ પણ ફરજિયાત બનાવવામાં આવી છે. પરિવહન મંત્રી નીતિન ગડકરીએ તાજેતરમાં કહ્યું હતું કે હવે અમારી તૈયારી 6 એરબેગ્સ જરૂરી બનાવવાની છે. આઠ સીટર વાહનો માટે જરૂરી છ એરબેગ્સ બનાવવાની તૈયારી ચાલી રહી છે.
We have made a minimum of 6 Airbags mandatory in all vehicles carrying upto 8 passengers, irrespective of the model, variant and cost of vehicle. It will ensure safety of poor consumer. : Union Minister Shri @nitin_gadkari ji pic.twitter.com/lOdqr3JcXL
— Office Of Nitin Gadkari (@OfficeOfNG) March 22, 2022
લોકસભામાં બોલતા, પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ તાજેતરમાં કહ્યું હતું કે હવે 8-સીટર વાહનો માટે 6 એરબેગ્સ ફરજિયાત કરવામાં આવશે. ગડકરીએ કહ્યું કે વાહનનું મોડલ શું છે અને તે કયા સેગમેન્ટમાં છે તેનાથી કોઈ ફરક પડતો નથી. સરકારની પ્રથમ પ્રાથમિકતા લોકોની સુરક્ષા છે. હાલમાં એરબેગ્સ ફરજિયાત બનાવવા અંગે પેપરવર્ક કરવામાં આવી રહ્યું છે. આ સંદર્ભમાં પરિવહન વિભાગ દ્વારા જાન્યુઆરી 2022માં એક ડ્રાફ્ટ સૂચના જાહેર કરવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે 1 ઓક્ટોબર, 2022થી 6 એરબેગ્સનો નિયમ લાગુ થઈ શકે છે.